સમય કેવો બદલાતો જાય છે એ જુઓ – પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સિવાય, હવેે આપણે સૌ મોટા ભાગે પોતાના સ્માર્ટફોનથી જ ફોટોગ્રાફી કરીએ છીએ. ૨-૩ વર્ષ પહેલાં હાથવગા ડિજિટલ કેમેરાથી ફટાફટ ક્લિક્સ કરવામાં આવતી. એનાં થોડાં વર્ષ પહેલાં પેલા એઇમ-એન્ડ-શૂટ પ્રકારના પણ ‘રોલ ધોવડાવવા’ પડે એવા કેમેરાનો દબદબો હતો. એથી પણ પહેલાં, કોડાક કે ફૂજીના બ્લેકએન્ડવ્હાઇટ કેમેરાથી ફોટોગ્રાફી થતી.
આગળ શું વાંચશો?
- શું છે આ ફોટોસ્ટોરી?
- ફોટોસ્ટોરી કઈ રીતે તૈયાર થાય છે?
- ગુગલ+ફોટોઝમાં ઉમેરાયેલાં નવાં ફીચર
- સ્માર્ટફોનમાંથી ફોટોઝનું ઓટો બેકઅપ
- ફોટો સ્ટોરીઝ મેળવવા માટે જરુરી સેટિંગ્સ
સારા પ્રસંગે કે આખો પરિવાર વિવિધ સ્થળોના પ્રવાસે નીકળ્યો હોય તો ચાર-પાંચ ફિલ્મ રોલ સાથે લેવામાં આવતા. પ્રવાસેથી પરત આવીને બધા રોલ ધોવડાવવામાં આવે, એમાંથી આઉટ-ઓફ-ફોકસ કે ‘હલી ગયેલા’ કે વધુ-ઓછા પ્રકાશવાળા ફોટોગ્રાફ્સ કેન્સલ કરવામાં આવે અને પછીના સિલેક્ટેડ ફોટોગ્રાફ્સથી સરસ મજાનું પણ હાથમાં ઊંચકવું ભારે પડે એવું આલબમ તૈયાર કરવામાં આવતું.
આ લખનારના પિતાએ તો ભારત-પ્રવાસ દરમિયાન લીધેલા દરેક બ્લેકએન્ડવ્હાઇટ ફોટોગ્રાફને, આખી આખી રાત જાગીને સ્પેશિયલ ટ્રાન્સપરન્ટ કલર્સથી કાળજીપૂર્વક કલરફૂલ બનાવીને તેનું આલબમ તૈયાર કર્યું હતું, દરેક ફોટોગ્રાફ વિશે કંઇક કંઇક મજાનું લખાણ ઉમેર્યું હતું અને છેલ્લા પાને ભારતનાં કયાં કયાં સ્થળોના ફોટોગ્રાફ્સ આલબમમાં છે એ દશર્વિતો નક્શો પણ ઉમેર્યો હતો, હાથેથી જ તૈયાર કરીને. આવો ઉત્સાહ ઘણા પરિવારોને હશે.
અને હવે? હવે એ ઉત્સાહ હજી ઓસર્યો નહીં હોય, પણ સ્માર્ટફોન્સથી લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી હોય કે એમાંથી સરસ ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરીને મજાનું આલબમ તૈયાર કરવું એ ‘બહુ મોટુું ટાસ્ક’ બની જાય છે, જેા માટે સમય કાઢવો લગભગ અશક્ય હોય છે.
ગૂગલે આ કામ આપણા સૌ માટે તદ્દન સહેલું બનાવી દીધું છે, એટલું સહેલું કે હવે આપણે સતત ક્લિક-ક્લિક્ કર્યા પછી ટૂર પરથી પરત ફરીને પાછા રોજિંદા કામકાજમાં ગોઠવાઈ રહ્યા હોઈએ, ત્યાં ૨૪ કલાકની અંદર ગૂગલ તરફથી આપણને મેસેજ મળે છે કે ‘તમારી ટૂર સ્ટોરી’ તૈયાર છે, જોવા માટે આ લિંક ક્લિક કરો! આપણે તો ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાના પણ હજી બાકી હોય, ત્યાં ગૂગલ ‘ઓટોમેટિકલી’ પોતાનું કામ પૂરું કરી લે છે.
