(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલમાંથી ફોટોગ્રાફ્સનું શેરિંગ

સવાલ લખી મોકલનારઃ લક્ષ્મીકાંતભાઈ કોઠારી, નાગપુર 

“મોબાઇલમાં ફોટોગ્રાફ પાડ્યા પછી અને કમ્પ્યુટરમાં કઈ રીતે લઈ શકાય અને વોટ્સએપ જેવી સર્વિસની તેે બીજા લોકો સાથે શેર કેવી રીતે કરવા?

સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યા પછી સોશિયલ શેરિંગના જુવાળને હજી વધુ વેગ મળ્યો છે કેમ કે હવે તો લોકો ગમે ત્યારે, ગમે ત્યાંથી ઇન્ટરનેટ સર્ફ કરી શકે છે, ફોટોગ્રાફ્સ કે વીડિયો લઈ શકે છે અને એ બધું મિત્રો-પરિચિતો સાથે શેર કરી શકે છે.

ફોટોગ્રાફ્સની જ વાત કરીએ તો, તેે કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવા માટે તમે સ્માર્ટફોનના સાથે આવેલા કેબલનો ઉપયોગ કરી શકો છો. આ કેબલમાં એક છેડે સ્માર્ટફોનના સ્લોટમાં દાખલ થઈ શકે એવી પિન હોય છે અને બીજા છેડે પીસીના યુએસબી સ્લોટમાં દાખલ થઈ શકે એવી પિન હોય છે. ફોનને પીસી સાથે જોડીએ એટલે ફોનમાંનું બધું ક્ન્ટેન્ટ એક પેન ડ્રાઇવની જેમ માય કમ્પ્યુટરમાં અલગ ડ્રાઇવ તરીકે જોઈ શકાય છે. તેમાં સામાન્ય રીતે ‘ડીસીમ’ અને કેમેરા ફોલ્ડરમાં આપણે લીધેલા બધા ફોટોગ્રાફ જોઈ શકાય છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એપ્સના મેઇન ફોલ્ડરમાં ‘ગેલેરી’માં જાઓ તો ત્યાં કેમેરા, વોટ્સે ઇમેજીસ, વોટ્સએપ વીડિયો વગેરે ફોલ્ડર દેખાશે. તેમાં કેમેરા ફોલ્ડરમાં આપણે લીધેલા ફોટોગ્રાફ કે વીડિયો જોવા મળશે. તેમાં કોઈ પણ ફોટોગ્રાફ સહેજ લાંબી વાર સુધી આંગળીને પ્રેસ કરી રાખો એટલે એ ફોટોગ્રાફ સિલેક્ટ થાય.પછી બીજા જેટલા ફોટોગ્રાફ સિલેક્ટ કરવા હોય તેે ફક્ત હળવો સ્પર્શ કરવાનો રહે છે. આપણે જેટલા ફોટોગ્રાફ સિલેક્ટ કર્યા હોય તેની સંખ્યા ઉપર જોવા મળશે. મથાળે જ, ‘શેરિંગ’ બટન જોવા મળશે (એ બટન જ એકમાંથી અનેક લોકોને થતું શેરિંગ બતાવે છે). તેે ક્લિક કરીએ એટલે આપણે સ્માર્ટફોમાં ઇન્સ્ટોલ કરેલી સોશિયલ એપ્સના આઇકોન્સ જોવા મળશે. તેમાંથી તમે જે સર્વિસમાંના મિત્રો સાથે સિલેક્ટ કરેલા ફોટોગ્રાફ્સ શેર કરવા માગતા હો તેના પર ક્લિક કરો (આપણું એ સર્વિસમાં એકાઉન્ટ હોવું જરુ‚રી છે). જો વોટ્સએપ પર ક્લિક કર્યું હોય તો વોટ્સએપ ઓપન થશે, તેમાં આપણા કોઈ એક મિત્ર કે ગ્રૂપ પસંદ કરીને તેમને એ ફોટોગ્રાફ્સ મોકલી શકાય.

જો તમે કોઈ ફોટોગ્રાફ પાડીને તરત જ વોટ્સએપ પર શેર કરવા માગતા હો તો સીધા જ વોટ્સએપમાં જઈને કોઈ ગ્રૂપને સિલેક્ટ કરો અથવા વ્યક્તિગત કોન્ટેક્ટને સિલેક્ટ કરતાં, મેસેજ લખવાની જગ્યાની બાજુમાં કેમેરાની નિશાની દેખાશે. તેે ક્લિક કરતાં, સ્માર્ટફોનના કેમેરા એપ ઓપન થશે. ફોટોગ્રાફ ક્લિક કરો એટલે અને ફોટો વોટ્સએપમાં એડ થઈ જશે અને મોકલાઈ જશે, ચાહો તો તેમાં તમારો મેસેજ ઉમેરી દો!

આ રીતે વેબબ્રાઉઝર કે બીજી ઘણી બધી એમાં પણ સોશિયલ શેરિંગનુંં બટન જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમે તમારી પસંદગીની સર્વિસનો લાભ લઈ, ફેસબુક કે ટવીટર પર શેર કરી શકો, મિત્રોને ઈ-મેઇલ કરી શકો, બ્લુટૂથથી શેર કરી શકો… વગેરે ઘણું બધું થઈ શકે.

તમારા ફોટોગ્રાફ્સ તમને પોતાને જ ઈ-મેઇલમાં એટેચમેન્ટ તરીકે મોકલી શકો છો, જેને પીસીમાં ઈ-મેઇલમાં જઈ, ડાઉનલોડ કરી શકાય. સ્માર્ટફોન અને પીસી વચ્ચે ફોટોગ્રાફ કે અન્ય ફાઇલ્સની આપલે માટે ‘એરડ્રોઇડ’ સર્વિસનો ઉપયોગ કરી શકાય, આ વિશે ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૩ અંકમાં વિગતવાર વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!