(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ મહિલા દિને કરો કંઈક નવું!

ભારત દુનિયાના એવા કેટલાક અજબ દેશોમાંનો એક છે, જ્યાં ઇન્ટરનેટના યુઝર્સમાં પુરુષોનું પ્રમાણ ઘણું વધુ છે, ભારતમાં ઇન્ટરનેટ પર એક્ટિવ યુઝર્સમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૩૦ ટકા છે! ગૂગલે આ સ્થિતિ સુધારવા કમર કસી છે કેમ કે ગૂગલના મતે જો મહિલાઓ ઓનલાઇન સક્રિય થાય તો તેમના જીવન અને સરવાળે આખા સમાજ પર ઘણી હકારાત્મક અસર થાય.

ગૂગલે ૨૦૧૪ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછી ૫ કરોડ મહિલાઓને ઇન્ટરનેટ પર સક્રિય બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે ઇન્ટેલ, એચયુએલ, ફ્યુચર ગ્રુપ અને એક્સિસ બેન્ક જેવા પાર્ટનર્સના સાથમાં ગૂગલે ‘હેલ્પિંગ વિમેન ગેટ ઓનલાઇન’ સામે એક ઝુંબેશ ઉપાડી છે. સાથોસાથ જ્હોન્સન એન્ડ જ્હોન્સન, ઇન્ડિયાટાઇમ્સ, હેલ્થકાર્ટ વગેરે તરફથી મહિલાઓને ઉપયોગી બને તેવા કન્ટેન્ટના સ્વરૂપમાં મદદ મળી રહી છે. જો તમને પણ ફુરસદના થોડા સમયમાં ઇન્ટરનેટ પર સક્રિય થવામાં રસ હોય તો આ સાઇટ જોઈ જુઓ : http://www.hwgo.com

આઇએમઆરબી નામની જાણીતી રિસર્ચ સંસ્થાના અભ્યાસ અનુસાર મહિલાઓ ત્રણ કારણોસર ઇન્ટરનેટથી દુર રહે છે, એક્સેસ, નોલેજ અને અવેરનેસનો અભાવ. ગૂગલ પોતાની ખાસ વેબસાઇટની મદદથી આ ત્રણે દિશામાં કંઈક અસર કરવા ઇચ્છે છે.

તમે ઇન્ટરનેટ પર સક્રિય બનવાની શરૂઆત કરી રહ્યાં હો કે ઠીક ઠીક આગળ વધી ગયાં હોય, આ સાઇટ તમને મદદરૂપ ચોક્કસ થશે કેમ કે અહીં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગને લગતી પ્રાથમિક માહિતી એકદમ ફ્રેન્ડલી નાના-નાના વીડિયો સ્વરૂપે મળશે. ખુશીની વાત એ છે કે આ બધા વીડિયો ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. સાથોસાથ બાળસંભાળની ટીપ્સ, રસોઈની ટીપ્સ, આર્થિક બાબતોને લગતી ટીપ્સ અને રોજિંદા કામકાજને લગતી ટીપ્સ પણ જાણવા મળશે!

મહિલા દિન ફક્ત આઠમી માર્ચે ઉજવીને ભૂલી જવાનો દિવસ નથી. તમે આ સાઇટનો લાભ લઈને બીજાને ઇન્ટરનેટ પર સક્રિય થવામાં મદદ કરશો તો એમના જીવનમાં પણ ખુશાલીની નવી લહેર આવી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!