(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સંબંધિત શબ્દો

આઇપી એડ્રેસ (IP Address)

એક રીતે જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના મસમોટા જાળાને યોગ્ય રીતે જાળવી રાખવાનું બહુ મોટું કામ આ આઇપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસથી થાય છે.

 

આગળ શું વાંચશો?

  • બ્રેક લિંક
  • બ્રોકન લિંક
  • એડ્રેસ બાર
  • એચટીએમએલ
  • ડોમેઈન અને હોસ્ટિંગ

નેટવર્ક સાથે જોડાયેલાં તમામ કમ્પ્યુટર કે અન્ય સાધનોને એક ચોક્કસ એડ્રેસ મળે છે. ટૂંકમાં સમજીએ તો, આપણે જ્યારે આપણા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીએ છીએ ત્યારે તેે એક લોકલ આઇપી એડ્રેસ મળે છે. બીજી કેટલીક પ્રક્રિયા વટાવીને આપણે કોઈ વેબપેજ પર પહોંચવાની કોશિશ કરીએ ત્યારે તે વેબસાઇટનાં વેબપેજીસે આપણા કમ્પ્યુટરનું આઇપી એડ્રેસ આપીને ત્યાં પહોંચવાનો આદેશ મળે છે એ આપણે તે વેબપેજ જોઈ શકીએ છીએ!

 બેક લિંક (Back Link):

બેક લિંક એટલે એવી લિંક, જે વેબપેજના મુલાકાતીને તેઓ જે પેજ પરથી કરન્ટ પેજ પર આવ્યા હોય તેના પર પરત લઈ જાય છે.

બ્રોકન લિંક (Broken Link)

‘ડેડ લિંક’ તરીકે પણ ઓળખાતી એવી લિંક, જે કોઈ કારણસર ધાર્યું કામ કરતી નથી. વેબ લિંક આપણે બીજા કોઈ વેબપેજ પર લઈ જતી હોય છે, પણ એ લિંક તૈયાર કરતી વખતે ભૂલ થઈ હોય અને નવા વેબપેજનું એડ્રેસ ખોટું લખાયું હોય, નવા વેબપેજનું એડ્રેસ બરાબર હોય પણ એ વેબપેજ જ બંધ કરી દેવામાં આવ્યું હોય (જેને ‘૪૦૪’ એરર પણ કહે છે), નવા વેબપેજની એક્સેસ ફાયરવોલને કારણે મર્યાદિત હોય, વગેરે કારણોસર લિંક ક્લિક કરવા છતાં નવું વેબપેજ ખૂલે નહીં તો તેે બ્રોકન કે ડેડ લિંક કહે છે.

એડ્રેસ બાર (Address Bar)

ઇન્ટરનેટ પર કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચવા માટે બ્રાઉઝરના જે ખાનામાં આપણે એડ્રેસ લખીએ છીએ તે એડ્રેસબાર કહેવાય છે. તે લોકેશન બાર કે યુઆરએલ બાર તરીકે પણ ઓળખાય છે. લેટેસ્ટ બ્રાઉઝર્સમાં આ એડ્રેસ બારે ‘ઓમ્નીબોક્સ’ બનાવી દેવામાં આવ્યો છે, એટલે કે તે સર્ચ એન્જિન તરીકે પણ કામ કરે છે એ આપણે તેમાં કોઈ પણ શબ્દો લઈને તેે સર્ચ કરી શકીએ છીએ. તમે બ્રાઉઝરમાં કોઈ વેબપેજ જોઈ રહ્યા હોય એ એડ્રેસ બારમાં કશુંક ટાઇપ કરવા કર્સર લઈ જવું હોય તો તેે માટે માઉસની મદદ લેવાની જરુર નથી. કંટ્રોલ પ્લસ એલ કી પ્રેસ કરવાથી આ કામ થઈ જશે!

એચટીએમએલ (HTML)

હાયરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂકું નામ છે એચટીએમએલ. ૧૯૯૦માં ટીમ બર્નર્સ લીએ આ ખાસ પ્રકારની લેંગ્વેજ વિક્સાવી. તેનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડ વાઇડ વેબ પરનાં પેજીસ જેવાં ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં થાય છે, જેમાં બીજાં પેજીસ સુધી પહોંચવા માટે હાયપરલિંક્સ આપવામાં આવી હોય છે. દરેક વેબપેજ એચટીએમએલ કોડની મદદથી તૈયાર થાય છે, જેની ટેક્સ્ટનું ફોર્મેટિંગ (ફોન્ટ, તેની સાઇઝ, બોલ્ડ કે ઇટાલિક, રંગ વગેરે) તથા ઇમેજીસ (સાઇઝ, જેમાં ડાબી કે જમણી તરફ વગેરે)ને યોગ્ય રીતે દર્શાવી શકાય છે. નીચે ડાબી તરફ, ‘સાયબરસફર’ની વેબસાઇટનું હોમપેજ છે, જે આપણે સૌ જોઈ શકીએ છીએ એ જમણી તરફ, એ પેજનો એચટીએમએલ કોડ છે! અહીં કોડનો થોડો ભાગ જ દર્શાવી શકાયો છે, કેમ કે આખો કોડ તો ઘણો લાંબો હોય છે.એચટીએમએલમાં વર્ઝન બદલાતાં જાય છે, જેમ કે અત્યારે એચટીએમએલ લેંગ્વેજનો વધુ ઉપયોગ થાય છે.

ડોમેઇન અને હોસ્ટિંગ (Domain and Hosting)

ઇન્ટરેટના સંદર્ભે વાત કરીએ તો વેબસાઇટ કે વેજપેજનું કામ એટલે તેનું ડોમેઇન. જેમ કે ‘duplics.cybersafar.in’ એ સાયબરસફરની વેબસાઇટનું ડોમેઇન છે. ડોમેઇન શક્ય એટલું સરળ રાખવું જોઈએ જેથી લોકો તેે સહેલાઈથી યાદ રાખી શકે અને તેના સુધી પહોંચી શકે. આપણે ગોડેડી કે નેટવર્ક સોલ્યુશન્સ જેવી કંપનીઓની મદદથી આપણું ડોમેઇન નોધાવી શકીએ છીએ. હોસ્ટિંગ એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય કંપનીઓ દ્વારા આપવામાં આવતી સર્વરની જગ્યા, જેના પર આપણે આપણાં વેબપેજીસ સ્ટોર કરી શકીએ છીએ એ આપણી સાઇટના મુલાકાતીઓ આ સર્વર પરના વેબપેજીસ એક્સેસ કરે છે. સાદી સમજ માટે એમ કહી શકાય કે ડોમેઇન એટલે આપણા ઘરની નેમપ્લેટ એ હોસ્ટિંગ સ્પેસ એટલે આખું ઘર! ડોમેઇન એક વાર ખરીદ્યા પછી આપણે દર વર્ષે તેે રીન્યુ કરાવવા માટે રકમ ચૂકવવી પડે છે અને હોસ્ટિંગ એટલે કે ઘર ભાડે લીધા પછી તેનું પણ દર વર્ષે ભાડું ભરવું પડે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!