(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર!

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ?

ઇન્ટરનેટને ખરેખર આપણા ગજવામાં મૂકી દેતી આ અફલાતૂન સુવિધા ઉપયોગી તો અગાઉ પણ હતી, પણ ત્યારે તેનો ખરો લાભ માત્ર સ્માર્ટફોન ધરાવતા લોકોને મળે તેમ હતો.

સ્માર્ટફોનમાં આ એપનો ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લાભ મળતો હતો, જ્યારે પીસી પર પોકેટનો લાભ માત્ર નેટ કનેક્શન હોય ત્યારે જ મળી શકતો હતો. મતલબ કે ત્યારે આ મુદ્દાને ૧૦૦માંથી ૭૫ ટકા માર્ક મળતા હોવાથી ધીરજ ધરવાનું નક્કી કરી, કવર સ્ટોરી પડતી મૂકી હતી.

હવે ધીરજનાં મીઠાં ફળ પાક્યાં છે અને પોકેટ સ્માર્ટફોન અને પીસી બંને પર, ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉપયોગી છે!

મૂળ મુદ્દા પર આવતાં પહેલાં, વધુ એક આડ વાત. ‘સાયબરસફર’ના લેખક અને સંપાદકને બે સવાલ વારંવાર પૂછાય છે, સૌથી વધુ પૂછાતો સવાલ છે – નેટ પરથી કમાણી કેવી રીતે કરાય?! બીજો સવાલ છે, આટલું બધું શોધી ક્યાંથી લાવો છો? એનો જવાબ સહેલો છે, ગૂગલિંગ કરીને અને ત્યાર પછી દરેક મુદ્દાના જાત અનુભવ પરથી.

નવો વિષય શોધવો અને પછી તેને તપાસવો – આ બે તબક્કા વચ્ચે ઉપયોગી થાય છે આ પોકેટ અને તેના જેવી બીજી કેટલીક સર્વિસ.

ઇન્ટરનેટનું સૌથી મોટું જમા પાસું અને એટલું જ મોટું ઉધાર પાસું એક જ છે – ઇન્ફર્મેશનનો ઓવરલોડ. ઇન્ટરનેટ પર આપણને દુનિયાભરની માહિતી મળે, પણ એટલા વિપુલ પ્રમાણમાં મળે કે તેમાંથી ઉપયોગી અને કામની માહિતી તારવવી, સાચવવી અને પછી યોગ્ય સમયે ઉપયોગમાં લેવી એ બહુ મુશ્કેલ કામ બની જાય છે. આ સ્થિતિમાં અત્યંત ઉપયોગી થાય છે પોકેટ જેવી સર્વિસ.

હવે મૂળ મુદ્દાની વાત, પોકેટ તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે?

જવાબ તમને આગળના લખાણમાંથી મળવા જ લાગ્યો હશે. તમે સ્ટુડન્ટ હો તો તમે તમારા સર્ફિંગ દરમિયાન, તમારા અભ્યાસમાં ઉપયોગી થાય એવી સંખ્યાબંધ વેબસાઇટ્સ કે બ્લોગ્સમાં એવા કેટલાય આર્ટિકલ્સ તમારી નજરે ચઢતા હશે, જે તમને લાગે કે આખેઆખા વાંચવા જેવા છે, પણ એ સમયે એટલી ફુરસદ ન હોય.

તમે શિક્ષક હો તો પણ એવી કેટલીય વાંચનસામગ્રી નેટ પર નજરે ચઢતી હશે, જે તમારા પોતાના નોલેજ અપડેશન માટે કે સ્ટુડન્ટ્સ સાથે શેર કરવા માટે જરુરી લાગતી હશે, પણ સમયના અભાવે એ બધું પૂરેપૂરું વાંચી શકાતું નહીં હોય. તમે બિઝનેસમેન હો, એક્ઝિક્યુટિવ હો, નિવૃત્ત વ્યક્તિ હો કે કામકાજમાં વ્યસ્ત ગૃહિણી હો, નેટ પર સૌને કોઈના રસના વિષયનું ઉપયોગી સાહિત્ય તો અઢળક છે જ, એ વાંચવાનો સમય સૌ પાસે હોતો નથી.

