(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઉત્તરાયણમાં ધાબે ચઢીને પતંગ ચગાવીએ ત્યારે આપણા સૌની નજર ક્યાં હોય? આકાશ પર. ઊંચે ઊડતી પતંગો પર. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પતંગને આંખો હોય તો એને નીચે રહેલી ધરતી કેવી દેખાતી હશે? કાઇટ એરિયલ ફોટોગ્રાફી એ કોઈ નવી વાત નથી, પણ આ રીતે પતંગથી થતી ફોટોગ્રાફીને પોતાનું પ્રોફેશન બનાવી શકાય એવો વિચાર ચોક્કસ નવો છે. ભારતમાં જ સ્થાયી થયેલા આવા અનોખા ફોટોગ્રાફર છે નિકોલસ કોરિયર.

ઉપર આપેલી, નવી દિલ્હીના લોટસ ટેમ્પલની તસવીર પણ નિકોલસે પતંગની મદદથી ખેંચેલી છે!


પ્રોફેશનલ ફોટોગ્રાફર નિકોલસે છેલ્લાં ૧૫ વર્ષથી કાઇટ એરિયલ ફોટોગ્રાફી પર જ ફોકસ કર્યું છે અને એમના મતે, આ પદ્ધતિ જ ખરેખરી ઇકો-ફ્રેન્ડલી એરિયલ ફોટોગ્રાફી છે. નિકોલસની પતંગ પણ સ્પેશિયલી ડિઝાઈન કરેલી હોય છે, જ‚રુરિયાત મુજબ પોતાની સાથે પ્રોફેશનલ સ્ટીલ કેમેરા કે એચડી વીડિયો કેમેરાને આકાશમાં લઈ જાય છે. નિકોલસ ધરતી પર રહીને રીમોટથી આ કેમેરાને ઓપરેટ કરે છે! નિકોલસ પોતાના પોર્ટેબલ ટીવીમાં કાઇટ કેમેરામાં ઝીલાતાં દૃશ્યો જોઈ શકે છે અને પરફેક્ટ એંગલ મળતાં એ ક્લિક કરે છે. નિકોલસ કહે છે કે આ રીતે તેઓ ૨૫૦ મીટરની ઊંચાઈ સુધી કેમેરાને લઈ જઈ શકે છે, પણ કાઇટ ફોટોગ્રાફીની ખરી મજા ઓછી ઊંચાઈએથી તસવીરો લેવામાં છે, જેથી ડીટેઇલિંગ સારું મળે.


નિકોલસ પોતાના શોખ માટે અથવા અસાઇન્મેન્ટ પર વિવિધ લોકેશન, યુનિવર્સિટી કે વિખ્યાત હોટેલ્સની કાઇટ ફોટોગ્રાફી કરે છે. તેમની ગેલેરી જોવા માટે પહોંચો : http://nicopix.zenfolio.com/

નિકોલસની ફોટોગ્રાફી પૂરતી ફુરસદે જોશો તો સમજાશે કે એમાં માત્ર એંગલની નવીનતા નથી, ખરેખર દિલથી માણવા જેવા આ ફોટોગ્રાફ્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!