(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વધુ એક ચાઇનીઝ મોબાઇલ કંપની, ભારતમાં

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં, માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા ફોન વેચવાનું ચલણ વધી રહ્યું છે. મોટોરોલા કંપનીએ તેા મોટો-ઇ, મોટો-જી, મોટો-એક્સ વગેરે ફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા મળે એવી વ્યવસ્થા કરી છે, મતલબ કે આ ફોન આપણે નજીકની મોબાઇલ શોપમાં જઈને ખરીદી શકતા નથી. બીજી અમુક કંપનીઓ પોતાનાં માત્ર અમુક મોડેલ ફક્ત ઓનલાઇન ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા અપનાવી રહી છે.

આગળ શું વાંચશો?

  • ભારતીયોનો વધતો સ્માર્ટફોન વપરાશ
  • ફેસબુકને સ્માર્ટફોનમાંથી આવક વધી
  • ગૂગલ મેપ્સ હવે હિન્દીમાં
  • વિકિપીડિયાએ યુએસ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી
  • હવે મોબાઈલ પર સસ્તાભાવે યુટ્યૂબ
  • તૂટી રહ્યું છે સેમસંગનું રાજ

લિનોવો એ જિયોની જેવી ચાઇનીઝ કંપનીઓને પગલે હવે વધુ એક ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપનીએ ઝિયોમીએ પણ ભારતીય માર્કેટમાં ઝુકાવ્યું છે એ આ કંપનીએ પણ તેના ફોન માત્ર ફ્લિપકાર્ટ પર વેચાય એવું બિઝનેસ મોડેલ અપનાવ્યું છે.

ગયા મહિેને આ કંપનીએ તેનું એમઆઇ૩ નામનું મોડેલ ફ્લિપકાર્ટ પર વેચવા મૂક્યું ત્યારે, ફોન ખરીદવા માગતા લોકોએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે એ પછી જ્યારે ફોનનું વેચાણ શરુ‚ થાય ત્યારે રજિસ્ટર્ડ લોકો જ તે ખરીદી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કંપનીના દાવા મુજબ ફક્ત જુલાઈ ૧૫ી ૨૧ દરમિયાન સાઇટ પર આ ફોન માટે એકાદ લાખ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કર્યું, લોકોનો ધસારો એટલો હતો કે સાઇટ વારંવાર ક્રેશ થઈ. કંપની કુલ કેટલા મોબાઇલ વેચાયા તે આંકડો કહેતી નથી, પણ ફક્ત અડધા કલાકમાં આ ફોન આઉટ-ઓફ-સ્ટોક થઈ ગયો.

પાવરફૂલ પ્રોસેસર, ૨ જીબી રેમ, ફૂલ એચડી ડિસ્પ્લે, મજબૂત બોડી, સારો કેમેરા ૧૬ જીબી સુધીની ઇર્ન્ટલ સ્ટોરેજ વગેરે આ ફોનના જમા પાસાં છે, જોકે તેમાં એક્સ્ટ્રા મેમરી કાર્ડ નાખી શકાતું નથી. આ પહેલાં મોટો-ઇ અને મોટો-જીના કેસમાં, ફ્લિપકાર્ટ પર પાંચ મહિનામાં લગભગ ૧૦ લાખ ફોન વેચાયા છે.

ભારતીયોનો વધતો સ્માર્ટફોન વપરાશ

એરિક્સ કંપનીએ કરેલા એક અભ્સાસમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોન ધરાવતા ભારતીયો રોજના સરેરાશ ત્રણ કલાક પોતાના મોબાઇલ ડિવાઇસ સાથે ચોંટેલા રહે છે! આમાંથી ત્રીજા ભાગનો સમય તેઓ વિવિધ એપ્સ પર વિતાવે છે.
ભારતીયોનો મોબાઇલ વપરાશ અમેરિકન લોકો કરતાં પણ વધુ છે, ત્યાં લોકો રોજના સરેરાશ સવા બે કલાક જેટલો સમય મોબાઇલ પર એક્ટિવ રહે છે.
ભારતનાં ૧૮ શહેરોમાં થયેલા આ સર્વેના તારણો અનુસાર, ભારતીયો રોજ લગભગ ૭૭ વાર પોતાનો મોબાઇલ ચેક કરે છે એ ૨૬ ટકા લોકો તો ૧૦૦થી વધુ વાર મોબાઇલ ચેક કરે છે.

 

ફેસબુકને સ્માર્ટફોનમાંથી આવક વધી

થોડા સમય પહેલાં ફેસબુક ફોનની વાત ગાજી હતી, પણ સરેરાશ સ્માર્ટફોનમાં નજીવો ફેરફાર કરતા આ  ફોનને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ધાર્યા  મુજબનો પ્રતિસાદ મળ્યો નહોતો. પરંતુ મોબાઇલ સાથેની ફેસબુકનો બીજી રીતનો સંબંધ ફેસબુકને જબરજસ્ત ફળ્યો છે.

