(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્લ્ડ વાઇડ વેબ પર સલામતીની વધતી જંજાળ

આપણને માનવી ગમે નહીં એવી હકીકત એ છે કે ઇન્ટરનેટનો સમાજના ભલા માટે જેટલો ઉપયોગ થઈ શકે છે, એના કરતાં ઘણો વધુ ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થાય છે. એક જમાનામાં પોતાની પ્રોગ્રામિંગ સ્કિલ્સ ટેસ્ટ કરવા માટે આતુર યુવાનો વાઇરસ પ્રોગ્રામ તૈયાર કરતા હતા પણ એ વાત હવે વાસ્તવિક દુનિયાને બિલકુલ સમાંતર ડિજિટલ કરન્સી સાથે ઓર્ગેનાઇઝ્ડ સાયબરક્રાઇમથી સતત વિસ્તરતા ‘ડીપ વેબ’ સુધી પહોંચી ગઈ છે.

આ સંજોગોમાં સામાન્ય યુઝર તરીકે આપણે કેવા કેવા જોખમોનો સામનો કરી રહ્યા છીએ એ જાણવું જરૂરી છે. ‘સાયબરસફર’માં અવારનવાર સાયબરસેફ્ટી વિશે લખતા મિલાપ ઓઝાએ આ વખતે જુદા જુદા માલવેર વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે.

ઓર્ગેનાઇઝ્ડ સાયબરક્રાઇમથી તદ્દન સામે છેડે, આપણે સૌ ઇન્ટરનેટ પર જે પ્રચંડ પ્રમાણમાં ડેટા જનરેટ કરી રહ્યા છીએ તેને ડેટાબેઝ સ્વરૂપે ઓર્ગેનાઇઝ્ડ કરવાની વાત છે. આ ક્ષેત્ર કેવું છે અને તેમાં કારકિર્દીની કેવી તકો છે તેની વાત કરિયર સેન્ટ્રલમાં રોશન રાવલે કરી છે.

આ બંને મુદ્દા તો કદાચ આપણા માટે નવા હોઈ શકે છે, પણ જે આપણે જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી બાબત છે કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી સ્વાસ્થ્ય પર થતી અસર. આ અંકમાં એ બાબતે લેવી જરૂરી સાવચેતી તરફ પણ ફરી ધ્યાન દોર્યું છે.

૮ માર્ચના મહિલા દિનને ધ્યાનમાં રાખીને, આ અંકની ફાઇનલ ક્લિક આપને પહોંચાડશે એક એવી વેબસાઇટ પર, જે આપણા પરિવારનાં મહિલા સભ્યોને પણ ઇન્ટરનેટની ઉપયોગી બાબતોનો લાભ લેવામાં મદદ કરે છે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!