(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ અર્થમાં સાઇટસીઇંગની મજા

ગૂગલનો બહુ ચર્ચાયેલો અને છતાં કદાચ ઓછો ઉપયોગમાં લેવાતો કોઈ પ્રોગ્રામ હોય તો તે છે ગૂગલ અર્થ! આપણે સૌ જાણીએ છીએ કે ઘેરબેઠાં આખી દુનિયામાં ફરી વળવું હોય તો ગૂગલ અર્થમાં ખાબકવું પડે. હવે તો ગુજરાતના ગામડે ગામડે પણ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન આવી ગયાં છે, શિક્ષકો ધારે તો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેઠાં બેઠાં દુનિયાનાં અજબ સ્થળોની ગજબ સફર કરાવી શકે છે. સવાલ ફક્ત, ગૂગલ અર્થમાં આ બધું કેવી રીતે કરવું એ બરાબર સમજી લેવાનો છે.

આગળ શું વાંચશો?

  • અર્થમાં સાઈટસીંઈગ ટૂર
  • સાઈટસીઈંગ ટૂર બની કેવી રીતે?

 ‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે જુલાઈ ૨૦૧૨ના અંકમાં આપણે ગૂગલ અર્થ પ્રોગ્રામ કેવી રીતે વિક્સ્યો ત્યાંથી શરુઆત કરીને, આ પ્રોગ્રામની પૂરેપૂરી મજા લૂંટવા માટે તેના યુઝર ઇન્ટરફેસનાં મુખ્ય પાસાં પણ વિગતવાર સમજ્યા હતા. હવે તેનાથીઆગળ વધીએ.

સૌથી પહેલાં તમારા કમ્પ્યુટરમાં ગૂગલ અર્થ પ્રોગ્રામ ન હોય તો www.google.com/earth/ પર જઈને આ પ્રોગ્રામની ઇન્સ્ટોલર ફાઇલ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી લો. એ ફાઇલ રન કરશો એટલે પ્રોગ્રામ ફટાફટ ઇન્સ્ટોલ થઈ જશે.

જો તમારા કમ્પ્યુટરમાં અર્થ પ્રોગ્રામ હોય, પણ લાંબા સમયથી તેને વાપર્યો ન હોય તો પ્રોગ્રામ ઓપન કરી, હેલ્પ મેનુમાં Check for updates online પર ક્લિક કરીને જરૂર જણાય તો પ્રોગ્રામ અપડેટ કરી લો.

એક વાર તમારા કમ્પ્યુટરમાં ગૂગલ અર્થ ઇન્સ્ટોલ થઈ જાય અને તેનો ઉપયોગ કરવાની તમને ફાવટ આવી જાય તે પછી સમય છે અર્થના સથવારે પૃથ્વીનાં વિવિધ સ્થળોની રોમાંચક સફર પર ઉપડવાનો.

અર્થમાં સાઇટસીઇંગ ટૂર

હવે અર્થ પ્રોગ્રામ ઓપન હોય ત્યારે તેની ડાબી તરફ (અથવા આ જ પેજ  પર ડાબી તરફ!) નજર દોડાવો. અહીં, ‘પ્લેસીઝ’ વિભાગમાં, ‘માય પ્લેસીઝ’ હેઠળ તમને ‘સાઇટસીઇંગ ટૂર’નું ફોલ્ડર દેખાશે. આ ફોલ્ડર પહેલાંના એરોને ક્લિક કરતાં, તેની પેટા ફાઇલ્સ દેખાશે. ત્યાં ઓલી સૂચા મુજબ, ડાબી તરફની જ પેનલમાં, ‘લેયર્સ’ વિભાગમાં ૩ડી બિલ્ડિંગ્સ સામેના બોક્સને ટિક્સ કરી દો. તેની સામેના એરોને ક્લિક કરી, ફોટોરિયાલિસ્ટિક, ગ્રે અને ટ્રીઝ બોક્સને પણ ચેક કરી દો.