તમે પીસી પર કે ત

મારા સ્માર્ટફોન પર એ લિંકને ફોલો કરો એટલે ગૂગલ+માંના તમારા એકાઉન્ટમાં પહોંચો. ત્યાં, આ લેખી શઆતમાં લખ્યું છે લગભગ એ જ પ્રકારનું એકદમ પર્સનલ ટચ ધરાવતું આપણું ડિજિટલ આલબમ આપણને જોવા મળે. આપણા માટે ડિજિટલ આલબમ અને ગૂગલ માટે ‘ગૂગલ+ સ્ટોરી’ એવા આ ડિજિટલ ક્રિએશનમાં કવર પર આપણી ટુરના સૌથી સરસ ફોટોગ્રાફ્સ સરસ રીતે ઇફેક્ટસ સાથે જોવા મળે. ગૂગલની આવી ભેટ આમ તો મે મહિનાથી લોકોે મળવાની શરુ થઈ ગઈ હતી. જો તમે તમારા ફોટોગ્રાફ્સો ગૂગલ+માં બેકઅપ લેતા હો (કે ત્યાં જ સ્ટોર કરતા હો) તો ક્યારેક થોડો સમય કાઢી તમારા સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ+માં જાઓ અને તેમાં ફોટોઝ સેક્શનમાં જોશો તો તમને મજાનાં સરપ્રાઇઝ મળશે. તમારી વિવિધ ટૂર કે પ્રસંગ કે અમસ્તા જ લીધેલા ફોટોગ્રાફ્સમાંથી ગૂગલે ઓલરેડી સ્ટોરી બનાવી લીધી હોય એવી પૂરી શક્યતા છે. એનાં નોટિફિકેશન્સ આપણી નજરમાં આવ્યાં હોય એવું પણ બની શકે.
ગૂગલે હમણાં હમણાં ગૂગલ+ તરફ ખાસ્સું ધ્યાન આપવાનું શરુ કર્યું છે એ તેમાં સતત નવાં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એકચક્રી શાસન કરી રહેલા ફેસબુક સામે ગૂગલના યુઝર્સની સંખ્યા ખાસ્સી એવી વધી છે, તેમ છતાં વાત હજી જોઈએ એટલી જામતી નથી એટલે ગૂગલે સરેરાશ યુઝર્સને વધુ પસંદ હોય એવી સર્વિસીઝ વિક્સાવવા પર ખાસ ધ્યાન આપ્યું હોય એવું લાગે છે. ખાસ કરીને ગૂગલ+ ના ફોટોઝ વિભાગમાં આપણને મજા પડી જાય એવાં ઘણાં ફીચર્સ ઉમેરાયાં છે. એમાનું એક તે આ ફોટોસ્ટોરી.
શું છે આ ફોટોસ્ટોરી?
આ સવાલો એકદમ સ્ષ્ટ જવાબ આવા માટે, ગૂગલા પ્રોડક્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર અનિલ સભરવાલે ગૂગલના ઓફિશિયલ બ્લોગ પર ગૂગલ+ સ્ટોરીઝ લોન્ચ કરતી વખતે, પોતાની ફેમિલી ટૂરની સ્ટોરી જ શેર કરી છે! જાતે જ જુઓ એ સમજી લો કે આ સ્ટોરી શું છે?
આપણે ઘણી હિન્દી ફિલ્મમાં જ્યાંનાં લોકેશન્સ જોયાં છે એ મેક્સિકોના ટુરિસ્ટ ડેસ્ટિનેશન કેબો સાન લુકાસની ટૂર દરમિયાન અનિલ સભરવાલે પોતે અને તેમના પરિવારે લીધેલા ફોટોગ્રાફ્સની આ સ્ટોરી છે. આ લેખ સાથેની તસવીરોમાં તમે જોશો તેમ, એમની ફોટોસ્ટોરીના કવર પર અનિલજીનો દીકરી સાથે મજાનો ફોટોગ્રાફ છે, થોડી વારમાં એ ફોટો ફેડઆઉટ થાય છે અને એ ટુરિસ્ટ ડેસ્ટિનેશનના બીચ રીસોર્ટનો ફોટોગ્રાફ હાઇલાઇટ થાય છે.
