સવાલ લખી મોકલનારઃ રાજેશ કાછિયા, વિસાવદર (જૂનાગઢ)
“વોટ્સએપમાં ડિલીટ થઈ ગયેલ ટેક્સ્ટ મેસેજીસ રીકવર કરવા હોય તો થઈ શકે?
વોટ્સએપ વેબસાઇટ પરનો એફએક્યુ વિભાગ કહે છે કે આપણા માટે વોટ્સએપના મેસેજીસ બહુ અગત્યના હોય શકે અને કંપની આપણે એ ક્યારેય ગુમાવીએ નહીં એવા પ્રયત્ન પણ કરે છે, તેમ છતાં, જો કોઈ કારણસર મેસેજ ડિલીટ થઈ જાય તો કંંપની પોતે તેે રીકવર કરવામાં આપણી કોઈ મદદ કરી શકતી નથી કેમ કે વોટ્સએપની સિસ્ટમમાં આપણા મેસેજીસની કોઈ હિસ્ટ્રી સ્ટોર કરવામાં આવતી નથી.
છતાં, નિરાશ થવાની જરુર નથી, એન્ડ્રોઇડ, આઇફોન, બ્લેકબેરી, નોકિયાએસ૬૦, વિન્ડોઝ ફોન, બ્લેકબેરી ૧૦ વગેરે પર જો આપણે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ તો આ દરેક પ્લેટફોર્મની કેટલીક ખાસિયતો લાભ લઈને આપણે મેસેજીસ રીકવર કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આપણે એન્ડ્રોઇડ માટે આ રીત જાણીએ…
વોટ્સએપ કહે છે કે એન્ડ્રોઇડ પર ભૂલથી ડિલીટ થઈ ગયેલા વોટ્સએપ મેસેજ રીકવર થવાની ઘણી શક્યતા છે. એન્ડ્રોઇડમાં વોટ્સએપ દરરોજ સવારે ૪ વાગ્યે આપણા મેસેજીસાથે બેકઅપ લઈને આપણા ફોનમાંના માઇક્રોએસડી મેમરી કાર્ડમાં તેે સ્ટોર કરે છે. તમે ફોન ફાઇલ મેેનેજરમાં, વોટ્સએાપ ફોલ્ડરમાં જઈને આ ડેટાબેઝ જોઈ શકો છો, પણ ત્યાંથી તેે સીધો ઓપન નહીં કરી શકો.
આ બેકઅપ થયેલા ડેટાબેઝે આપણે રીસ્ટોર કરી શકીએ છીએ, પણ એ માટે આપણે આખેઆખી વોટ્સએપને અનઇન્સ્ટોલ કરી, ફરી ઇન્સ્ટોલ કરવી પડશે. ઇન્સ્ટોલેશનની નવી પ્રક્રિયા દરમિયાન સિસ્ટમ આપણે પૂછશે કે તમારા મેસેજીસનો બેકઅપ મળ્યો છે, તેે રીસ્ટોર કરવો છે? આપણે ‘રીસ્ટોર’ પસંદ કરીએ તો મેસેજીસ રીસ્ટોર થશે. આમાં ખાસ ધ્યાન રાખશો કે…
- જો એસડી કાર્ડ એને/અથવા ચેટ હિસ્ટ્રી કરપ્ટ થઈ ગયાં હશે તો સિસ્ટમ રીસ્ટોર કરવાનું પછશે નહીં
- વોટ્સએપમાં ૭ દિવસી વધુ જૂના બેકઅપને રીસ્ટોર કરી શકાતો નથી.
- બેકઅપ લેતી વખતે જુદા ફોનનંબરનો ઉપયોગ કર્યો હોય તો પણ મેસેજ રીસ્ટોર થશે નહીં.
એ વાત પણ બરાબર સમજી લેશો કે તમારા છેલ્લા બેકઅપ લેવાયા પછી જે મેસેજ મોકલાયો કે મેળવ્યો હોય અને બીજી વારના બેકઅપ પહેલાં ડિલીટ થઈ ગયો હોય તે મેસેજ રીસ્ટોર થશે નહીં (કેમ કે તે બેકઅમાં પહોંચ્યો જ નથી હોતો). ઉપરાંત, જે છેલ્લો બેકઅપ રીસ્ટોર થશે ત્યાર પછી આપેલા બધા મેસેજીસ ગુમાવવા પડશે. જો તમારે બેકઅપ લેવાયા પછીના મેસેજ ગુમાવવા હોય તો તમે તેનો મેન્યુઅલ બેકઅપ લઈ શકો છો.
એ માટે વોટ્સએપ મેનુમાં સેટિંગમાં જઈ, ચેટ સેટિંગમાં જઈ, બેકઅ ક્ન્વરર્સેશન્સ પર ક્લિક કરતાં મેન્યુઅલ બેકઅપ લેવાશે. તે ફોનના /sdcard/WhatsApp/Databases ફોલ્ડરમાં “msgstore.db.crypt7” એવા નામે સ્ટોર થાય છે. તેે રીનેમ કરીને “msgstore.db.crypt7” નામ આપી દો. હવે વોટ્સએેપ અનઇન્સ્ટોલ કરી, જે બેકઅપ રીસ્ટોર કરવા માગતા હો તેેનું નામ બદલીને “msgstore.db.crypt7” જેવું કંઈક કરી દો. હવે વોટ્સએપને ઇન્સ્ટોલ કરી, પૂછવામાં આવે ત્યારે રીસ્ટોર પર ક્લિક કરી દો.
પરંતુ સાદી વાત, આટલી જહેમત ઉઠાવવી પડે એવા મેસેજીસની આપલે માટે વોટ્સએેપ બદલે ઈ-મેઇલનો જ ઉપયોગ કરો તો પસ્તાવું નહીં પડે કે ઝાઝો પરસેવો પાડવો નહીં પડે!