હવે ઉપર સાઇટસીઇંગ ટૂરના ફોલ્ડર નીચે આપેલ ‘સ્ટાર્ટ ટૂર હીયર’ પર ક્લિક કરો. આથી મેઇન વ્યૂઅર વિન્ડોમાં નીચેની તરફ ટૂર પ્લેયરનાં બટન્સ દેખાશે. પૃથ્વીનો ગોળો ઘૂમશે અને લિસ્ટમાં સૌથી પહેલાં એફિલ ટાવર હોવાથી આપણે પહોંચીશું પેરિસ. કમ્પ્યુટર ઘણું ધીમું હશે તો પેરિસ શહેર અને તેમાંના એફિલ ટાવરને આકાર લેતાં થોડી વાર લાગશે, પણ જુદાં જુદાં બિલ્ડિંગ ઉપસતાં જોવાની પણ મજા આવશે.

હવે પ્રયોગ ખાતર ડાબી પેનલમાં ૩ડી બિલ્ડિંગનાં લેયર્સ ચાલુ બંધ કરીને શું ફેરફાર થાય છે તે તપાસી જુઓ.

હવે માઉસને પાંખો આપીને પેરિસ શહેરમાં એફિલ ટાવરની આજુબાજુની જગ્યા પણ તપાસી જોઈ શકાય.

પેરિસથી થાકો એટલે નીચેના ટૂર પ્લેયરમાં ફરી પ્લે બટન ક્લિક કરતાં, આપણી ટૂર ઉપડશે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં, ક્રાઇસ્ટ ધ રીડીમરની વિરાટ પ્રતિમા તરફ!


આ રીતે એક પછી જુદાં જુદાં સ્થળોની મુલાકાત લેતા જાવ. ડાબી પેનલમાં જુદાં જુદાં લેયર્સને ચાલુ બંધ કરતાં તેની શું અસર થાય છે એ તપાસો. ‘મોર’ હેઠળની લિંકમાં વિકિપીડિયાના લેયરને ઓન કરશો તો દરેક સ્થળ વિશે વિકિપીડિયાના લેખની લિંક પણ મળશે.

આ રીતે તમે માઉસ એ ગૂગલ ર્આ સ્વારે યુએસએમાં ગ્રાન્ડ કેન્યન, ઓસ્ટ્રેલિયાનું સિડની શહેર, ઇંગ્લેન્ડનું લંડન શહેર, એટલાન્ટિક ઓશનમાં ડૂબેલી ટાઇટેનિક, માઉન્ટ ફિજી અને ગૂગલ હેડક્વાર્ટ્સ જેવાં સ્થળોની સફર માણી શકશો.

હવે સવાલ એ થવો જોઈએ કે આ સાઇટસીઇંગ ટૂર બની કેવી રીતે?

સાઇટસીઇંગ ટૂર બની કેવી રીતે?

ગૂગલ અર્થમાં એક ખાસ સગવડ એવી છે, જે આ પ્રોગ્રામની ઉપયોગિતા અનેકગણી વધારી દે છે. આ સગવડ છે ગૂગલ અર્થ પરની આપણી સફરને રેકોર્ડ કરવાની સગવડ. આપણે પોતે પોતાની સફર રેકોર્ડ કરતા થઈએ (એ વિશે પણ જુલાઈ ૨૦૧૨ના અંકમાં માર્ગદર્શન છે) એ તબક્કે પહોંચીએ ત્યાં સુધી આપણે બીજા લોકોએ રેકોર્ડ કરેલી ટૂર્સનો આનંદ માણી શકીએ છીએ.

અલબત્ત, એ માટે આપણે ગૂગલ અર્થની ટૂર્સ કયા પ્રકારની ફાઇલમાં સેવ થાય છે અને આપણે તેને ઓપન કેવી રીતે કરી શકીએ તે સમજવું જરૂરી છે. આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરીએ તે .kml કે .kmz ફાઇલ તરીકે સેવ થાય છે અને આ ફાઇલ આપણે બીજા કોઈને મેઇલ કરીએ તો એ આ ફાઇલને ડાઉનલોડ કરીને તેને માઇક્રોસોફ્ટ વર્ડમાં ઓપન કરી શકે છે.

