(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, ટેક્નિકલ સપોર્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર વગેરે ક્ષેત્રે રહેલી તકો

શું આ બધા કારકિર્દીના સારા વિકલ્પો છે?

માત્ર ખાનગી સંસ્થાઓનાં સર્ટિફિકેટ્સના આધારે આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી મુશ્કેલ છે, પણ જો ટેકનિકલ કોર્સની સાથે ગ્રેજ્યુએશન પણ કરી લેવામાં આવે અને વ્યક્તિમાં આવડત હોય તો આ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ જઈ શકાય.

આગળ શું વાંચશો?

  • સિસ્ટમ એડમિનની જવાબદારીઓઃ
  • કેટલીક ગેરમાન્યતાઓ
  • સિસ્ટમ એડમિન કેવી રીતે બની શકાય?

સાયબરસફરના વાચક અને અંગત સ્નેહી એવા એક ભાઈ એમના પુત્રની કારકિર્દી અંગે થોડા ચિંતિત હતા. તેમનો પુત્ર ધોરણ ૧૦ પાસ કર્યા બાદ અમદાવાદની એક ખાનગી સંસ્થામાં હાર્ડવેર, નેટવર્ક અને સિસ્ટમનો કોર્સ કરે છે અને તે જ સંસ્થામાં તેને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર તરીકેની નોકરી પણ મળી છે. તેના પિતા, આ ક્ષેત્રથી ખાસ પરિચિત ન હોઈ અને તેમનો પુત્ર ઔપચારિક શિક્ષણ ન લઈ રહ્યો હોઈ તેના ભવિષ્યને લઈને થોડા ચિંતિત હતા. આ લખનારે તેમના પુત્રને મળીને પૂરતી જાત તપાસ વડે ખાતરી કરી કે તેની કારકિર્દી યોગ્ય દિશામાં જઈ રહી છે કે નહિ. અલબત્ત, મુલાકાતના અંતે તેને ખાનગી સંસ્થાના કોર્સ અને સર્ટિફિકેટ્સની સાથે ધોરણ-૧૨ પાસ કરી, ડીગ્રી અપાવતું ઔપચારિક શિક્ષણ લેવાની પણ સલાહ આપી, જેથી કારકિર્દીને શ્રેષ્ઠ રીતે વિકસાવી શકાય.

પાછલા અંકોમાં આપણે અનેક વાર એ ચર્ચા કરી ચુક્યા છીએ કે સોફ્ટવેર અને આઈ. ટી. ક્ષેત્રે ઔપચારિક શિક્ષણની ખાસ કોઈ મહત્તા હોતી નથી. ઘણા યુવામિત્રો ૧૦મા પછી, ૧૨મા પછી, કે ડિપ્લોમા પછી સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, ટેક્નિકલ સપોર્ટ અને તે પ્રકારની કારકિર્દી અપનાવી રહ્યા છે. આને લઈને તેમના વાલીઓ ચિંતત હોય છે અને તેઓ જાણવા માગતા હોય છે કે તેમનાં સંતાન યોગ્ય દિશામાં જઈ રહ્યાં છે નહિ? તેમની ચિંતાનું મુખ્ય કારણ એ હોય છે કે ગ્રેજ્યુએશન કે માસ્ટર ડીગ્રી જેવા પરંપરાગત અભ્યાસને બદલે આ પ્રકારનો અભ્યાસ ખરેખર સારી કારકિર્દીમાં પરિણામશે કે કેમ? તોતિંગ ફી ભર્યા બાદ સંતોષકારક નોકરી મળશે? એવા અનેક પ્રશ્નો તેમને વાલી તરીકે સ્વાભાવિક જ ઉઠતા હોય છે. પ્રસ્તુત લેખમાં આપણે આ બધાં પાસાં વિશે બને એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરીએ.

સૌ પ્રથમ તો સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, ટેક્નિકલ સપોર્ટ, હાર્ડવેર એન્જિનિયર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, સિસ્ટમ આર્કિટેક્ટ, સર્વર એડમિનિસ્ટ્રેટર અને આવા બીજા અનેક પ્રકારના રોલ એક બીજા સાથે ખૂબ જ સામ્ય ધરાવે છે અને ઘણી બધી જવાદારીઓ એક સરખી જ હોય છે અને ત્યાં સુંધી કે તેમના કેટલાકની તો સર્વમાન્ય વ્યાખ્યાઓ પણ નથી. આપણે આ

વખતે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વિશે ચચર્િ કરીએ.

સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરને ટૂંકમાં સિસ્ટમ એડમિન કહેવાય છે.  સિસ્ટમ એડમિનનું કામ શું હોય છે એ સમજીએ.

