(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ખિસ્સા અને મોભાને પરવડે એવો કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ સ્માર્ટફોન

મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ. ૯૯૯૦ રાખવામાં આવી છે, જે હાલ ડિસ્કાઉન્ટ રેટ  રુ. ૮૯૯૦માં ઉપલબ્ધ થઈ શકે છે.

આગળ શું વાંચશો?

  • માઇક્રોમેક્સ દ્વારા બે નવા વિન્ડોઝ ફોનની રજૂઆત

કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટની  વિશેષતાઓ જોઈએ તો તેમાં ડ્યુઅલ સિમ (જીએસએમ+જીએસએમ) સપોર્ટ છે. તેની ખાસ વિશેષતા તેનો સ્ક્રીન છે જે ૫.૫ ઇંચનો ક્યૂએચડી ડિસ્પ્લે છે. આ ઉપરાંત ૮ મેગાપિક્સલ રઇર કેમેરા અને ૨ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા પણ તે ધરાવે છે. આ નવા ફોનમાં ૩૨ જીબી સુધીની વધારાના સ્ટોરેજની સુવિધા મળી શકે છે. જ્યારે તેની ઇનબિલ્ટ સ્ટોરેજ ક્ષમતા ૪ જીબીની છે. ટાઇટેનિયમ એસ૯ લાઇટમાં ૨૧૦૦ એમએએચ-લિઓન બેટરી છે. ફોનનાં બે નબળાં પાસાં પણ છે, એક તો તેમાં એન્ડ્રોઇડ ૪.૨ જેલી બીન, જે સાવ આઉટડેટેડ નહીં તો લેટેસ્ટ પણ નથી. તેમ જ ફોનમાં રેમ ફક્ત ૫૧૨ એમબીની છે. મોટી સ્ક્રીનસાઇઝ તમારે માટે મહત્ત્વની હોય તો નજરમાં રાખવા જેવો ફોન.

 

માઇક્રોમેક્સ દ્વારા બે નવા વિન્ડોઝ ફોનની રજૂઆત

હવે તમને નવો સ્માર્ટફોન ખરીદતી વખતે વધુ મૂંઝવણ થશે! માઇક્રોમેક્સ કંપનીએ બે વિન્ડોઝ ૮.૧ ફોન લોન્ચ કર્યા  છે – કેન્વાસ વિન ડબ્લ્યૂ૦૯૨ અને કેન્વાસ વિન ડબ્લ્યૂ૧૨૧. બંને ફોન અનુક્રમે ‚રૂા. ૬૫૦૦ અને રૂા. ૯૫૦૦માં ઉપલબ્ધ થશે. આ બંને હેન્ડસેટ રિટેલમાં જુલાઈમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.  અત્યાર સુધી વિન્ડોઝ ફોન લેવો હોય તો નોકિયા લુમિયા તરફ જ નજર જતી પણ હવે માઇક્રોમેક્સના આ બંને ફોન તેના મોટા હરીફ બનશે. માઇક્રોમેક્સના બંને ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે. ૦૯૨ ફોનમાં ૪ ઇંચનો સ્ક્રીન, ૫ મેગાપિક્સેલનો રઇર કેમેરા છે. જ્યારે ૧૨૧માં ૫ ઇંચનો એચડી સ્ક્રીન અને ૮ મેગા પિક્સેલનો રઇર કેમેરા છે. બંનેમાં ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર સ્નેપડ્રેગન ૨૦૦ પ્રોસેસર છે. બંનેમાં ૮ જીબી બિલ્ટઇન સ્ટોરેજ કેપેસિટી છે અને ૩૨ જીબી સુધી એક્સપાન્ડેબલ છે. એન્ડ્રોઇડના મજબૂત વિકલ્પ જેવા આ ફોન અચૂક તપાસવા જેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!