બરાબર એ જ રીતે, ગૂગલ અર્થમાં રેકોર્ડ થયેલી ટૂર .kml કે .kmz પ્રકારની ફાઇલ સ્વરૂપે સેવ થાય છે. એ શું છે એ પણ જરા સમજી લઈએ. ગૂગલ અર્થ પ્રોગ્રામ મૂળ ગૂગલ કંપનીએ ડેવલપ કરેલો પ્રોગ્રામ નથી. વર્ષ ૨૦૦૧માં અમેરિકામાં વીડિયોગેમ બનાવવાનો અનુભવ ધરાવતા કેટલાક લોકોએ સાથે મળીને કીહોલ નામની એક કંપની સ્થાપી (જેમ દરવાજામાં નાનાકડા કીહોલમાંથી અંદરનો ઘણો ભાગ જોઈ શકાય છે એમ કમ્પ્યુટરની નાની વિન્ડોમાંથી દુનિયા બતાવવા માગતી આ કંપનીને કંઈક એવા જ વિચારી કીહોલ નામ મળ્યું હશે!). એ સાથે, કીહોલ માર્કઅપ લેંગ્વેજ (કેએમએલ) નામે, નક્શા પર વિવિધ સ્થળોને લગતી માહિતી ફાઇલ સ્વરૂપે સંગ્રહ કરવાની એક ખાસ પદ્ધતિ વિક્સાવવામાં આવી. કેએમએલ ફાઇલમાં નક્શા પર જુદાં જુદાં સ્થળના પ્લેસ માર્ક, ઇમેજીસ, ૩ડી મોડેલ્સ તથા અન્ય માહિતી સંગ્રહી શકાય છે. આ બધી માહિતી જો ઝીપ્ડ ફાઇલ સ્વ‚પે હોય તો તેનું એક્સટેન્શન .kmz બને છે. પાછળથી ગૂગલે કીહોલ કંપની ખરીદી લીધી અને તેણે વિક્સાવેલા પ્રોગ્રામને ગૂગલ અર્થ તરીકે વધુ વિસ્તાર્યો, છતાં તેની ફાઇલ્સનું એક્સટેન્શન જૂના નામે જ જાળવી રાખ્યું.

જોકે આપણે આ બધી ટેકનિકલ બાબતોમાં ઊંડા ઊતર્યા વિના ફક્ત એટલું કરવાનું છે કે ગૂગલ અર્થમાં ચાલી શકે તેવી ફાઇલ ઇન્ટરનેટ (કે ગૂગલ અર્થમાંથી જ) શોધીને પછી તેને ગૂગલ અર્થમાં ચલાવવાની છે.

આ માટે તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ, ‘ગૂગલ અર્થ ટૂર્સ’ કે એવા કોઈ નામનું એક ફોલ્ડર બનાવી લો. ઇન્ટરનેટ પર જે કોઈ રસપ્રદ ટૂરની ફાઇલ મળે તે બધી અહીં સેવ કરતા રહો. તમે જ્યારે પણ આ ફાઇલને ડબલ ક્લિક કરશો એટલે ગૂગલ અર્થ પ્રોગ્રામ ઓપન નહીં હોય તો તે ઓપન થશે અને ડાબી તરફની પેનલમાં ‘પ્લેસીઝ’માં તેની ટેમ્પરરી ફાઇલ્સ જોવા મળશે. ફાઇલના પ્રકાર અનુસાર જોતે રેકોર્ડેડ ટૂર હોય તો ટૂર પ્લેયર દેખાશે અને છી સાઇટસીઇંગ ટૂરની જેમ આગળ વધતા રહો. ‘સાયબરસફર’માં આપણે વખતોવખત આવી ટૂર ફાઇલ્સ શેર કરતા રહીશું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!