સિસ્ટમ એડમિનની જવાબદારીઓ :

  1. જ‚રુરિયાત પ્રમાણેનું હાર્ડવેર (કમ્પ્યુટર, સર્વર, રાઉટર વગેરે) ખરીદવું.
  2. હાર્ડવેર મેળવ્યા પછી તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ અને અન્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા.
  3. કમ્પ્યુટરોને નેટવર્ક (LAN/WAN/Wi-Fi) થકી એકમેકથી સાંકળવા.
  4. એક્ટિવ ડિરેક્ટરીમાં યુઝર બનાવવા અને તેમને જ‚રિયાત પ્રમાણેના એક્સેસ રાઇટસ આપવા.
  5. સિસ્ટમ અને નેટવર્કની સલામતી માટે એન્ટિવાઇરસ સોફ્ટવેર, ફાયરવોલ અને અન્ય બંદોબસ્ત કરવો.
  6. ડેટાનો નિયમિત બેકઅપ લેવો.
  7. સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમને નિયમિત રીતે ઉપડેટ કરવા માટે પેચ ડાઉનલોડ કરીને એપ્લાય કરવા.
  8. વપરાશકતર્ઓિને રોજે રોજ જે નાની મોટી તકલીફો ઊભી થાય એનો નિકાલ લાવવો.

સિસ્ટમ એડમિન એક એવી કારકિર્દી છે જેમાં શ‚આતમાં ટેક્નિશિયન લેવલના કામથી માંડીને ભવિષ્યમાં ઈઊઘ કે ઈઋઘને સમક્ષ એવી ઈઈંઘ (ઈવશયર ઈંક્ષરજ્ઞળિફશિંજ્ઞક્ષ ઘરરશભયિ)ની પદવી પણ મળી શકે છે. આ ઉપરાંત આ પ્રકારના કામમાં નેટવર્ક એડમિન, આઈ. ટી. મેનેજર, ડેટાસેન્ટર મેનેજર, ઈન્ફર્મેશન સિક્યુરિટી એક્સપર્ટ વગેરે અનેક પ્રકારની તકો ઉપલબ્ધ છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ, મોબાઈલ વગેરે જેવા ઉભરી રહેલા ક્ષેત્રોને લીધે અનેક નવી તકો ઊભી થવાની. ભારતની જ વાત કરીએ તો કમ્પ્યુટરકરણ હજી માંડ ૧૦ ટકા ધંધા-ઉદ્યોગો સુધી પહોંચ્યું છે. આવનારા વર્ષોમાં આ ટકાવારી વધીને ૧૫ ટકા કે ૨૦ ટકા પણ થાય તોય કેટલી બધી નવી તકો ઊભી થાય?!

સિસ્ટમ એડમિનની જરુ‚રત લગભગ દરેક પ્રકારની સંસ્થાને પડે છે, માટે સંખ્યાત્મક રીતે અનેક તકો ઉપલબ્ધ હોય છે. બીજો એક ફાયદો એ છે કે શેહરો ઉપરાંત ગામડાઓમાં (સ્કૂલોમાં કે સહકારી મંડળીઓમાં) પણ આ પ્રકારની નોકરીઓ મળી શકે છે. સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં જેમ Java, .Net, PHP, Ruby વગેરે વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે અને એક પ્રોગ્રામર સાધારણ રીતે એક જ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં નિષ્ણાત હોય છે એમ સિસ્ટમ એડમિન, કે સર્વર એડમિન પણ અમુક જ પ્લેટફોર્મ પર કામ કુશળતાથી કરી શકે. દા.ત. (Microsoft) Window System Admin હોય એ LINUX System  Admin નું કામ કરી શકતા નથી.


હાર્ડવેર એન્જિનિયર : આપણા ઘરે કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ ઊભો થાય, એ એકદમ ધીમું ચાલતું કે સીડી ડ્રાઈવ ન ચાલતી હોય તો આપણે શું કરીએ છીએ? મોટે ભાગે એક ફોન કરીને હાર્ડવેર એન્જિનિયરને બોલાવીને જે પણ તકલીફ હોય એનું નિરાકરણ લાવીએ છીએ. આ પ્રકારનું કામ ટેક્નિશિયન પ્રકારનું છે.