પર્સન અને પ્લેસ બંનેનું કોમ્બિનેશન થઈ ગયું? હવે આંગળીના ઇશારે કે માઉસની ક્લિકથી આગળ વધો એટલે ટૂરની શરુઆતના, પ્લેનમાં લીધેલા ફોટોગ્રાફ્સ દેખાય છે.
પછી, બીજા દિવસના હેડિંગ અને એ દિવસના તારીખ-વાર સાથે ટૂરની શરુઆત થાય છે. સૌથી પહેલાં દેખાય છે એક નાનકડા સર્કલમાં કેબો સાન્સ લુકાની ઓળખ સમાન એક ફોટોગ્રાફથી. એક હળવી, ઝાંખી લાઇન આ બધા ફોટોગ્રાફ્સને એક સૂત્રમાં પરોવે છે.
ફરી આગળ વધો એટલે સવારના પહોરમાં હોટેલની બારીમાંથી લીધેલો ફોટોગ્રાફ દેખાય છે, સાથે કેપ્શન છે ‘ગુડ મોર્નિંગ કેબો’.
પછીની તસવીરમાં અનિલજીની બે હસમુખી દીકરીનો ફોટોગ્રાફ છે, કેપ્શન છે ‘ગેટિંગ રેડી ફોર ધ ફર્સ્ટ સ્વીમ ઓફ ધ હોલીડે’!
પછી પેલી ઝાંખી લાઇનમાં પરોવાયેલા ફોટોગ્રાફ્સ આ રીતે ટૂરના જે તે દિવસ અને સમય મુજબ આગળ વધતા રહે છે. અમુક જગ્યાએ, દીકરીના અલગ અલગ મૂડ બતાવતા ફોટોગ્રાફ્સની ગ્રીડ જોવા મળે છે. એક જ સ્થળના અલગ અલગ ફોટોગ્રાફ્સ પણ અહીં કાળજીથી એકમેકની પાસે ગોઠવાયેલા જોવા મળે છે. આલબમમાં વચ્ચે ક્યાંક ટૂરની શરુઆત ક્યાંથી કરવામાં આવી અને ટૂરનું ડેસ્ટિનેશન કયું હતું એ બતાવતો નક્શો પણ હાજર છે!
છેલ્લે, કેટલા વાગ્યે બેક જર્ની શરુ થઈ એની નોંધ સાથે સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટની મેપ લિંક સાથે આલબમ લગભગ પૂરું થાય છે.
છેલ્લી તસવીર ટૂરમાંથી પરત ફર્યા પછી એરપોર્ટ પર ટ્રોલીમાં લગેજ પર બેઠેલી બંને ઢીંગલી જોવા મળે છે. બંનેમાંથી એક તો બિલકુલ થાકેલી, ઉદાસ છે, તો બીજીના ચહેરા પર જરા ઝાંખું, ઉદાસીભર્યું સ્માઇલ છે અને ફોટો કેપ્શન છે, ‘હોમ સ્વીટ હોમ’.
ટૂર ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનની હોય કે ભારતના કોઈ હિલ સ્ટેશનની અને ટૂર પર ગયેલો પરિવાર ઇન્ડો-અમેરિકન હોય કે પછી નખશીખ ભારતીય, પ્રવાસેથી પરત ફરતાં જોવા મળતું આનંદ અને ઉદાસીનું મિશ્રણ તો સૌ માટે સરખું જ હોય છે!
તો આ વાત થઈ ગૂગલ+ સ્ટોરી આપણા માટે શું કરી શકે છે એની. હવે એ જોઈએ કે ગૂગલ આવી કરામત કેવી રીતે કરે છે?
