(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંધ્ર પ્રદેશમાં મંત્રીમંડળની પેપરલેસ મીટિંગ

ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો કે આ કેબિનેટ મીટિંગ ‘ઇ-કેબિનેટ’ હતી! મુખ્યમંત્રી પોતે અને તેમના બધા મંત્રીઓ આ બેઠકમાં ફાઇલ્સના ઢગલાને  બદલે માત્ર આઇપેડ લઈને સામેલ થયા!ભારતના કોઈ રાજ્યમાં આ રીતે ઓલમોસ્ટ પેપરલેસ કેબિનેટ મીટિંગ યોજાઈ હોય એવું આ પહેલી વાર બન્યું.

આંધ્ર પ્રદેશ સરકારે ‘ઇ-કેબિનેટ’નામની એક એપ વિકસાવી છે. રાજ્યના તમામ મંત્રીઓને તેના ઉપયોગ માટે યુઝરનેમ-પાસવર્ડ આપવામાં આવ્યા છે. આ એપ પીસી, લેપટોપ કે આઇપેડ પર એક્સેસ કરી શકાય છે. મંત્રીઓ તેમના ખાતાની વિગતો આ એપમાં અપડેટ કરતા રહે છે, જેથી કેબિનેટની બેઠક મળે ત્યારે મંત્રીની સાથે તેમના કારભારીઓએ ફાઇલ્સના થપ્પા ઊંચકીને જવું ન પડે.

દેશની આ પહેલી ઇ-કેબિનેટની મીટિંગ બંધ બારણે યોજાઈ હતી અને તેના વીડિયો ફૂટેજ કે ફોટોગ્રાફ માત્ર સરકારી વિભાગ દ્વારા જ જારી થયા હોવાથી, મંત્રીઓ પોતાના આઇપેડમાં જોઈતી માહિતી શોધવા માટે મથામણ કરતા હોય કે કંટાળીને માથું ખંજવાળતા હોય એવું કોઈને જોવા મળશે નહીં!

જો ખંતથી અમલ થાય તો એક સરસ પહેલ છે, પણ નવાઈની વાત એ છે કે આંધ્ર પ્રદેશ સરકારની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે કોઈ ઉલ્લેખ નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!