નેટવર્ક એડમિન : આપણે ઉપર જોયું એમ સિસ્ટમ એડમિનનું કામ કમ્પ્યુટર, સર્વર, યુઝર્સ, સિક્યુરિટી વગેરે સંભાળવાનું હોય છે. જ્યારે નેટવર્ક એડમિનનું કામ ફક્ત કમ્પ્યુટર નેટવર્ક (LAN/WAN), ઇન્ટરનેટ, તેની સિક્યુરિટી વગેરે પર ધ્યાન આપવાનું હોય છે. નેટવર્ક એડમિન વિવિધ ટૂલ્સ વાપરીને સતત નેટવર્કનો લોડ, ટ્રાફિક, કે કોઈ સંભવિત ખતરા ઉપર ચાંપતી નજર રાખતા હોય છે. તેમની, કદાચ, ખાસ જ‚ર તો જ્યારે કોઈ નવું નેટવર્ક નખાતું હોય ત્યારે ફાઇબર કેબલ, સિસ્ટમનું ફિઝિક્લ ઇન્સ્ટોલેશન, I.P. configuration  અને સફળતાપૂર્વક નેટવર્ક કામ કરવા માંડે એમાં હોય છે. નેટવર્ક એડમિન અને સિસ્ટમ એડમિનનું કામ આમ તો ઘણું મળતું આવે છે ત્યાં સુંધી કે આ બંને કામો વચ્ચે નિષ્ણાતો પણ સ્પષ્ટ ભેદરેખા નથી આંકી શકતા.

હા એટલું ચોક્કસ ખરું કે નેટવર્ક એડમિનના ભાગે સિસ્ટમ એડમિન જેટલી વૈવિધ્યભરી જવાબદારી આવતી નથી.

આઈ. ટી. મેનેજર : મધ્યમ કે મોટા કદની કોઈ ફેક્ટરી હોય, બેંક કે કોર્પોરેટ ઓફિસ, મોલ કે કોઈ પંચતારક હોટેલ હોય જ્યાં મોટી સંખ્યામાં કમ્પ્યુટર્સનો ઉપયોગ ધંધા-વેપારની જગ્યાએ થતો હોય ત્યાં એ સંભાળવા માટે આઈ. ટી. મેનેજર જેવા નિષ્ણાતો હાજર હોય છે.

તેમનું કામ ડેટા, સર્વર અને ERP/CRM જેવા બિઝનેસ સોફ્ટવેર્સને મેનેજ કરવાનું હોય છે. આઈ.ટી. મેનેજરનું કામ સિસ્ટમ એડમિનને ખૂબ જ મળતું આવે છે. અલબત્ત, આઈ.ટી. મેનેજરને ભાગે સોફ્ટવેર કે અન્ય પ્રોસેસનું આઉટસોર્સિંગ, બિઝનેસને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા જેવી જવાબદારીઓ પણ આવે છે.

ટેક્નિકલ સપોર્ટ એન્જિનિયર : આ પ્રકારના કામમાં ફોન પર નાની મોટી તકલીફોનું નિરાકરણ લાવવું, ટીમ-વ્યૂઅર જેવા સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટરની એક્સેસ લઈને ટ્રબલશૂટિંગ કરવું, સર્વર પર એક્સેસ રાઈટ્સ આપવા વગેરે અનેક કામો કરવાનાં હોય છે. આ કામો તેમની જટિલતા પ્રમાણે ક૧, ક૨, ક૩ વગેરે શ્રેણીઓમાં વિભાજિત હોય છે. કોલ સેન્ટર કે બીપીઓમાં આ પ્રકારનું કામ ખૂબ થાય છે.

કેટલીક ગેરમાન્યતાઓ :