ફેસબુકના એક્ટિવ યુઝર્સની સંખ્યામાં આ વર્ષે ગયા વર્ષ કરતાં ૩૧ ટકા જેટલો જબરો વધારો થયો છે, જેમાં મોબાઇલના વધતા પ્રભાવે સિંહભાગ ભજવ્યો હોવાનું મનાય છે. એટલું જ નહીં, એપ્રિલ ૨૦૧૪થી જૂન ૨૦૧૪ સુધીના ત્રણ મહિનામાં ફેસબુકે જાહેરાતમાંથી ૨.૬૮ અબજ ડોલર (લગભગ ૧૬૧ અબજ ‚રુપિયા) જેટલી કમાણી કરી, તેમાંથી ૬૨ ટકા આવક મોબાઇલ પરની જાહેરાતોથી થઈ છે!

આવકો આંકડો સતત વધતો રહે એ માટે ફેસબુકે હવે વીડિયો જાહેરાતો પણ લોન્ચ કરી છે અને તેેને પણ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફેસબુકે પોતાની સાઇટ પર જાહેરાતની સીધું જ ‘બાય’ બટ મૂકીને ફેસબુક પરથી જ જે તે વસ્તુની સીધી ખરીદી થઈ શકે એવી વ્યવસ્થા પણ શરુ‚ કરી છે, જોકે ફેસબુક કહે છે આ અત્યારે તો જાહેરાત આપનારા લોકો માટે એક વધારાની સુવિધા છે એ તેનાથી ફેસબુકને કોઈ આવક થતી નથી..

 


ગૂગલ મેપના નવા વર્ઝનનો ઉપયોગ કરતા લોકોના ધ્યાનમાં આ વાત આવી હશે – મેપમાંથી હવે વિકિપીડિયાનું લેયર ગાયબ થઈ ગયું છે. મતલબ કે આપણે મેપ પર કોઈ સ્થળ જોઈએ એ તેના વિશેના વિકિપીડિયા આર્ટિકલ સુધી એક ક્લિકમાં હોંચી જઈએ એવું હવે શક્ય રહ્યું નથી.

ગૂગલ મેપ્સ હવે હિન્દીમાં

ગૂગલ મેપ્સ પર હવે તમે હિન્દીમાં પણ જાણકારી મેળવી શકશો. ગયા મહિનાના અંત ભાગમાં ગૂગલ મેપ્સનું હિન્દી વર્ઝ લોન્ચ થયું. આ હિન્દી મેપ્સ ગૂગલ મેપ્સના નવા વર્ઝન પર જ જોવા મળશે. એન્ડ્રોઇડ પર એ માત્ર ૪.૩ કે તેનાથી ઉપરનું વર્ઝન ધરાવતાં સાધનોમાં જોઈ શકાશે.

અલબત્ત, આ સગવડ સરેરાશ લોકોની મુશ્કેલી વધારે એવી છે. ડેસ્કટોપ પર ગૂગલ મેપનું વર્ઝન જોવું હોય તો આપણે સમગ્ર ગૂગલ એકાઉન્ટ માટે હિન્દી ભાષા પસંદ કરવી પડે છે. એટલે કે, ??? પર જઈને આપણે સર્ચ બોક્સ નીચે હિન્દી પર ક્લિક કરીએ તો પછી મેપ ઉપરાંત ગૂગલની બધી સર્વિસમાં ઘણું ખરું લખાણ હિન્દી ભાષામાં મળશે.

એન્ડ્રોઇડમાં, આપણે ફોનના સેટિંગ્સમાં લેંગ્વેજ એન્ડ ઇનપૂટ મેનુમાં ભાષામાં હિન્દીની પસંદગી કરવાની રહે છે.

જે લોકોને ઇંગ્લિશ બિલકુલ ફાવતું નથી એમા માટે આ સગવડ ચોક્કસ કામની છે. ગૂગલ કહે છે કે ગૂગલની બધી સેવાઓ બને એટલી વધુ ભાષાઓમાં આવો પ્રયાસ સતત ચાલુ જ છે, એટલે વહેલામોટું મેપ્સ ગુજરાતીમાં પણ વાંચવા મળશે!

 

વિકિપીડિયાએ યુએસ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિકિપીડિયાના લેખોમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, પરંતુ આ એડિટ્સ અંગે વિકિપીડિયાની એક ચોક્કસ નીતિ છે એ હમણાં આ નીતિનો બહુ કડક અમલ કરવામાં આવ્યો.

