(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રીલેક્સિગં ઝેન રિંગટોન્સ

‘એ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે વ્યક્તિની ઓળખ એ કેવા લોકોની સંગતમાં રહે છે તેનાથી ઘડાય છે. આજના જમાનામાં આ કહેવત બદલીને ‘એ મેન ઇઝ નોન બાય ધ રિંગટોન હી કીપ્સ’ એવી કરી શકાય. તમારા ફોનમાંનો રિંગટોન કે કોલરટ્યૂન તમારા સ્વભાવ કે મિજાજ વિશે ઘણું બધું કહી શકે છે.

આગળ શું વાંચશો?

  • મેથ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
  • ઈંગ્લિશ ગ્રામર બુક

જો ચાર-પાંચ લોકોની હાજરીમાં તમારો ફોન રણકી ઊઠે ત્યારે તમારે છોભીલા પડીને ફોનનો રિંગટોન સાયલન્ટ કરવા ફાંફા મારવાં ન પડે એવો રિંગટોન તમે શોધી રહ્યા હો તો, તમારી એક ચોઈસ રીલેક્સિગં રિંગટોન હોઈ શકે. પ્લે સ્ટોરમાં રિંગટોન તો અસંખ્ય મળશે, એમાંથી ઝેન રિંગટોન એપ તમને કામ લાગી શકે છે.

શાંત, સ્થિર અને સ્વસ્થ જીવન માટે લગભગ છઠ્ઠી સદીમાં ચીનમાં બૌદ્ધ ધર્મ આધારિત એક વિચારધારા વિકસી એને ઝેન કહે છે. આ વિચારાધાર પછી તો અન્ય દેશોમાં પણ વિસ્તરી.

ઝેન રિંગટોન્સ એપમાં જે રિંગટોન્સ સામેલ છે એ બધા ખરેખર અને પૂરેપૂરા ઝેન જીવનશૈલીનો ધબકાર ઝીલતા હોય એવા નથી (એમાં અમુક તો હિન્દી ફિલ્મ ગીતોની ટ્યૂન્સ પણ છે – કોણે કોની ચોરી કરી એ કહી શકાય એમ નથી!) છતાં, એકંદરે સરસ રિંગટોન્સ છે.

અહીં તમને એક સાથે ૫૪ રિંગટોનની પસંદગી મળે છે. એપ ઓપન કર્યા પછી દરેક રિંગટોન સાંભળીને ત્યાંથી તેને રિંગટોન તરીકે, નોટિફિકેશન તરીકે, એલાર્મ તરીકે કે કોઈ ચોક્કસ કોન્ટેક્ટને એસાઇન કરવાની સગવડ છે. તમે તમારી પસંદગીના રિંગટોનને ફેવરિટ તરીકે માર્ક પણ કરી શકો છો.

 મેથ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ

કોઈ પણ આંકડાને પાંચથી ગુણવાનો હોય તો એ આંકડાને બેથી ભાગીને પાછળ ઝીરો ઉમેરી દો તો જવાબ મળી જાય. જેમ કે છ ગુણ્યા પાંચ કરીએ તો છના અડધા ત્રણ અને તેની પાછળ ઝીરો ઉમેરતાં, છ ગુણ્યા પાંચનો જવાબ મળે ૩૦!

ભારેખમ કે બોજા‚પ લાગતા ગણિત વિષયમાં આવી તો અનેક ખૂબીઓ પડેલી છે. જો રમત રમતમાં ગણિત પાકું કરવું હોય તો પ્લે સ્ટોરમાં અનેક એપ્સ મળશે. એમાંની એક છે maths tips and tricks.

ગુણાકાર, ભાગાકાર, ટકાવારી, સરવાળા, અને વર્ગ કે ઘન માટેની ગણતરી સહેલી બનાવતી કેટલીક ટ્રિક આ એપમાં બતાવવામાં આવી છે. દરેક મુદ્દામાં ટ્રિક્સની સંખ્યા ખાસ વધુ નથી, પણ ગણિત વિષયમાં રસ જગાવવા માટે પૂરતી છે!

ઇંગ્લિશ ગ્રામર બુક

ઇંગ્લિશ તમને ઠીક ઠીક આવડે તો છે, પણ ગ્રામરમાં ક્યાંક ક્યાંક લોચા થઈ જાય છે? સામાન્ય વાતચીતમાં તમે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, પ્રેપોઝિશન, કન્જકશન વગેરેનો ઉપયોગ કરો છો, પણ તેમની બારીક બાબતોની સમજ હોય તો વાત જામે એવું લાગે છે? તો તમારા માટે કામની એપ છે : English Grammer.


દરેક પ્રકારની એપમાં બને છે તેમ પ્લે સ્ટોરમાં ઇંગ્લિશ શીખવા માટેની એપ્સની પણ ભરમાર છે, પણ એમાં આ એપ જરા અલગ તરી આવે છે. આમાં માત્ર ઇંગ્લિશ ગ્રામર પર જ ભાર છે અને એક રીતે જોઈએ તો ઇંગ્લિશ ગ્રામરની આખી બુક અહીં એપ સ્વરૂપે મૂકી દેવામાં આવી છે. ફાયદો એ છે કે ફુરસદના સમયે સ્માર્ટફોન હાથમાં હોય તો આ એપ ઓપન કરી, ફટાફટ ગ્રામરના કોઈ એક મુદ્દાની ઊંડી સમજ મેળવી શકો છો. અલબત્ત, પહેલાં લખ્યું તેમ આ એપનો લાભ લેવા માટે તમને ઇંગ્લિશનું સામાન્ય જ્ઞાન હોવું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!