(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નોકિયા એક્સ : નવી તરેહનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સ્માર્ટફોનમાં ખરેખર અફરાતફરીનો માહોલ છે! એક તરફ માઇક્રોસોફ્ટ પોતાની લાઇસન્સ ફી જતી કરીને પણ સ્માર્ટફોન માર્કેટમાં વિન્ડોઝ પુશ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ નોકિયાએ સાડા સાત-સાડા આઠ હજાર જેવી બજેટ પ્રાઇસમાં એન્ડ્રોઇડ ફોન રજૂ કર્યા છે. થોડા સમય પહેલાં બાર્સિલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયાએ તેના પહેલા એન્ડ્રોઇડ ફોન રજૂ કયર્િ હતા. હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યા છે.

આગળ શું વાંચશો?

  • હવે વિન્ડોઝ ફોન પણ બજેટ રેન્જમાં મળશે
  • મોબાઈલ ચાર્જ કરતા શૂઝ

અલબત્ત, આ ફોન પૂરેપૂરા એન્ડ્રોઇડ ફોન નથી અને બીજા એન્ડ્રોઇડ ફોન કરતાં તે જુદા પ્રકારના એન્ડ્રોઇડ ફોન છે! આપણે જેને એન્ડ્રોઇડ સ્માર્ટફોન તરીકે ઓળખીએ છીએ તેમાં એન્ડ્રોઇડની ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ (જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ફ્રી છે) ઉપરાંત, ગૂગલ કોડનો પણ ઉપયોગ થયો હોય છે (જેના માટે મેન્યુફેક્ચરિંગ કંપનીએ કિંમત ચૂકવવી પડે છે).

આ ગૂગલ કોડને કારણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર, ગૂગલ મેપ્સ વગેરે ગૂગલની પોતાની એપ્સનો લાભ લઈ શકાય છે (ગૂગલ સ્માર્ટ બિઝનેસ કંપની છે, એક રીતે એવું કહી શકાય કે તેણે લોકોને ફરવા માટે કાર ફ્રી આપી દીધી, પણ એમાં ગૂગલનું જ પેટ્રોલ ભરાવવું પડે એવી ગોઠવણ કરી!). ગૂગલે તેની ઘણી બધી સર્વિસને ગૂગલ પ્લે સર્વિસ સાથે સાંકળી છે, પરિણામે જે સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ન હોય તેમાં ગૂગલની બધી સર્વિસનો પૂરેપૂરો લાભ મળતો નથી.

નોકિયાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફક્ત એન્ડ્રોઇડ ઓપનસોર્સ ઓએસનો ઉપયોગ થયો છે, આખા ગૂગલ કોડનો નહીં. એટલે તેમાં ગૂગલ પ્લે સ્ટોર કે ગૂગલ મેપ્સ જેવી સુવિધા નથી. નોકિયાના ફોનમાં વિવિધ એપ્સ ડાઉનલોડ કરી શકાય છે, પણ એ નોકિયાના પોતાના એપ્સ સ્ટોરમાંથી.

નોકિયા અને માઇક્રોસોફ્ટે હવે હાથ મિલાવ્યા હોવાથી, નોકિયા એક્સ એન્ડ્રોઇડ ફોન હોવા છતાં તેમાં માઇક્રોસોફ્ટની અસર વધુ વતર્યિ છે. તેમાં માઇક્રોસોફ્ટની વનડ્રાઇવ, આઉટલૂક અને ગૂગલ મેપ્સને બદલે નોકિયાની હીયર મેપ્સ સર્વિસ છે. હા, આમાં ફેસબુક અને ઓપેરા બ્રાઉઝર મળશે. બીજા બધા એન્ડ્રોઇડ ફોનમાં મેનુ, હોમ અને બેક એમ ત્રણ બટન હોય છે અને નોટિફિકેશન્સ માટે શટર હોય છે, જ્યારે નોકિયા એક્સમાં ફાસ્ટલેન તરીકે ઓળખાતી નોટિફિકેશનની સગવડ અને ફક્ત એક બેક બટન છે.

ફોનમાં ૧ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ-કોર પ્રોસેસર અને ૫૧૨ એમબી રેમ છે. તેમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ૪ જીબી છે. કેમેરા ફક્ત ૩ એમપીનો અને એ પણ ફિક્સ્ડ ફોકસ સાથે તથા એલઇડી ફ્લેશ વિનાનો છે. આ કિંમત અને સ્પેસિફિકેશન્સને બીજા ભારતીય કંપનીઓના સ્માર્ટફોન સાથે સરખાવીએ તો નોકિયા એક્સમાં કિંમતના પ્રમાણમાં ઘણો ઓછો લાભ મળે છે. ‘ફોન લેવો તો નોકિયાનો’ એ જમાનો આ ફોનથી ફરી પાછો આવે એવી શક્યતા નથી. નોકિયા એક્સ એન્ડ્રોઇડ ફોન હોવા છતાં, તમે એન્ડ્રોઇડની સરેરાશ અપેક્ષાઓ સાથે આ ફોન ખરીદશો તો નિરાશ થશો.


