(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સામાન્ય રીતે ‘સાયબરસફર’ના પાને આપણે એવી જ વાતો કરીએ છીએ કે એ વાંચીને કે વાંચતાં વાંચતાં જ, મેગેઝિનનું ફીંડલું વાળીને તમે તમારા પીસી કે મોબાઇલ પર ત્રાટકી શકો અને અહીં જણાવેલી વાતોનો જાતઅખતરો કરી શકો!

‘હાલને હાલ, અત્યારે જ ઉપયોગી’ એ ‘સાયબરસફર’માં વિષય પસંદગીનો મુખ્ય મંત્ર રહ્યો છે, પણ ક્યારેક ભવિષ્ય તરફ નજર દોડાવવાનું પણ રસપ્રદ હોય છે. વાત નજીકના ભાવિની હોય ત્યારે એ જાણી લેવી જરૂરી પણ હોય છે.

આ વખતની કવર સ્ટોરી કંઈક એવી જ વાત કરે છે. આપણી આસપાસની ચીજો તપાસવા માટે પણ ગૂગલ જેવું કોઈ સાધન હોઈ શકે એ કલ્પના જ રસપ્રદ છે. ઇઝરાયેલની એક કંપનીએ આ દિશામાં ડગ માંડ્યા છે. એની શોધ કેટલી વિશ્વસનીય છે, એનાથી દુનિયા કેટલી બદલાશે એ આપણે અત્યારે કહી શકતા નથી, પણ આજના સમયમાં એક વિચાર ધીમે ધીમે એક વસ્તુનું સ્વરુપ કેવી રીતે લે છે અને એ વસ્તુ અસંખ્ય લોકોના હાથમાં કેવી રીતે પહોંચે છે એ આ વખતની કવર સ્ટોરી સમજાવે છે.

ગયા મહિને રજૂ થયેલી એલઆઇસીની ઓનલાઇન પોલિસીને યંગ જનરેશન વધાવી રહી છે, ત્યારે જીવનવીમાનું ખરું મહત્ત્વ શું છે અને ઓનલાઇન ખરીદીમાં કઈ વાતોની કાળજી જરુરી છે એ વાત પણ આ અંકમાં સમાવી છે.

એ રીતે, ઇન્ટરનેટ કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ આપણા જીવનનું કેન્દ્ર બની રહ્યા છે. તેજ ગતિએ વિકસતા ક્ષેત્રમાં કેવાં કવાં પરિવર્તનો આવી રહ્યાં છે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની કેવી તકો છે તેની વાતો રોશન રાવલે આલેખી છે. ‘સાયબરસફર’માં જોડાવું આપને લાભદાયી નીવડ્યું હોય તો મિત્રોને પણ તેની ભલામણ કરશો!

– હિમાંશુ કીકાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!