  • સિસ્ટમ એડમિનનાં કામમાં ફક્ત કમ્પ્યુટર અને નેટવર્કનું જ કામ હોય છે : ના, આ ઉપરાંત મેસેજિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઈમેલ, સ્માર્ટ ફોન/ટેબ્લેટ, ટજ્ઞઈંઙ), બારકોડીંગ સિસ્ટમ, CCTV, એટેન્ડસ સિસ્ટમ વગેરે અલગ અલગ સિસ્ટમોને સંલગ્ન કરવાની હોય છે અને તેમને મેનેજ કરવાની હોય છે.
  • આ પ્રકારના કામમાં પૈસા ઓછા મળે છે : શ‚આતમાં કદાચ ઓછા પૈસા મળે પણ સારો અનુભવ હોય તો આગળ જતાં મહિને છ આંકડાનો પણ પગાર મળી શકે અને બીજા અન્ય ક્ષેત્રોની જેમ જ, જેટલું વધુ જ્ઞાન અને અનુભવ એટલા વધુ પૈસા મળી શકે.
  • આ ક્ષેત્રે બહુ બધા લોકો આવી ગયા છે અને તકો ઓછી છે : ઉપરછલ્લી રીતે આ વાત સાચી લાગી શકે, ખાસ કરીને હાર્ડવેરના ક્ષેત્રે, પણ વાસ્તવિકતા એ છે કે તકો વધી છે પણ સામા પક્ષે ખરેખ‚ જાણકાર લોકો નથી મળતા.
  • આ ક્ષેત્ર બહેનો માટે નથી : આ કામમાં ક્યારેક શારીરિક શ્રમ પણ કરવાનો થાય કે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ કામ કરવનું થાય માટે એવી છાપ ઊભી થઈ શકે પણ સાવ એવું નથી. આ કામ ઘણું ખરું ફક્ત ટેબલ ખુરશી પર બેસીને પણ થઈ શકે એવું હોય છે. માટે બહેનો ધારે તો આ કામ ચોક્કસ કરી શકે છે. પરદેશોમાં તો સારી એવી સંખ્યામાં સ્ત્રીઓ આ ક્ષેત્રે કામ કરતી હોય છે. ઉલટાનું એવું બને છે કે સ્ત્રીઓ તેમના ચીવટભયર્િ સ્વભાવને લીધે આ કામ માટે વધુ યોગ્ય ઠરે છે.
  • આ કામ સારું ભણેલા લોકો માટે નથી અથવા જે ક્યાંય ન ચાલ્યા હોય એ જ લોકો આ ક્ષેત્રમાં આવે છે : આપણે આગળ ઉપર જોયું એમ આ ક્ષેત્રે CIO જેવી ઉચ્ચતમ પદવી પણ મળી શકે એમ છે. આ તો જ શક્ય હોય જ્યારે એટલા પ્રતિભાશાળી વ્યક્તિઓ આ ક્ષેત્રમાં પ્રવેશે, માટે જે ક્યાંય ન ચાલ્યા હોય એ જ લોકો આ ક્ષેત્રમાં આવે છે એ માન્યતા ખોટી છે. હા, એટલું ચોક્કસ સાચું કે સિસ્ટમ એડમિન કે આઈ. ટી. એડમિન બનવા માટે કોઈ ઔપચારિક ડિગ્રીની જ‚રુર નથી હોતી કે નથી તે કામ લાગતી. જોકે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે બેચલર અને માસ્ટર લેવલે પણ આ માટે ખાસ કોર્સ શરુ‚ થયા છે. ચાંગા-સ્થિત ચરોતર યુનિવર્સિટીમાં M.Sc. (Network Technologies)નો એક સ્પેશિયલ કોર્સ શ‚રુ થયો છે જે આ પ્રકારના કામની તાલીમ આપે છે. વધુ તપાસ કરીએ તો ગુજરાતમાં જ આવા થોડા બીજા સ્પેશિયલ કોર્સ મળી શકે, ભારતભરની તો વાત જ ક્યાં કરવી!

સિસ્ટમ એડમિન કેવી રીતે બની શકાય?

કમ્પ્યુટરનો પ્રાથમિક ઉપયોગ આવડતો હોય તો વિન્ડોઝ માટે MCSE (Microsoft Certified System Engineer) અને LINUX માટે RHCP (Redhat Certified Professional) જેવાં સર્ટિફિકેટ મેળવીને આ ક્ષેત્રે પદાર્પણ કરી શકાય છે. ખાનગી સંસ્થાઓ અને હવે તો સરકાર માન્ય કોલેજોમાં પણ સિસ્ટમ, નેટવર્ક, એથિકલ હેકિંગ, સિક્યુરિટી, આઈ. ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા વિષયો ભણાવવામાં આવે છે. મોટા ભાગના વ્યાવસાયિકો આવા કોર્સીસ કરીને આગળ વધે છે. જોકે અખબારમાં છપાતી ભવ્ય જાહેરાત, દેખાદેખી, કે પૂરતી તપાસ કર્યા સિવાય કોઈ પણ ક્લાસમાં મોંઘીદાટ ફી ન ભરી દેવી.

એટલું ચોક્કસ યાદ રાખવું કે ફક્ત કોઈ એક ટેક્નોલોજી, કોઈ એક કોર્સ, કોઈ એક સર્ટીફિકેટ કે ફક્ત થોડો ઘણો અનુભવ લાંબે ગાળે કામમાં નહિ આવે. સારી કારકિર્દી માટે આ સૌ પરિબળો અને કમ સે કમ એક ઔપચારિક ડિગ્રી અને દરેક ક્ષેત્રે સામાન્યપણે લાગુ પડતા ગુણ (ધીરજ, ખંત, કમ્યુનિકેશન સ્કિલ્સ) પણ જ‚રુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!