ફોટોસ્ટોરી કઈ રીતે તૈયાર થાય છે?
આ કરામત પાછળનું પ્રોગ્રામિંગ ચોક્કસ કોમ્પ્લેક્સ હશે, પણ મૂળ આઇડિયા એકદમ સિમ્પલ છે.‘સાયબરસફર’ના જૂના વાચકોને ખ્યાલ હશે કે આપણે સ્માર્ટફોન કે પીસીમાંના ફોટોગ્રાફ ઓટોમેટિકલી ગૂગલ+ના આપણા એકાઉન્ટમાં બેકઅપ તરીકે અપલોડ કરી શકીએ છીએ (એ માટેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ સાથેના બોક્સમાં આપી છે). આપણે સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં આ સેટિંગ્સ કરી રાખ્યાં હોય તો આપણે ટૂર પર હોઈએ ત્યારથી જ ફોટોગ્રાફ ઓટોમેટિકલી ગૂગલ+ના આપણા એકાઉન્ટમાં જમા થવા લાગે છે. બાય ડિફોલ્ટ આપણા ફોટોગ્રાફ્સ પ્રાઇવેટ રહે છે, આપણે ઇચ્છીએ તો તેને માત્ર પસંદગીના કુટુંબીજનો કે મિત્રો સાથે પ્રાઇવેટલી અથવા પછી સૌ કોઈ જોઈ શકે એ રીતે પબ્લિકલી શેર કરી શકીએ છીએ.
ટૂંકમાં, આપણી ટૂરના ફોટોગ્રાફ ગૂગલ પાસે પહોંચી ગયા. આપણા સ્માર્ટફોનમાંના સેટિંગ્સ અનુસાર, આ ફોટોગ્રાફ ક્યા સ્થળે, કઈ તારીખે અને કેટલા વાગ્યે લેવામાં આવ્યા છે એ માહિતી પણ દરેક ફોટોગ્રાફ સાથે સામેલ હોય છે (ટેકનિકલ ભાષામાં એને જીઓ-ટેગિંગ અને ટાઇમ-સ્ટેમ્પિંગ કહે છે).
ગૂગલ+ના સેટિંગ્સમાં આણે બતાવેલી ઇચ્છા મુજબ, ગૂગલ (એટલે કે કોઈ વ્યક્તિગત ડેવલપર નહીં, પણ ગૂગલના પ્રોગ્રામ્સ) દરેક ફોટોગ્રાફને ‘ઓટો એન્હેન્સ’, ‘ઓટો ઓસ્સમ’ વગેરે ફીચર્સને વધુ ખૂબસુરત બનાવવાની કોશિશ કરે છે.
એ પછી, ગૂગલને લાગે કે આપણે સરસ સ્ટોરી ડેવલપ થાય એટલી સંખ્યામાં ફોટોગ્રાફ્સ લીધા છે તો પછી એ દરેક ફોટોગ્રાફમાંથી ‘પોતાની રીતે’ સારા ફોટોગ્રાફ અલગ તારવે છે. બ્લર થઈ ગયેલા, પરિવારની મૂળ વ્યક્તિ ઉપરાંત બીજા અનેક લોકોનું ટોળું પણ દેખાતું હોય કે કેટલાક ભાગમાં વધુ પડતો પ્રકાશ ફેલાઈ ગયો હોય એવા કે પછી કેમેરાનો થોડો ભાગ ફોટો ખેંચનારની આંગળીથી જ ઢંકાઈ ગયો હોય એવા બધા ફોટોગ્રાફ્સને બાજુએ રાખીને, એ આખી ટૂરના સમગ્ર ફોટો કલેક્શનમાંથી જે તે ડેસ્ટિનેશન અને ઘણા ખરા ફોટોગ્રાફમાં દેખાતી વ્યક્તિના બધી રીતે સરસ ફોટોગ્રાફ્સને અલગ તારવવામાં આવે છે.
