ગયા મહિને અખબારોમાં પહેલા આખા પેજની જાહેરાત સાથે જે સ્માર્ટફોન લોન્ચ થયો અને મોટો જી ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર લોન્ચ થયાના થોડા જ સમયમાં આઉટ-ઓફ-સ્ટોક પણ થઈ ગયો હતો. હવે એ ફરી ઉપલબ્ધ થઈ ગયો છે. જો તમે સરખામણીમાં આકર્ષક કિંમતે પાવરપેક્ડ સ્માર્ટફોન ફોન તરીકે મોટો જી તરફ નજર દોડાવી રહ્યા હો તો આ ફોનમાં શું વધુ મળે છે એ શું ઓછું મળે છે એનાં લેખાંજોખાં કરી લઈએ.
આગળ શું વાંચશો?
- પ્રીમિયમ સેગમેન્ટમાં ઝોલોની એન્ટ્રી
- ફૂલ એચડી સ્ક્રીન સાથે બજેટ સ્માર્ટફોન
- ઝોલોનો નવોબજેટ ફોન
- વિશ્વનો સૌથી પાતળો ફોન
- ગુજરાતી ફોન્ટવાળો બજેટ સ્માર્ટફોન
- કી-બોર્ડ સાથે ટેબલેટ
ભારતમાં મોટો જી ફોનનાં બે મોડેલ ઉપલબ્ધ છે, એક ૮ જીબીનુ છે એ બીજું ૧૬ જીબીનુ છે. બંનેની કિંમત અનુક્રમે રુા. ૧૨,૪૯૯/- અને રૂ. ૧૩,૯૯૯/- છે. બંનેમાં મુખ્ય તફાવત સ્ટોરેજ કેપેસિટીનો છે. બંને ફોનમાં એક્સપાન્ડેબલ મેમરીની સુવિધા નથી.
શરૂઆત સ્ક્રીનથી કરીએ, તો મોટો જીમાં ૪.૫ ઇંચનો સ્ક્રીન છે. આ આઇપીએસ એલસીડી સ્ક્રીન ૭૨૦x ૧૨૮૦ પિકસેલનું રેઝોલ્યુશન ધરાવે છે. તેમાં ૩૨૯ પિકસેલ પર ઇંચની પિકસેલ ડેન્સિટી છે. યાદ રહે કે આઇફોન ફાઇવએસમાં ૩૨૬ પીપીઆઈની ડેન્સિટી છે. સ્ક્રીનનો વધુ એક ફાયદો એ છે કે તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૩ છે, તેથી સ્ક્રેચીઝ સામે રક્ષણ મળે છે, સામાન્ય રીતે હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં જ આ પ્રકારના ગ્લાસ હોય છે.
ઓપરેટિંગ સિસ્ટમની દૃષ્ટિએ જોઈએ તો પ્રાથમિક રીતે એન્ડ્રોઇડ ૪.૩ જેલિબિન વર્ઝન છે, પણ ખરીદ્યા પછી તમે તરત તેે એન્ડ્રોઇડા લેટેસ્ટ ૪.૪.૨ કિટકેટ વર્ઝનને અપડેટ કરી શકો છો (તમારો નવો ફોન ૪.૪.૨ સાથે જ આવે એવું પણ બની શકે!). એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનની સાથોસાથ ગૂગલના મોબાઇલ માટેના તમામ લેટેસ્ટ અપડેટ્સનો લાભ આ ફોનમાં સહેલાઈથી મળે છે.
મોટો જીમાં ૧.૨ ગીગાહર્ટઝ ક્વોડ-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન ૪૦૦ પ્રોસેસર અને ૧ જીબી રેમ છે. તેની બેટરી ૨૦૭૦ એમએએચની છે. મોટો માઇગ્રેટ નામની સુવિધાથી તમે તમારા જૂના એન્ડ્રોઇડ ફોનની કોલ અને ટેક્સ્ટ હિસ્ટ્રી સહિત બધો જ ડેટા વાયરલેસલી નવા હેન્ડસેટમાં ટ્રાન્સફર કરી શકો છો.