આવી સ્થિતિમાં, એક સરસ ઉપાય ઉપયોગી વેબપેજીસને બુકમાર્ક કરી લેવાનો છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આ સુવિધા ફેવરિટ્સ નામે ઓળખાય છે, ક્રોમ કે ફાયરફોક્સમાં તે બુકમાર્ક તરીકે જ ઓળખાય છે. પરંતુ, હવે આપણે ફક્ત એક પીસી પર આપણું કામ કરતા નથી.

પીસી, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન વચ્ચે આપણું કામ અને ધ્યાન વહેંચાયેલાં રહે છે. એટલે આપણા બુકમાર્ક્સ પણ બધાં સાધનમાં હાથવગા રહે તો જ વાત બને. ક્રોમ, ફાયરફોક્સમાં આ સુવિધા મળે છે, પણ પોકેટ (અને તેના જેવી બીજી કેટલીક સર્વિસીઝ) બુકમાર્કિંગથી ઘણું બધું આગળ જાય છે.
કઈ રીતે?


આવો સમજીએ!

આગળ શું વાંચશો?

  • વેબપેજીસ પોકેટમાં સેવ કરવા માટે…

  • પીસીના વેબબ્રાઉઝરમાં…

  • મોબાઈલ ડિવાઈસમાં

  • ડાયરેક્ટ એપમાંથી

  • ઈ-મેઈલ દ્વારા

  • પોકેટમાંના વેબપેજીસ વાંચવા માટે…

  • મોબાઈલ ડિવાઈસ માટે ધ્યાનમાં રાખવા જેવું..

વેબપેજીસ પોકેટમાં સેવ કરવા માટે…

આગળ જણાવ્યા મુજબ, પોકેટનો પૂરો લાભ લેવો હોય તો આપણા પીસી-લેપટોપની સાથે સ્માર્ટફોન કે ટેબલેટમાં પણ પોકેટની ફ્રી એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લેવાનું ભૂલશો નહીં. જોકે પોકેટ માત્ર પીસી કે માત્ર ફોન પર પણ ઉપયોગમાં લઈ શકાય છે.

પોકેટમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી અને મોબાઇલ ડિવાઇસમાં તેની એપ ઇન્સ્ટોલ કર્યા પછી હવે સમજીએ આપણા વેબ-બ્રાઉઝિંગ દરમિયાન ઉપયોગી લાગતી માહિતી પોકેટમાં સાચવી લેવાનાં પગલાં.

પીસીના વેબ બ્રાઉઝરમાં..

જો ગૂગલ તમે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેના વેબસ્ટોરમાં જાઓ અને ત્યાંથી ડાબી તરફની પેનલમાં આપેલ સર્ચ બોક્સની મદદથી પોકેટ સર્ચ કરો. તમને બે રીઝલ્ટ જોવા મળશે, પોકેટની એપ અને પોકેટનું એક્સટેન્શન. આપણે બંને કામનાં છે.

પોકેટ એપ ડાઉનલોડ કરશો એટલે, જો તમે પહેલી વાર ક્રોમની ઓફલાઇન એપ ડાઉનલોડ કરી રહ્યા હશો તો તમારા પીસી કે લેપટોપના નીચેના ટાસ્કબારમાં ક્રોમ એપ લોન્ચરનો આઇકન ઉમેરાઈ જશે. અહીંથી તમે પોકેટ એપ લોન્ચ કરી શકશો. આ પોકેટમાં પેજીસ સેવ કયર્િ પછી, તેને વાંચવામાં મદદરુપ થશે.

જ્યારે પોકેટમાં વેબપેજ સેવ કરવા માટે આપણે ક્રોમ વેબ સ્ટોરમાંથી પોકેટનું એક્સટેન્શન પણ ઇન્સ્ટોલ કરવું પડશે. હવે તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઉપર જમણા ખૂણે પોકેટનો આઇકન જોવા મળશે. આપણે કોઈ પણ વેબસાઇટ પર હોઈએ અને કોઈ પેજ ફુરસદે વાંચવા જેવું લાગે તો ફક્ત પોકેટના આઇકન પર ક્લિક કરવાથી એ પેજ પોકેટમાં સેવ થશે અને ત્યારે જ આપણે એ પેજને કોઈ ચોક્કસ ટેગ આપવા માગતા હોઈએ તો આપી શકાય છે.