થયું એવું કે યુએસ કોંગ્રેસના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝ (કંઈક અંશે આપણી લોકસભા)ના આઇપી એડ્રેસ પરથી વિકિપીડિયાના લેખોમાં અયોગ્ય અને વાંધાજનક ફેરફારો કરવામાં આવી રહ્યા હતા અને એનાથી  કંટાળીને આખરે વિકિપીડિયાએ યુએસ કોંગ્રેસમાંથી કરવામાં આવતા એડિટ્સ ૧૦ દિવસનો પ્રતિબંધ લાદી દીધો. દેખીતી વાત છે કે પેલા ખોટા ફેરફારો કોઈ એક વ્યક્તિ કરતી હતી, પણ એની સજા બધા લોકોને થઈ હોવાથી યુએસ કોંગ્રેસના પદાધિકારીઓ અકળાયા છે. જોકે વિકિપીડિયા કહે છે કે યુએસ કોંગ્રેસના આઇપી એડ્રેસ પરથી કોઈ વ્યક્તિ પોતાની સાચી ઓળખ છતી કરીને, પોતાના એકાઉન્ટની  વિકિપીડિયામાં લોગ-ઇન થઈને હજી પણ ફેરફાર કરી શકે છે.

વિકિપીડિયા પોતાના લેખોની ગુણવત્તા જાળવી રાખવા માટે આટલાં કઠોર પગલાં પણ લઈ શકે છે, એ આપણા જેવા માટે ધરપત આપતા સમાચાર છે.

 

હવે મોબાઇલ પર સસ્તા ભાવે યુટ્યૂબ

ભારતમાં યુટ્યૂબ પર વીડિયો જોતા લોકોના પ્રમાણમાં દર વર્ષે ૫૦ ટકાનો વધારો થતો જાય છે. અમુક અહેવાલ અનુસાર આપણા દેશમાં દર મહિેને ૩.૭ અબજ ઓનલાઇન વીડિયો જોવામાં આવે છે! વીડિયો જોવાનું પ્રમાણ આટલા મોટા પ્રમાણમાં વધ્યું હોવાનું એક મોટું કારણ એ છે કે હવે લોકો ગમે ત્યાં, ગમે ત્યારે પોતાના મોબાઇલ કે ટેબલેટ પર પણ વીડિયો જોઈ શકે છે. ભારતની એક જાણીતી ટેલિકોમ કંપનીના ઉચ્ચ અધિકારીના મતે યુટ્યૂબનો ૪૦ ટકા ટ્રાફિક હવે મોબાઇલ અને ટેબલેટ પરથી આવે છે.

આ જ કારણે યુટ્યૂબ અને ટેલિકોમ કંપનીઓ ભારતીય ગ્રાહકોને વધુ ને વધુ આકર્ષવા મથી રહી છે. સામાન્ય રીતે મોબાઈલ વીડિયો જોવાનું બહુ મોંઘું પડતું હોવાનો મત છે એ આ રહ્યોસહ્યો અંતરાય દૂર કરવા માટે યુટ્યૂબે ટાટા ડોકોમો સાથે ટાઇ-અપ કર્યું હોવાના સમાચાર છે. આ ટાઇ-અપના કારણે ટાટા ડોકોમોના ૩જી ગ્રાહકો ફક્ત રુા. ૯માં ૧૦૦ એમબી વીડિયો જોઈ શકશે, જેની માન્યતા ૧ દિવસની રહેશે, રુા. ૧૯માં ૩ દિવસની વેલિડિટી સાથે ૧૫૦ એમબી વીડિયો અને રુ. ૩૯ના પ્લાનમાં સાત દિવસની વેલિડિટી સાથે ૩૦૦ એમબી ડેટાના વીડિયો જોઈ શકશે.

૧૦૦ એમબીનો વીડિયો એટલે કેટલોક લાંબો વીડિયો એવો સવાલ થયો હોય તો જાણી લો કે તમે ૨૪૦પીની  ઠીકઠીક ક્વોલિટીનો વીડિયો જુઓ તો ૯ રુપિયામાં ૨૦-૩૦ મિનિટનો વીડિયો જોઈ શકો.

 

તૂટી રહ્યું છે સેમસંગનું રાજ

હજી થોડા સમય પહેલાં દક્ષિણ કોરિયાની સેમસંગ કંપની તેના સ્માર્ટફોનના બિઝેસમાંથી જંગી નફો રળતી હતી. સેમસંગે ગૂગલ એન્ડ્રોઇડના પ્રીમિયમ અને મીડ બજેટના ફોનની વિશાળ શ્રેણીથી નોકિયા અને બ્લેકબેરીને સખત પછાડ આપી અને એપલને પણ સેમસંગથી તકલીફ થવા લાગી. હવે સ્થિતિ બદલાઈ છે. ચીનમાં ઝિઓમી એ લિનોવોના ફોન્સ અને  સ્માર્ટફોન મોટા માર્કેટ ભારતમાં સંખ્યાબંધ લોકલ પ્લેયર્સના કારણે સેમસંગના એકચક્રી શાસનમાં તડાં પડવા લાગ્યાં છે. સેમસંગે છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં નફામાં સતત ઘટાડો જોયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!