કેમેરાની વાત કરીએ તો મોટો જી માં એલઇડી ફ્લેશ સાથે ૫ મેગા પિકસલનો રીયર કેમેરા એ ૧.૩ મેગા પિકસેલનો ફ્રન્ટ કેમેરા છે.
તો આટલું મળે છે મોટો જીમાં. ઇન્ડિયન સ્માર્ટફોન સાથે જો મોટો જીને સરખાવીએ તો લગભગ આટલી જ કિંમતના ઇન્ડિયન સ્માર્ટફોનમાં વધુ મોટી સ્ક્રીન સાઇઝ (આટલી ક્લેરિટી નહીં) એ વધુ મેગાપિકસેલના કેમેરાનો લાભ મળે છે. પરંતુ પરફોર્મન્સ અને એન્ડ્રોઇડના વર્ઝનની રીતે મોટો જી ચડિયાતો છે.
મોટો જીનો સૌથી મોટો ફાયદો એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન, સૌથી પહેલાં મળતા અપડેટ્સ અને તેની સાથે મળતા ગૂગલના નવા અપડેટ્સો છે.
તો સૌથી મોટો ગેરફાયદો ઓછી મેમરીનો છે. તમે જો ૮ જીબીવાળું મોડેલ લો તો તેમાં ફક્ત ૫.૫ મેમરી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે એપ્સ જે રીતે વજનદાર બની રહી છે તે જોતાં આટલી મેમરી ફક્ત વિવિધ એપ્સ પાછળ જ ખર્ચાઈ જશે, મ્યુઝિક અને વીડિયો માટે જગ્યા રહેશે નહીં. હા, ગૂગલ મોટા જીના માલિકે ગૂગલ ડ્રાઇવ પર બે વર્ષ માટે વધારાની ૫૦ જીબીની સ્ટોરેજ ફ્રી આપે છે, પણ એ ક્લાઉડ સ્ટોરેજ થયું, ગીતો સાંભળવા માટે દર વખતે નેટ કનેક્ટ કરવું તો મોંઘું પડે!
બીજી એક મહત્ત્વની વાત, નામમાં જી છે અને મોટોરોલા કંપની ગૂગલે ખરીદી લીધી છે એટલે આ ફોનને ગૂગલનો ફોન સમજતા હો તો જાણી લો કે વાત સાચી હતી, પણ સાચી રહી નથી. ગૂગલે મોટોરોલા કંપનીમાંનો તેનો હિસ્સો લિનોવો કંપનીને વેચી દીધો છે. હવે નિર્ણય તમારો!
પ્રીમિયમ સેગમેન્ટમાં ઝોલોની એન્ટ્રી
બજેટ સ્માર્ટફોનમાં સફળતા મળ્યા પછી ઝોલો કંપનીએ હવે પ્રીમિયમ સેગમેન્ટ તરફ પણ ધ્યાન આપવાની શરુઆત કરી છે. અત્યાર સુધી રૂ. ૭,૦૦૦ીથી રૂ. ૧૨,૦૦૦ની રેન્જમાં નોંધધાત્ર રીતે સારાં સ્પેસીફિકેશન આપીને આ કંપનીએ ટૂંકા સમયમાં પોતાની ઓળખ ઊભી કરી લીધી છે. હવે પહેલી વાર ઝોલો તરફથી રૂ. ૨૦,૯૯૯ની કિંમતો પ્રીમિયમ સ્માર્ટફોન (ક્યુ૩૦૦૦) રજૂ થઈ રહ્યો છે. ફોનનાં મુખ્ય આકર્ષણમાં ફૂલ એચડી ૫.૭ ઇંચો ૧૯૨૦x૧૦૮૦ પિકસેલનો ડિસ્પ્લે, ૧.૫ ગીગાહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસર, વધુ ચાલતી બેટરી અને ઓછા પ્રકાશમાં સારું રીઝલ્ટ આપતો કેમેરા સામેલ છે. ફોનમાં ૨ જીબી રેમ અને ૧૬જીબીની ઇર્ન્ટલ મેમરી છે. અલબત્ત, એન્ડ્રોઇડનું વર્ઝન ૪.૨.૧ છે, જે હવે પ્રીમિયમ ફોન માટે જૂનું કહેવાય.