પોકેટનો પૂરો લાભ લેવા માટે આ ટેગિંગ ખાસ સમજી લેવા જેવું છે.

ધારો કે તમે મેથ્સને લગતાં જુદાં જદાં પેજ સેવ કરવા માગતા હો કે જુદાં જુદાં એકાઉન્ટિંગ સોફ્ટવેરનાં ફીચર્સ તપાસી લેવા માટે અલગ અલગ વેબસાઇટનાં પેજ સેવ કરવા માગતા હો કે જુદી જુદી રેસિપીનાં પેજ સેવ કરવા માગતા હો તો મેથ્સ, એકાઉન્ટિંગ કે પંજાબી-ગુજરાતી જેવાં ટેગ્સ આપવાથી, જ્યારે પૂરતી ફુરસદ મળે ત્યારે પોકેટ ઓપન કરીને આ બધા આર્ટિકલ વાંચવા બેસીએ ત્યારે ટેગિંગ બહુ મદદરુપ થાય છે.

જો તમે ક્રોમને બદલે ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હો તો પોકેટના હોમપેજ પરથી હાઉ ટુ સેવ વિભાગમાં જઈને તમારા બ્રાઉઝર માટેની બુકમાર્કલેટ માઉસથી ખેંચીના બ્રાઉઝ‚ના બુકમાર્ક્સ બાર સુધી લઈ જઈને છોડી દેવાની રહેશે. એ માટે, બ્રાઉઝરના ઓપ્શન્સમાં જઈને બુકમાર્ક બાર વિઝિબલ રાખવાનું ભૂલતા નહીં. હવે આ બટન પણ ક્રોમમાંના પેલા આઇકન જેવું જ કામ આપશે.

અથવા, તમે ફાયરફોક્સ માટેનું પોકેટનું એડ-ઓન પણ ઇન્સ્ટોલ કરી શકો છો, અહીં પણ તમે વેબપેજીસ પોકેટ સેવ કરવાની અને તેને વેબ બ્રાઉઝરમાં – ઇચ્છો તો નેટ કનેક્શન વિના પણ – વાંચવાની સગવડ મળશે.

મોબાઇલ ડિવાઇસમાં

તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કે મેક એપ સ્ટોરમાંથી તમારા મોબાઇલ ડિવાઇસ માટે પોકેટની ફ્રી એપ ડાઉનલોડ કરી શકો છો. હવે તમે મોબાઇલમાં કોઈ પણ બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હો અને કોઈ પેજ સેવ કરી લેવા જેવું લાગે તો સેટિંગ્સમાં જઈને, શેર લિંક પર ક્લિક કરતાં, એડ ટુ પોકેટનો વિકલ્પ મળશે.

તેના પર ક્લિક કરતાં, એ પેજ પોકેટમાં સેવ થશે અને તેની સાથે જ, એ પેજને ટેગ કરવાનું બટન તેમ જ એ પેજ કોઈને મેઇલ કરવાનું બટન પણ મળશે. પેજ સેવ કરતી વખતે જ તેને ટેગિંગ કરવાની સુવિધા પહેલાં ફક્ત પીસી પરના વેબ બ્રાઉઝરમાં મળતી હતી, હવે પોકેટના લેટેસ્ટ વર્ઝનમાં આ સુવિધા મોબાઇલમાં પણ ઉમેરાઈ છે.

ડાયરેક્ટ એપમાંથી

જો તમે મોબાઇલમાં વિવિધ એપનો ઉપયોગ કરતા હો તો તેને તમારા પોકેટ સાથે લિંક્ડ કરી શકો છો. જેમ કે તમે જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ્સ પર મૂકાતી તાજી માહિતી વાંચવા માટે તેના આરએસએસ ફીડ રીડર તરીકે ફીડલી (http://feedly.com/#welcome)નો ઉપયોગ કરતા હો તો ફીડલીના એકાઉન્ટમાં જઈ, એડવાન્સ્ડ સેટિંગમાં જઈને પોકેટનું તમારું યુઝરનેમ અને પાસવર્ડ જણાવી દેશો તો પછી ફીડલીનો કોઈ પણ આર્ટિકલ વાંચતી વખતે, ટોપ પર પોકેટના આઇકન પર ક્લિક કરીને તેને સેવ કરી શકશો.

