(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ ટેક્નોલોજીનો નવો ઉપયોગ

ધારો કે તમારી પાસે તમારી પોતાની લાયસન્સ્ડ ગન છે. સામાન્ય રીતે તમે તેને લોક કરેલા ડ્રોઅરમાં મૂકી રાખો છો, પણ એક વાર ડ્રોઅર લોક કરવાનું ભૂલી ગયા અને ગન તમારી નાનકડી દીકરીના હાથમાં આવી ગઈ…

આપણા દેશમાં રાયફલ સાફ કરવા જતાં કે ભૂલથી ટ્રીગર દબાઈ જતાં પોલીસ કે લશ્કરી જવાનના મૃત્યુના કમનસીબ બનાવો અખબારોમાં ચમકે છે, પણ અમેરિકા જેવા દેશોમાં આવું પરિવારના સ્તરે થાય છે. અમેરિકામાં માત્ર ૨૦૧૦ના એક વર્ષમાં એકથી ૧૪ વર્ષનાં ૬૨ બાળકો આવા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં અને ૧૫,૫૭૫ ઇજા પામ્યાં હતાં. ત્યાં સ્કૂલ શૂટિંગના બનાવો કરતાં પણ આ રીતે અકસ્માતે થતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધુ છે.

 

ઓમર કિયાની નામના ડેટ્રોઇડ શહેરના એક એન્જિનીયર નાના હતા ત્યારે તેમને આવા જ એક અકસ્માતમાં મોં પર ગોળી વાગી હતી. મોટા થયા પછી ઓમર કહે છે, ‘હું પોતે આવા અકસ્માતનો ભોગ બનેલો છું, હવે મારી પાસે ગન છે અને મારાં બાળકો પણ છે. મારે કંઈક એવું કરવું હતું કે જે મારી સાથે બન્યું એ મારાં બાળકો સાથે ન બને.’

ઓમરે એના ઉપાય તરીકે, મોબાઇલ ક્ષેત્રે આવેલી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આઇડેન્ટિટીલોક નામે ગન પર ચઢાવી શકાય એવું સેફ્ટીલોક વિક્સાવ્યું છે. આઇફોન ફાઇવએસમાં જે ફિંગરપ્રિન્ટ સેન્સર્સના ઉપયોગથી ફોનના માલિકની ઓળખ થાય છે એ સેન્સર્સને એફબીઆઈએ એપ્રૂવ કરેલ છે અને ઘણા સિક્યુરિટી સ્કેનર્સમાં તેનો ઉપયોગ થાય છે.

આઇડેન્ટિટી લોકમાં, ગનની ટ્રીગર પર આ સેન્સરવાળું એક લોક ફીટ કરી શકાય છે અને ટ્રીગર તેનાથી ઢંકાયેલી રહે છે. જો ગનના માલિક સિવાયની અન્ય કોઈ વ્યક્તિના હાથમાં એ ગન આવે અને ફિંગરપ્રિન્ટ્સ મેચ ન થાય તો ટ્રીગર પરનું પેલું કવર યથાવત રહે છે. જો આકસ્મિક સંજોગમાં ગનમાલિક પોતે ફાયર કરવા ઇચ્છે તો તેના ફિંગરપ્રિન્ટ મેચ થતાં એક સેક્ન્ડ જેટલા સમયમાં પેલું કવર નીચે પડી જાય છે અને પછી ટ્રીગર પ્રેસ કરી શકાય છે. એન્જિનીયર્સ આ સમયમમર્યાદા હજી વધુ ઘટાડવા માટે મથી રહ્યા છે. આ પ્રકારની ગનમાં એકથી વધુ લોકોને ગનના ઓથોરાઇઝ્ડ યુઝર્સ બનાવવા માટે તેમની ફિંગરપ્રિન્ટ્સ સેટ કરી શકાય છે.અમેરિકામાં વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરમાં જ ચોરેલી ગનથી ગોળીબારની ઘટનાઓ વધ્યા પછી અમેરિકન પ્રેસિડેન્ટે પોતે સેફર ટેક્નોલોજીસ વિક્સાવવાની સૂચનાઓ આપી છે અને તેના પરિણામે આ દિશામાં સંશોધનો વધી રહ્યાં છે. સ્માર્ટ ટેક ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ આ દિશામાં બેસ્ટ આઇડિયા માટે ૧૦ લાખ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું છે. એક કંપનીએ ગનમાલિકના કાંડા પરની ઘડિયાળ સાથે ગનની રેડિયો ફ્રિકવન્સી મેચ થાય તો જ ગન ઓપરેટ થાય એવી ટેક્નોલોજી વિક્સાવી છે.

અલબત્ત, આવી સ્માર્ટગનનો વિરોધ પણ થઈ રહ્યો છે, ખાસ કરીને ગન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ (અમેરિકામાં ગનના ઉપયોગને અધિકાર ગણનારા લોકો પણ છે) અને ગન મેન્યુફેક્ચરર્સ તરફથી. તેમને લાગે છે કે સ્માર્ટગનનો કન્સેપ્ટ જો સફળ થશે તો આવી ટેકનોલોજી દરેક પ્રકારની ગન માટે ફરજિયાત બની જશે અને તેમના બિઝનેસને હાનિ પહોંચશે.

એટલું ચોક્કસ કે મોબાઇલ ટેક્નોલોજી મોબાઇલ ઉપરાંત બીજે પણ કામ લાગે અને કોઈની જિંદગી બચે તો એથી વધુ સારું શું?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!