એ સમયે, ગૂગલના પ્રોગ્રામ્સ એ પણ જુએ છે કે આખા કલેક્શનમાં જે તે સ્થળના અત્યંત લોકપ્રિય ફોટોગ્રાફ્સ પણ સામેલ છે કે નહીં, જે બીજા ઘણા લોકોએ પણ લીધા હોય (જેમ કે અનિલ સભરવાલની ફોટોસ્ટોરીમાં, દરિયાકાંઠે વચ્ચે પોલાણવાળો અને દરિયાના પાણીમાં થોડો ડૂબેલો ખડક. આ ખડકનો અનેક લોકોએ ફોટોગ્રાફ લીધો હશે. ગૂગલની સિસ્ટમ આપણી ટૂરના મુખ્ય સ્થળની ઓળખ તરીકે આવી સૌથી વધુ લોકપ્રિય તસવીરને પસંદ કરે છે.
પછી તો જે તે ફોટોગ્રાફ ખેંચાયાના સમય અને તારીખ અનુસાર તેમને ક્રમબદ્ધ ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે ગૂગલની સિસ્ટમ પોતાની રીતે પરિવારની વ્યક્તિઓ અને ટૂર ડેસ્ટિનેશનના સરસ ફોટોગ્રાફ્સનું સંતુલન કરશે.
વચ્ચે વચ્ચે જુદી જુદી હોટેલ, રેસ્ટોરાં કે બીજાં સ્થળોના ફોટોગ્રાફ્સ પણ ઉમેરાય અને તેનો થોડો ડેટા પણ જોઈ શકાય. પણ પછી આપણે આપણી ઇચ્છા અનુસાર તેમાં નવા ફોટોઝ ઉમેરી શકીએ છીએ કે ગૂગલે સામેલ કરેલા ફોટોઝ દૂર કરી શકીએ છીએ – મતલબ કે ગૂગલ ફક્ત પોતાની રીતે સ્ટોરી ડેવલપ કરી આપે છે, પણ આખરી મરજી આપણી જ ચાલે છે.
જો આપણે ગૂગલ પર ખાસ્સા એક્ટિવ હોઈએ અને તેની વિવિધ સર્વિસીઝનો પૂરતો લાભ લેતા હોઈએ તો ગૂગલને એ પણ ખબર છે કે આપણું ઘર ક્યાં છે. એટલે આપણે એ લોકેશન પર પરત ફયર્નિા ફોટોગ્રાફ્સ જોવા મળતાં, ગૂગલની સિસ્ટમ એ સ્થળના ફોટોઝથી ફોટોસ્ટોરી પર પૂર્ણવિરામ મૂકે છે!પછીના ૨૪ કલાકમાં ગૂગલ પોતાનું કામ પૂરું કરે છે, પણ એ દરમિયાન જો આપણે બીજા કેમેરાથી લીધેલા ફોટોઝ પણ ગૂગલ+માં અપલોડ કરીએ તો વળી ગૂગલી સિસ્ટમ એને પણ ફોટોસ્ટોરીમાં યોગ્ય સ્થાન આપવાની મથામણ કરે છે.
આમ તો, ઇન્ટરનેટ પર આ પ્રકારની ઘણી બધી સર્વિસ ઉપલબ્ધ છે. એક લોકો પોતાની જિંદગીની ઘણી ક્ષણો ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ સ્વરુપે શેર કરતા રહે છે.