આ રીતે આપણે ૩૦૦થી વધુ એપ્સ સાથે પોકેટનું ઇન્ટીગ્રેશન કરી શકીએ છીએ!

ઇ-મેઇલ દ્વારા

માની લો કે તમને ક્રોમનું એક્સટેન્શન કે ફાયરફોક્સની બુકમાર્કલેટ કે મોબાઇલમાં એપ સાથેનું ઇન્ટીગ્રેશન વગેરે કોઈ રીતે અનુકૂળ આવતી નથી, તો પણ નો પ્રોબ્લેમ! તમે જે તે આર્ટિકલનું યુઆરએલ કોપી કરીને (કે મોબાઇલમાં શેર લિંકમાં જઈને મેઇલ પર ક્લિક કરીને) તમે પોકેટને આપેલા ઈ-મેઇલ એડ્રેસમાંથી add@getpocket.com પર ઈ-ઇમેલ કરી દેશો તો પણ એ તમારા પોકેટના લિસ્ટમાં સેવ થઈ જશે.

પોકેટમાંનાં વેબપેજીસ વાંચવા માટે…

પોકેટમાં સેવ કેવી રીતે કરવું એ તો આપણે જાણ્યું પણ સેવ કરવા જેવાં વેબપેજીસ સુધી કેવી રીતે પહોંચવું એ પણ મહત્ત્વનો સવાલ છે.

ઇન્ટરનેટ પર સતત નવી નવી માહિતી અને તમારા રસના વિષયો અંગેના નવા લેખ, નવા વીડિયો વગેરે ઉમેરાતું જ રહે છે. આવી દરેક સાઇટ પર વારંવાર જઈને અપડેટ રહેવું શક્ય બનતું નથી. એનો સહેલો ઉપાય આરએસએસ ફીડ કે તેની કઝીન જેવી બીજી સર્વિસીઝનો લાભ લેવો જરૂરી છે.

તમે, સ્ટમ્બલ અપોન (www.stumbleupon.com/) કે ડીગ (http://digg.com) વગેરે જેવી સર્વિસીઝનો કમ્પ્યુટર પર કે સ્માર્ટફોનમાં આ બધાની એપ ઉપરાંત ગૂગલ કરન્ટ, ફ્લિપબોર્ડ વગેરે એપનો ઉપયોગ કરતો તમારા પસંદગીના વિષયોની સતત નવી નવી જાણકારી તમે સહેલાઈથી મેળવી શકો છો.

આટલું કામ થયા પછી, તેમાંથી જે ઉપયોગી લાગે તે લેખો, ફુરસદે વાંચવા માટે પોકેટમાં સેવ કરી શકાય છે.

પોકેટનો એક મોટો ફાયદો એ છે કે તે જ્યારે કોઈ વેબપેજ સેવ કરે છે ત્યારે તેમાંની બિનજરૂરી સામગ્રી દૂર કરીને ફક્ત લખાણ અને તેને સંબંધિત ઈમેજીસ તારવીને એકદમ ક્લિન લેઆઉટમાં લેખ રજૂ કરે છે. આપણે ઇચ્છીએ ત્યારે જે તે લેખને તેના મૂળ સ્વપમાં, મૂળ વેબસાઇટ પર વાંચવાની લિંક તો ઉપલબ્ધ રહે જ છે.

પોકેટમાં સેવ કરેલા લેખો આપણે કમ્પ્યુટર અને મોબાઇલ ડિવાઇસમાં એક્સેસ કરી શકીએ છીએ.

મોબાઇલ ડિવાઇસ માટે ધ્યાનમાં રાખવા જેવું….

મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ પેજ પોકેટમાં સેવ કરતાં તે ડાઉનલોડ થાય છે. આપણે પોકેટનો કમ્પ્યુટર પર ઉપયોગ કરી રહ્યા હોઈએ તો તેમાં સ્ટોરેજ કે ડેટા પ્લાન ખર્ચાઈ જવાની ખાસ ચિંતા હોતી નથી, પણ મોબાઇલમાં આ ચિંતા રહે છે. તેના ઉપાય તરીકે, મોબાઇલમાં પોકેટની સેવ ઇન્સ્ટોલ કર્યા પછી, સૌથી પહેલાં તેના સેટિંગ્સમાં બે જ‚રી સેટિંગ્સ કરી લો.

