ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા આ મહિને એટલે કે ડિસેમ્બર ૨૦૧૪માં ૩૦.૨ કરોડ થઈ જવાની શક્યતા છે. ઇન્ટરનટે એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને માર્કેટ રિસર્ચ કંપની આઇએમઆરબી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

કુલ ૬૦ કરોડ યુઝર્સ સાથે ચીન વિશ્વમાં સૌથી આગળ છે. તેના પછી અમેરિકા છે અને ત્યાર પછી ભારતનો નંબર છે, પણ હવે ભારત યુએસ કરતાં આગળ નીકળી જવાની ધારણા છે.
આ આંકડા કંટાળાજનક લાગતા હોય તો ઉપરનું ગ્રાફિક જુઓ – ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ કેટલી ઝડપે વધી રહ્યો છે એ બરાબર સમજાઈ જશે!