તો ફેસબુકે થોડા મહિના પહેલાં ‘લૂક બેક’ વીડિયોઝનું ફીચર ઉમેર્યું છે તો એચટીસી કંપનીએ ‘વીડિયો હાઇલાઇટ્સ’ નામે કંઈક આ પ્રકારની સર્વિસ આપવાનું શ કર્યું છે. એન્ડ્રોઇડ અને આઇફોન માટેના સ્ટોરમાં આ પ્રકારની સંખ્યાબંધ એપ પણ ઉપલબ્ધ છે. યુઝરના ફોટોગ્રાફ્સ કે વીડિયોને એક ચોક્કસ ટેમ્પ્લેટમાં ગોઠવીને કસ્ટમાઇઝ્ડ સ્લાઇડશો કે આલબમ તૈયાર કરી આપતી આવી ઘણી સર્વિસ ખાસ્સી લોકપ્રિય પણ છે, પણ એમાંની ઘણી ખરી પેઇડ સર્વિસ હોય છે અને યુઝરે પોતે તેમાં ઘણી મથામણ કરવાની રહે છે. જ્યારે ગૂગલ+ સ્ટોરીમાં, ગૂગલની ઓળખ સમાન સિમ્પ્લિસિટી છે, બધું જ ફ્રી છે અને બધું જ ઓટોમેટિક થાય છે.ગૂગલે ગયા વર્ષે કસ્ટમ સ્લાઇડશો અને ઓટો ઓસ્સમ વીડિયો જેવાં ફીચર્સથી આ દિશામાં આગળ જવાની શરુઆત કરી હતી.
ગૂગલ કહે છે કે તમે એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસમાં ગૂગલ લોકેશ હિસ્ટ્રી ઓન રાખેલ હોય, ‘ઓટો ઓસ્સમ’ ફીચર પણ ઓન રાખ્યું હોય, ગૂગલ મેપ્સમાં તમારા ઘર અને કામકાજનું એડ્રેસ પણ આપેલું હોય તો સ્ટોરી વધુ રસપ્રદ બનશે.
આ ફીચરની એક જ તકલીફ છે, એ ઓટોમેટિકલી તૈયાર થાય છે, એટલે કે અત્યારે આણે પોતે પસંદગીના ફોટોગ્રાફમાંથી સ્ટોરી બનાવવાનું ગૂગલે કહી શકતા નથી.
ગૂગલ+ ફોટોઝમાં ઉમેરાયેલાં નવાં ફીચર
તમે એક જ એંગલેથી ફટાફટ પાંચ કે તેથી વધુ ફોટોઝ લેશો તો સિસ્ટમ તેમાંથી શોર્ટ એનિમેશન બનાવી આપશે.
ગ્રૂપ ફોટોમાં કોઈને કોઈ વ્યક્તિ સ્માઈલ કરતી હોય એવું મોટા ભાગે બનતું હોય છે. તમે એક સાથે એકથી વધુ ગ્રૂપ ફોટો લેશો તો સિસ્ટમ સૌના સ્માઇલવાળા ચહેરા શોધીને દરેકને એક ફોટોમાં મર્જ કરી આપશે.
પહાડો કે દરિયાકિનારાના ફોટોઝ લેતી વખતે કેમેરો ડાબે કે જમણે મૂવ કરતા રહેશો તો એકમેક પર ઓવરલેપ થતા ત્રણથી વધુ ફોટો મળતાં સિસ્ટમ તેમાંથી પહોળો પેનોરમિક વ્યૂ તૈયાર કરી આપશે. કોઈ વ્યક્તિના લગભગ સરખા ત્રણથી વધુ ફોટો મળતાં સિસ્ટમ તેની ગ્રીડ બનાવી આપશે.
એક જ સ્થળના ત્રણથી વધુ ફોટોઝ લો તો સિસ્ટમ દરેક ફોટોમાંથી બેસ્ટ લાઇટિંગ મેળવીને એક એચડીઆર ફોટો તૈયાર કરી આપશે.
કાશ્મીર (કે પછી સ્વીટ્ઝરલેન્ડ!) જેવી જગ્યાએ લીધેલા બરફમાંના ફોટોગ્રાફમાં સિસ્ટમ સતત ચાલતી બરફવર્ષા ઉમેરી આપે છે! આ બધા દરમિયાન આપણા ઓરિજિલ ફોટોગ્રાફ યથાવત સચવાઈ રહે છે.