અહીં એક ઓપ્શન ડાઉનલોડ ઓન્લી ઓન વાઇ-ફાઇનો જોવા મળશે, તેને ઇનેબલ કરી રાખવાથી દરેક વેબપેજની લિંક મોબાઇલમાં સેવ થશે, પણ આખો લેખ જ્યારે વાઇ-ફાઇ કનેક્શન મળશે ત્યારે જ ડાઉનલોડ થશે. બીજું જરુરી સેટિંગ સ્ટોર કેશ ઓન એસડી કાર્ડનું છે. આ ઓપ્શન ઇનેબલ કરવાથી ડાઉનલોડ થયેલો લેખ તમારા એસડી કાર્ડમાં સ્ટોર થશે અને ફોનની મહામૂલી ઇન્ટર્નલ મેમરી બહુ વપરાશે નહીં.

કમ્પ્યુટરમાં પોકેટમાં સાઇન-ઇન થયા પછી બિલકુલ ક્લિન લેઆઉટમાં, આપણે સેવ કરેલા આર્ટિકલ્સ જોવા મળે છે. ચાહો તો આ હોમપેજ વ્યૂ બદલી શકાય છે. પોકેટમાં વીડિયો અને ઇમેજીસ અલગ સેવ થાય છે એટલે તમે ઇચ્છો તો યુટ્યૂબમાંથી રેસિપીના વીડિયોનું આખું પ્લેલિસ્ટ તૈયાર કરી શકો છો!

પેજના સેન્ટરમાં પોકેટના લોગો પર ક્લિક કરતાં એક મેનુ ખૂલે છે, જેમાં ફેવરિટ કે આકર્ઇિવ કરેલા લેખ તેમ જ, ઓપ્શન્સ, હેલ્પ વગેરેની લિંક મળે છે. આકર્ઇિવ કરેલા લેખો હોમ પેજ પર જોવા મળતા નથી, પણ પોકેટની સિસ્ટમમાં સચવાઈ રહે છે. આવા આકર્ઇિવ કરેલા લેખ મોબાઇલમાં પણ આખા સ્ટોર થતા નથી, એટલે આપણે જે આર્ટિકલ વાંચી લઈએ, પણ સાવ ડિલીટ કરવાની ઇચ્છા ન હોય તો તેને આકર્ઇિવ કરી શકાય છે.

આ બધું સમજી લીધા પછી, હવેનું કામ તદ્દન સરળ છે. જ્યારે પણ ફુરસદ મળે ત્યારે પોકેટ ઓપન કરી, તમને ગમતા લેખ સુધી પહોંચો અને વાંચો!

પોકેટની મોબાઇલ એપમાં આપણે જેમ પોકેટમાં વધુ ને વધુ આર્ટિકલ સેવ કરતા જઈએ તેમ તેમ પોકેટ આપણો વપરાશ સમજીને તે મુજબ કેટલાક આર્ટિકલ હાઇલાઇટ કરીને સૌથી ઉપર મૂકે છે.

મોબાઇલ એપમાં ડાર્ક થીમ, ક્લિન વ્હાઇટ બેકગ્રાઉન્ડ કે જૂના કાગળ સેપિયા ટોન જેવું બેકગ્રાઉન્ડ સેટ કરવાની સગવડ છે, તેનાથી તમારું રીડિંગ વધુ આરામદાયક બનશે. ફોન્ટ નાના-મોટા કરવા, ફોન્ટ બદલવા, બ્રાઇટનેસ વધારવી-ઘટાડવી વગેરે ઓપ્શન પણ જે તે આર્ટિકલમાં ગયા પછી મળે છે. તમે ચાહો તો તમારો મોબાઇલ આર્ટિકલનું લખાણ વાંચી સંભળાવે એવી સુવિધા પણ છે, આ સુવિધા હિન્દી ભાષાના લેખ માટે પણ છે!

તદન ક્લિન લેઆઉટ અને ઓછામાં ઓછા અંતરાય સાથે રીડિંગની મજા એ પોકેટની ખાસિયત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!