ફૂલ એચડી સ્ક્રીન સાથે બજેટ સ્માર્ટફોન
તમે ફૂલ-એચડી સ્ક્રીનવાળો સ્માર્ટફોન જ લેવા માગતા હો પણ મોટી બ્રાન્ડમાં બજેટ જરા વધી જતું હોય તો કાર્બનનો ટાઇટેનિયમ એક્સ ચેક કરવા જેવો છે. ૫ ઇંચો સ્ક્રી ધરાવતા આ ફોમાં ૧.૫ ગીગાહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસર, ૧૩ એમીો રીયર કેમેરા એ ૫ એમીો ફ્રન્ટ કેમેરા છે. ઇર્ન્ટલ મેમરી ૧૬ જીબી છે, એક્સપાન્ડેબલ મેમરી ૩૨ જીબી સુધીની છે, પણ તે માત્ર ઓટીજી કેબલ દ્વારા જ શક્ય છે. એન્ડ્રોઇડનું વર્ઝન જેલિબીન ૪.૨ છે.
પરફોર્મન્સ, કલર ડિસ્પ્લે વગેરેની રીતે આ ફોન તેા મોટા હરીફો સામે જીતી શકે તેમ નથી પણ અંદાજે સાડા પંદર હજાર રૂપિયાની કિંમત તેે બીજાની આગળ રાખી શકે છે.
ઝોલોનો નવો બજેટ ફોન
તમે ઓછા બજેટમા પાવરફૂલ સ્માર્ટફોન શોધી રહ્યા હો તો ઝોલોનો ક્યુ ૭૦૦એસ (કિંમત રૂ. ૯,૯૯૯/-) તપાસી જુઓ. તો ક્યુ ૭૦૦ સારું ચાલેલો ફોન છે, તેનું આ નવું વર્ઝન છે. ફોનનો સ્ક્રીન નાનો છે – ૪.૫ ઇંચનો – પણ વ્યૂઇંગ એંગલ્સ એ ડિસ્પ્લેની રીતે સારો છે. ૧.૩ ગીગાહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસર, ૧ જીબી રેમ અને ૪ જીબી ઇર્ન્ટલ મેમરી છે. કેમેરા ૮ એમપી છે અને તેમાં બીએસઆઇ સેન્સર્સ અને ડ્યુઅલ ફ્લેશની સગવડ છે. એ હા, આ ફોનમાં તમે ફૂલ એચડી વીડિયો રેકોર્ડ કરી શકો છો.
અલબત્ત, એન્ડ્રોઇડનું વર્ઝન જેલિબીન ૪.૨ જ છે.
વિશ્વનો સૌથી પાતળો ફોન ?
ભારતમાં હવે જે જાણીતી બની રહી છે તે ચાઇનીઝ સ્માર્ટફોન કંપની જિઓનીએ ફક્ત ૫.૫ એમએમી જાડાઈ ધરાવતો અત્યંત સ્લિમ સ્માર્ટફોન – જિઓની ઇલાઇફ એસ૫.૫ – લોન્ચ કર્યો છે, અત્યારે કંપનીની વેબસાઇટ પર પ્રી-ઓર્ડર માટે મૂકાયેલા ફોનની રુપિયામાં કિંમત રુ ૨૩,૦૦૦/- જેટલી છે. સ્ક્રીનસાઇઝ ૫ ઇંચ, ૧.૭ ગીગાહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસર અને ૨ જીબી રેમ છે. ફોનમાં ૧૩ મેગાપિકસેલનો રીયર કેમેરા અને ૫ મેગાપિકસલનો ફ્રન્ટ કેમેરા છે.