સ્માર્ટફોનમાંથી ફોટોઝનું ઓટો બેકઅપ
સૌથી પહેલાં ગૂગલ+ એ ડાઉનલોડ કરો. ફોટોઝ એપ અત્યારે ગૂગલ+નો જ એક ભાગ છે (કંપની તેેને અલગ કરશે એવી વાત ચાલી રહી છે) પણ ફોનના એપ લિસ્ટમાં ગૂગલ+ ઉપરાંત ફોટોઝ એપ અલગ દેખાશે. તેના મેનુ બટન કે ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. અહીં ‘ઓટો બેકઅપ’ ટચ કરો અને આ સુવિધાને ઓન કરો.
એપલમાં પણ આ વિધિ લગભગ સરખી છે, તેમાં પ્રાઇવસી સેટિંગ્સમાં ગૂગલ+ એેપ તમારા ફોટોઝ એક્સેસ કરવાની મંજૂરી આવી પડે એવું બની શકે છે. ફોટોઝ માત્ર વાઇ-ફાઇ કનેકશન વખતે અપલોડ કરવાનું સેટિંગ હિતાવહ રહેશે, બાકી ડેટા કનેકશન બિલ વધી જશે!
પીસીમાં કમ્પ્યુટરમાંના નિશ્ચિત ફોલ્ડરના તમામ ફોટોગ્રાફ ઓટોમેટિકલી ગૂગલ+ ફોટોઝમાં અલોડ થાય એવી વ્યવસ્થા કરી શકાય છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની લિંક એ વધુ માહિતી અહીંથી મળશે : https://support.google.com/picasa/answer/4392268
તમારા ફોટોઝ ગૂગલ+માં ફોટોઝ વિભાગમાં જોઈ શકાશે. પીસીમાંથી તમામ ફોટોઝો ઓટો બેકઅપ લેવાને બદલે પસંદગીના ફોટો અપલોડ કરવા વધુ યોગ્ય રહેશે.

ફોટો સ્ટોરીઝ મેળવવા માટે જરુરી સેટિંગ્સ
મોબાઇલ ડિવાઇસમાં ગૂગલ લોકેશ હિસ્ટ્રી ઓન રાખો :ડિવાઇસના એપ્સ મેનુમાં ગૂગલ સેટિંગ્સમાં જાઓ.અહીં ‘લોકેશન’ને ટચ કરો. અહીં ‘એક્સેસ લોકેશન’ના બોકસને ટિક કરો. અહીં જ લોકેશન હિસ્ટ્રીને ઓન કરવાનો વિકલ્પ પણ મળશે. અહીં આપેલા બીજા એક વિકલ્પ મુજબ, જો તમે મોબાઇલ દ્વારા તમારા લોકેશનનું રિપોર્ટિંગ ગૂગલને કરો તો ગૂગલ સર્ચ કે ગૂગલ નાઉ જેવી સર્વિસ વધુ અસરકારક બને છે, પણ તેમાં મોબાઇલ ડેટા કનેકશનનું બિલ ઘણું વધી જવાની પૂરી શક્યતા છે!
જો તમે ગૂગલ ડ્રાઇવમાં તમારા ફોટોગ્રાફ્સ અપલોડ સ્ટોર કરતા હો તો પીસીમાં ગૂગલ+માં જઈ, તેા સેટિંગ્સમાં જાઓ અને ફોટોઝ સેક્શનમાં ‘શો ડ્રાઇવ ફોટોઝ એન્ડ વીડિયોઝ ઇન યોર ફોટો લાઇબ્રેરી’ સામેના બોક્સને ટિક કરી દો.
‘ઓટો ઓસ્સમ’ કે ‘ઓટો એન્હેન્સ’ ફીચર્સ ઓન કરવા માટે પણ ગૂગલ+ના સેટિંગ્સમાં ફોટોઝ વિભાગમાં વિકલ્પો મળશે.
એટલું જરા યાદ રાખશો કે તમે તમારી ઘણી બધી વિગતો ગૂગલે આપવા તૈયાર હોય તો જ આ પ્રકારાના સેટિંગ્સ કરશો. કેટલાક લોકોના મતે, ગૂગલ આપણી વધુ ને વધુ માહિતી મેળવવાના વળતરરુપે જ આ બધાં ફીચર્સ આપે છે!

