સવાલ લખી મોકલનારઃ હેમાંગ પારેખ, સુરત
આ સવાલ વાંચીને તમારા બે પ્રકારના પ્રતિભાવ હોઈ શકે છે, જો તમે જીમેઈલનો ઉપયોગ કરતા હશો તો થશે કે આ કામ તો તદ્દન સહેલું છે, અને જો તમે યાહૂ મેઇલનો ઉપયોગ કરતા હશો તો થશે કે બસ આપણે પણ અહીં જ અટકીએ છીએ!
સવાલ મોકલનાર વાચકમિત્ર યાહૂ મેઈલનો ઉપયોગ કરે છે એટલે એમનો પ્રશ્ન બિલકુલ સ્વાભાવિક છે.
મેઈલ દ્વારા આપણે ફોટોગ્રાફ મુખ્યત્વે બે રીતે મોકલી શકીએ, એક તો એટેચમેન્ટ તરીકે અને બીજું મેઈલમાં લખાણની સાથે જ ફોટોગ્રાફ ઉમેરીને. ફોટોગ્રાફ એટેચ કરવાની રીત બધા ઈ-મેઇલ પ્રોગ્રામમાં ઘણે અંશે સરખી હોય છે, પણ લખાણ સાથે જ ફોટોગ્રાફ ઇન્સર્ટ કરવાની સુવિધા બધા ઈ-મેઇલ પ્રોગ્રામમાં હોતી નથી. જોકે તેના રસ્તા હોય છે.
જીમેઇલમાં આપણે આપણા કમ્પ્યુટરમાંની કોઈ ઈમેજ ઈ-મેઇલ મેસેજમાં ઇન્સર્ટ કરવા માગતા હોઈએ તો મેસેજ કમ્પોઝ બોક્સમાં નીચે આપેલ મેનુમાં ઇન્સર્ટ ઇમેજના બટન પર ક્લિક કરીએ એટલે વિવિધ વિકલ્પો સૂચવતું એક બોક્સ ઓન થાય છે. તેમાં, આપણા કમ્પ્યુટરમાંની ઇમેજ અપલોડ કરવાનો વિકલ્પ હોય છે કે ઇન્ટરનેટ પરના કોઈ વેબેજમાંનો ફોટોગ્રાફ તેા યુઆરએલની મદદથી ઇન્સર્ટ કરવાનો વિકલ્પ હોય છે. હજી હમણાં આમાં વધુ એક સુવિધા ઉમેરાઈ છે, જેની મદદી આપણે આપણા ગૂગલપ્લસ એકાઉન્ટમાંના ફોટોગ્રાફ અને આખેઆખાં આલ્બમ (લિંક તરીકે) મોકલી શકીએ છીએ. ફોટોગ્રાફના કિસ્સામાં, તેેને ઇનલાઇન (એટલે કે લખાણની સાથે) અવા એટેચમેન્ટ સ્વરુપે મોકલવાના વિકલ્પ હોય છે. ફોટોગ્રાફ સિલેક્ટ કરીને ઇનલાઇન પર ક્લિક કરી દઈએ એટલે આપણા કમ્પ્યુટરમાનો ફોટોગ્રાફ મેસેજના લખાણમાં ઉમેરાઈ જાય. હમણાં જ જીમેઇલમાં આવેલા ફેરફારી, આવી રીતે ઇનલાઇન ઇન્સર્ટ કરેલી ઇમેજ, ઈ-મેઇલ મેળવાર વ્યક્તિ ઈ-મેઇલ ઓન કરે અને સાથે તેને દેખાય એવી વ્યવસ્થા થઈ છે. અગાઉ, એ વ્યક્તિ પોતે ઈમેજ જોવા ઇચ્છે છે એવું કહે તો જ તેે ઇમેજ દેખાતી હતી.

ખાસ કરીને પોતાના વ્યવસાયા પ્રચાર માટે ઈ-મેઇલમાં ફોટોગ્રાફ મોકલવા માગતી વ્યક્તિ માટે આ સુવિધા વધુ કામની છે.
હવે જો તમે હજી પણ યાહૂ મેઇલનો ઉપયોગ કરતા હો તો તમે નીચે મુજબનાં પગલાં લઈને તમારા ઈ-મેઇલમાં ઇમેજ ઇન્સર્ટ કરી શકો છો.
વાસ્તવમાં યાહૂમાં ડાયરેક્ટલી કમ્પ્યુટરમાંની ઇમેજ અપલોડ કરી શકાતી નથી, એ માટે ઇમેજ ક્લાઉડ પર, એટલે કે ઇન્ટરનેટ પર કોઈ જગ્યાએ અપલોડ થયેલી હોવી જરુરી છે. જો તમે કોઈ વેબપેજમાંની ઇમેજ મેઇલમાં ઇન્સર્ટ કરવા માગતા હો તો અને ઇમેજ પર માઉસથી રાઇટ ક્લિક કરી, કોઈ ઇમેજનો વિકલ્પ પસંદ કરો. હવે યાહૂના કમ્પોઝ બોક્સમાં ઇમેજને પેસ્ટ કરશો તો એ ત્યાં દેખાશે. યાદ રહે, ફક્ત ઇમેજા યુઆરએલે કોપી કરીને પેસ્ટ કરશો તો માત્ર લિંક દેખાશે, ઇમેજ નહીં દેખાય.
જો તમે કમ્પ્યુટરમાંની ઇમેજને યાહૂ મેઇલમાં ઇનલાઇન ઇન્સર્ટ કરવા માગતા હો તો પહેલાં ડ્રોપબોક્સ જેવી કોઈ સર્વિસમાં કે તમારો બ્લોગ હોય તો તેમાં અપલોડ કરો એ પછી ત્યાંથી, આગળ જણાવ્યા પ્રમાણે ઇમેજને કોપી કરીને યાહૂ મેઇલ બોક્સમાંપેસ્ટ કરો!
લોકો બીજા બધા ઈ-મેઇલ પ્રોગ્રામ છોડીને જીમેઇલ તરફ કેમ વળી રહ્યા છે એ સમજાયુંને!

