(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગયા મહિને અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે લંડન આઇ, સિંગાપોર ફ્લાયર, આઇ ઓફ એમિરેટ્સ કે ન્યૂ યોર્ક વ્હીલને પગલે અમદાવાદ રીવરફ્રન્ટમાં પણ, ૬૭ મીટર ઊંચી પતંગ હોટલની બાજુમાં ૧૩૫ મીટર ઊંચું જાયન્ટ વ્હીલ (તળપદી ગુજરાતી ભાષામાં એને ‘ફજેતફાળકો’ કહેવાય!) તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કર્યું હતું, પણ એમાં ફક્ત એક કંપનીએ રસ બતાવ્યો છે.

અમદાવાદને આવું મજાનું ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યારે મળશે એ નક્કી નથી, પણ મળે તો આપણે એના પર ચઢીને અમદાવાદ શહેરનાં કેવાં દૃશ્યો માણી શકીએ એનો અંદાજ મેળવવો હોય તો લંડન આઇની સફર ખેડવી પડે.

‘વિઝ્યુઅલાઇઝ’ નામની એક કંપનીએ લંડનની ઓફિશિયલ વિઝિટર ગાઇડ વેબસાઇટ માટે લંડનની વર્ચ્યુઅલ ટુર તૈયાર કરી છે. તેમાં ૧૩૫ મીટરની ઊંચાઈના લંડન આઇ જાયન્ટ વ્હીલને બેઝ (ખરેખર તો ટોપ!) તરીકે લઈને તેમાંથી જોવા મળતા લંડન શહેરની વર્ચ્યુઅલ ટુર તૈયાર કરી છે. એ સાથે અહીં જોવા મળતાં, લંડન શહેરનાં વિવિધ જોવાલાયક સ્થળોની અલગ અલગ વર્ચ્યુઅલ ટુર પણ છે, જ્યાં મુખ્ય ટુર પરથી જ ક્લિક કરીને જઈ શકાય છે. મેઇન ઇમેજ અપલોડ થયા પછી તમે માઉસથી ઇમેજને ગમે તે દિશામાં ડ્રેગ કે ઝૂમ ઇન, ઝૂમ આઉટ કરી શકો છો અથવા નીચે આપેલા પ્લે બટનની મદદથી સમગ્ર ઇમેજને ઓટોરોટેટ કરી શકો છો. આ જ પેનલમાં અંતે આવેલા ચંદ્ર પર ક્લિક કરીને લંડન શહેરનો નાઇટ વ્યૂ જોવાનું ચૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!