હવે વિન્ડોઝ ફોન પણ બજેટ રેન્જમાં મળશે

એક ખબર અનુસાર, માઇક્રોસોફ્ટ વિકાસની વધુ શક્યતા ધરાવતાં ભારત જેવાં બજારોમાં પોતાની હાજરી વધારવા માટે મોબાઇલ હેન્ડસેટ મેન્યુફેક્ચર્સને પોતાની ઓપરેટિંગ સિસ્ટમ કોઈ લાઇસન્સ ફી વિના આપવાનું વિચારે છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે માઇક્રોસોફ્ટ લાઇસન્સ ફી ઘટાડશે, પણ હવે તો એ તદ્દન ફ્રી આપવાની વાત છે.

લાવા, કાર્બન, માઇક્રોમેક્સ, ઝોલો વગેરે ભારતીય કંપનીઓ આ વિશે માઇક્રોસોફ્ટના સંપર્કમાં હોવાનું કહેવાય છે. ઝોલો કંપનીએ તો વિન્ડોઝ ઓએસ ધરાવતું ટેબલેટ રજૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

આનો અર્થ એ થયો કે અત્યાર સુધી આપણને માત્ર એન્ડ્રોઇડ ઓએસ ધરાવતા બજેટ સ્માર્ટફોન જ મળી શકતા હતા, હવે ઓછી કિંમતના વિન્ડોઝ ફોનના વિકલ્પ પણ મળી શકશે.

ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ હોવાથી કોઈ પણ કંપની તેને યથાવત રાખીને કે તેમાં ફેરફાર કરીને પોતાના હેન્ડસેટમાં ઉપયોગમાં લઈ શકે છે – બિલકુલ ફ્રીમાં, એવું આપણે માનીએ છીએ, પણ હકીકતમાં એવું નથી.


પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોરનો લાભ આપવા માટે કંપનીઓએ ફી ચૂકવવી પડે છે. એન્ડ્રોઇડની લોકપ્રિયતા જબરજસ્ત વધી હોવાથી ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આટલો ભોગ આપવા તૈયાર હોય છે, જ્યારે માઇક્રોસોફ્ટે સ્માર્ટફોનમાં પગ જમાવવાનો બાકી હોવાથી તેણે વિન્ડોઝ ઓએસ માટેની ફી માફ કરવાનો નિર્ણય લેવો પડ્યો હોવાની શક્યતા છે.

અત્યારે સેમસંગ, એલજી, સોની જેવી ઇન્ટરનેશનલ કંપનીઓ માત્ર એન્ડ્રોઇડ પર આધારિત છે અને ભારતીય કંપનીઓ સસ્તા એન્ડ્રોઇડ ફોનથી તો તેમને હંફાવી જ રહી છે, હવે જો સસ્તા વિન્ડોઝ ફોનના વિકલ્પ પણ આપી શકાય તો સાદા ફોનમાંથી સ્માર્ટફોનમાં ક્ધવર્ટ થતા લોકોનું પ્રમાણ વધે અને ભારતીય કંપનીઓ વિદેશી કંપનીઓને વધુ લડત આપી શકે.


મોબાઇલ ચાર્જ કરતા શૂઝ

ઉત્તરાખંડના નૈનિતાલમાં બારમા ધોરણમાં ભણતા રાજેશ અધિકારી નામના એક વિદ્યાર્થીએ મોબાઇલ ચાર્જ કરી શકે એવા શૂઝ બનાવ્યા છે! નૈનિતાલમાં હીમવર્ષા સમયે વારંવાર, લાંબા સમય સુધી વીજળી ડૂલ રહે છે, એટલે રાજેશને વિચાર આવ્યો કે માણસની હલનચલનથી જ વીજળી પેદા થઈ શકે તો? રાજેશે પહેલાં તો શૂઝમાં ચાર્જ થઈ શકે તેવી બેટરી લગાવીને તેનાથી ઘરમાં બલ્બ ચલાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી અને પછી ઝબકારો થયો કે આ રીતે તો મોબાઇલ પણ ચાર્જ થઈ શકે! હવે રાજેશ વાયર વિના મોબાઇલ ચાર્જ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં ગૂંથાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!