(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલની જેમ વર્ડમાં કોલમ અને રોની હાઇટ તેમ જ વીડ્થ આપણી મુજબ કેમ રાખી શકાય?

સવાલ લખી મોકલનાઃ મહેશ જાદવ 

વર્ડથી અનેક ખૂબીઓથી ઓછા પરિચિત મિત્રોને પણ આ સવાલના જવાબનો લાભ મળે એ માટે પહેલાં તો વર્ડમાં ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાય એ જાણી લીએ.

વર્ડમાં આપણે જ્યાં કોષ્ટક બનાવવું હોય તે જગ્યાએ કર્સર રાખીને ઉપરની રીબનમાં ઇન્સર્ટ ટેબમાં જઈ, ટેબલ પર ક્લિક કરતાં એક બોક્સ ખૂલે છે, જેમાં આપણે જેટલી જોઈતી હોય એટલી રો અને કોલમનાં ખાનાં માઉસથી સિલેક્ટ કરીને જમણા નીચલા ખાનામાં ક્લિક કરીએ એટલે વર્ડ ડોક્યુમેન્ટમાં એક સાદું ટેબલ ઉમેરાઈ જાય. અહીં આપણે જરૂરિયાત અનુસાર વધુ રો કે કોલમ ઉમેરી શકીએ છીએ.

રો ઉમેરવી તો સાવ સહેલી છે, ટેબલના ખાનામાં કર્સર રાખીને લખતા જવાનું, નવા ખાનામાં જવા ટેબ કી પ્રેસ કરવાની અને એમ કરતાં કરતાં રોનું છેલ્લું ખાનું આવે એટલે ફરી ટેબ મારતાં, જો નીચે રો પૂરી થઈ ગઈ હોય તો નવી ખાલી રો ઉમેરાઈ જાય. કોલમ ઉમેરવા માટે હાલની જે કોલમની પહેલાં કે પછી નવી કોલમ ઉમેરવી હોય તેની ટોચ પર માઉસ લઈ જતાં, કર્સર બદલાઈને નીચેની તરફ જતો એરો બનશે.  હવે માઉસથી લેફ્ટ ક્લિક કરતાં આખી કોલમ સિલેક્ટ થશે. હવે માઉસનું કર્સર સિલેક્ટેડ કોલમમાં જ હોય ત્યારે રાઇટ ક્લિક કરશો એટલે તેની ડાબી કે જમણી બાજુએ નવી કોલમ ઇન્સર્ટ કરવાનો વિકલ્પ મળશે. અહીં જોવા મળતા બીજા વિકલ્પો પણ જોશો.

હવે આ રીતે ટેબલ થઈ ગયું એ પછી તેની રો અને કોલમની ઊંચાઈ અને પહોળાઈ આપણી મરજી મુજબ સેટ કરવાનું કામ પણ સહેલું છે. જો તમારે આખા ટેબલની બધી રો અને કોલમ માટે સેટિંગ કરવાં હોય તો ટેબલ પર કર્સર લઈ જતાં, તેના ડાબા ઉપલા ખૂણે એક ચોકડી જોવા મળશે. તેને ક્લિક કરતાં ટેબલ પ્રોપર્ટીઝના વિકલ્પો ખૂલશે.

જો કોઈ ચોક્કસ કોલમ કે રોની હાઇટ કે વીડ્થ સેટ કરવી હોય તો આગળ જણાવ્યા મુજબ તેને સિલેક્ટ કરી, સિલેક્ટેડ એરિયામાં કર્સર રાખી, માઉસથી રાઇટ ક્લિક કરતાં જે ઓપ્શન્સ મેનુ ખૂલે તેમાં ટેબલ પ્રોપર્ટીઝના વિકલ્પ પર ક્લિક કરો.

અહીં આખા ટેબલ, રો અને કોલમ તેમ જ સેલને સંબંધિત સેટિંગ્સ મળશે. આખા ટેબલની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત કરવી હોય તો તે મુજબ સેટિંગ કરો, ટેક્સ્ટનું એલાઇમેન્ટ કેવું રાખવું છે તે પણ અહીંથી નક્કી થશે. ટેબલ નાનું હોય તો ટેબલ સિવાયનું લખાણ તેની ડાબી કે જમણી બાજુ રહેવું જોઈએ કે નહીં તે પણ અહીં નક્કી કરી શકાશે. ટેબલની અલગ અલગ પ્રકારની બોર્ડર, તેના સેલમાં શેડિંગ વગેરે પણ અહીંથી સેટ થશે. એ જ રીતે રો અને કોલમમાં જઈને તેની ઊંચાઈ અને પહોળાઈ નક્કી કરી શકાશે. એક સેલમાં જે માહિતી લખવામાં આવે તેની આસપાસ કેટલી કોરી જગ્યા છૂટવી જોઈએ તે પણ અહીંથી નક્કી થશે.

ટૂંકમાં ટેબલને લગતું જે કંઈ સેટિંગ કરવું હોય તે બધું જ ટેબલ પ્રોપર્ટીઝમાં જઈને કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!