ગુજરાતી ફોન્ટવાળો બજેટ સ્માર્ટફોન
બજેટ સ્માર્ટફોનની એક સૌથી મોટી મર્યાદા – કેટલાક લોકોની દૃષ્ટિએ – ગુજરાતી ફોન્ટનો અભાવ હોય છે. કમ્પ્યુટરમાં ગુજરાતી યુનિકોડ ફોન્ટ હોય તો આપણે ઉમેરી શકીએ છીએ, પણ સ્માર્ટફોનમાં રૂટિંગ કર્કયા વિના એવું શક્ય હોતું નથી. એટલે જો તમે તમારા મોબાઇલમાં ફેસબુક એ હવે તેની માલિકીના વોટ્સએપ પર ગુજરાતીમાં પણ સ્ટેટસ અપડેટ કરવા માગતા હો કે કોઈ પણ બ્રાઉઝરમાં ગુજરાતી વેબસાઇટ્સ સર્ફ કરવા માગતા હો તો મોટા ભાગે સેમસંગ જેવી મોટી બ્રાન્ડ તરફ વળવું પડતું હતું. હવે માઇક્રોમેક્સે તેની બોલ્ટ સ્માર્ટફોન સિરિઝમાં બોલ્ટ એ૦૬૮ લોન્ચ કર્યો છે, જેમાં ૨૦ પ્રાદેશિક ભાષાા ફોન્ટ સામેલ છે! રૂ. ૬૪૯૦/ ની કિંમતના આ ફોનમાં ડ્યુઅલ સિમ છે, એન્ડ્રોઇડ ૪.૨ જેલિબિન છે. પાંચ ઇંચનો ૪૮૦x ૮૫૪ પિકસેલનો ડિસ્પ્લે છે. પ્રોસેસર અને રેમની રીતે ફોન ઉધાર પાસામાં છે, તેમાં ૧ ગીગાહર્ટઝ ડ્યુઅલકોર મીડિયાટેક પ્રોસેસર અને ૫૧૨ એમબી રેમ છે. અલબત્ત, ઇનબિલ્ટ સ્ટોરેજ ૪ એમબી છે.
કી-બોર્ડ સાથે ટેબલેટ
માઇક્રોમેક્સે ગયા મહિને એક નવું ટેબલેટ લોન્ચ કર્યું – ફનબુક પી૨૮૦. રૂ. ૪૬૫૦ની કિંમતના આ ટેબલેટ સાથે કંપની ડીટેચેબલ કી-બોર્ડ અે લેધર કેસ પણ આપે છે.
સ્પેશિફિકેશન જોઈએ તો એન્ડ્રોઇડું ૪.૨ જેલિબીન વર્ઝન છે, ૭ ઇંચનો ટીએફટી ડિસ્પ્લે છે, જેમાં ૮૦૦ x ૪૮૦ પિકસેલનુ રેઝોલ્યુશન છે. ૧ ગીગાહર્ટઝનું કોર્ટેક્સ એ૮ પ્રોસેસર છે અને ૫૧૨ એમબી રેમ છે. ફોનમાં ૪ જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ કેપિસીટી છે એ તેે ૩૨ જીબી સુધી માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે.
ટેબલેટને ૩જી ડોંગલી ઇન્ટરનેટ સાથે કનેક્કેટ કરી શકાય છે. યુએસબી ૨.૦ સ્લોટ એ વાઇ-ફાઇ કેક્ટિવિટી પણ છે. ટેબલેટમાં જીપીએસ, બ્લુટૂથ કે કોલિંગ ફેસિલિટી નથી.


