(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એટીએમમાં વધતી અસલામતી

બેન્ક્નું કામકાજ ઘટાડતા અને લોકોની સગવડ વધારતા એટીએમમાં આપણા કાર્ડની વિગતો અને પિનની ચોરી કરવાી પ્રવૃત્તિ વધુ ને વધુ આધુનિક બનતી જાય છે ત્યારે જરુ‚રી બને છે જાણકારી અને સાવધાની

આગળ શું વાંચશો?

  • એટીએમ સ્કીમિંગનો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી
  • એટીએમ સ્કીમિંગનો ભોગ બની જાવ તો શું કરવું?
  • રેસ્ટોરામાં આવી રીતે થઈ શકે છે ફ્રોડ
  • ક્રેડિટ કાર્ડ જો નજર સામે સ્વાઈપ ન થાય તો…
  • વિદેશ કાર્ડસનો ઉપયોગ કોલકત્તામાં

આ વર્ષની શરુ‚આતમાં, પૂણેમાં એક મોબાઇલ કંપનીના સ્ટોરમાં કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી એક યુવતી વેકેશન માણવા માટે ગોઆ ગઈ. દરમિયાન રુ‚પિયાની જરૃર પડતાં, તે ગોઆના કલાન્ગુટ બીચ પાસેની એક પબ્લિક સેક્ટરની બેન્કના એટીએમમાં ગઈ.

પહેલાં એટીએમના દરવાજે પોતાનું કાર્ડ વાપરીને તેણે મુખ્ય દરવાજો અનલોક કર્યો. સામાન્ય રીતે આપણા બધા કરીએ છીએ તેમ, અંદર ગયા પછી કાર્ડના સ્લોટમાં તેણે કાર્ડ નાખ્યું, પોતાનો પીન એન્ટર કર્યો, પણ ‘ટ્રાન્ઝેક્શન ફેઇલ્ડ’નો મેસેજ મળ્યો અને રુ‚પિયા નીકળ્યા નહીં. એણે પ્રયત્ન પડતો મૂક્યો અને ત્યાંથી ચાલતી પકડી.

એ યુવતી પૂણે પરત ફરી અને સાત દિવસ પછી તેના મોબાઇલ પર એસએમએસ આવ્યો કે તેના બેન્ક એકાઉન્ટમાંથી બે વાર દસ હજાર રુ‚પિયા અને એક વાર પાંચ હજાર રુ‚પિયા ઉપાડવામાં આવ્યા છે. આમ કુલ પચીસ હજાર રુ‚પિયાનાં આ ત્રણેય ટ્રાન્ઝેક્શન ફક્ત એક મિનિટમાં થયાં હતાં. યુવતીએ તરત બેન્કમાં તપાસ કરી અને પછી પોલીસમાં ફરિયાદ કરી.

પૂના પોલીસના સાયબર ક્રાઇમ સેલ માટે આ ‘એટીએમ સ્કીમિંગ’નો પહેલો કેસ હતો.

બેન્કે સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો સંપર્ક કર્યો અને તેના દ્વારા ખબર પડી કે એ યુવતીના કાર્ડની વિગતો ગોઆના એટીએમમાંથી ચોરાઈ હતી.

જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હો અને એટીએમમાં જઈને રુ‚પિયા ઉપાડતા હો તો તમે પણ આ રીતે એટીએમ સ્કીમિંગનો ભોગ બની શકો છો.

ભારતમાં અને વિશ્વભરમાં એટીએમનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમ તેમ તેના દુરુપયોગનું પ્રમાણ પણ સતત વધતું જાય છે. આપણા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો ચોરવા માટે જે સાધનોનો ઉપયોગ થાય છે તે એટીએમ સ્કીમર તરીકે ઓળખાય છે.

આપણા કાર્ડની વિગતો ચોરવાની પદ્ધતિ બહુ સાદી છે, પણ તેમાં વપરાતાં સાધનો વધુ ને વધુ સોફિસ્ટિકેટેડ બનતાં જાય છે. અલબત્ત એનું પહેલું પગલું રોજિંદી ચોરી જેવું જ છે. બીજાના કાર્ડની વિગતો ચોરવાનો ઇરાદો ધરાવતી વ્યક્તિ કેટલાંક સાધનો સાથે એટીએમમાં ઘૂસે છે, ઘણાં ખરાં એટીએમમાં મુખ્ય દરવાજા પર લાગેલા, કાર્ડ નાખીને જ ઓપન કરી શકાય એવાં લોક બગડી ગયેલાં હોય છે એટલે એટીએમ ‚મમાં એન્ટ્રી એમને માટે રમત વાત હોય છે. દરવાજે ચોકીદાર હોય તો પણ એનું કામ એટીએમમાં કોઈને પ્રવેશતાં અટકાવવાનું હોતું નથી અને અંદર ગયેલી વ્યક્તિ સામાન્ય કરતાં વધુ સમય લે તો અંદર જઈને તપાસ કરવા જેટલા સજાગ લગભગ કોઈ વોચમેન હોતા નથી.

મોટા ભાગે એટીએમ ‚રુમમાં કાં તો સતત શૂટિંગ કરતા કેમેરા હોય છે અથવા મોશન સેન્સરવાળા એટલે કે કોઈ હલનચલન થાય તો શું થાય એવા કેમેરા લગાડેલા હોય છે, પણ ચોર એની નજરમાંથી બચી શકે છે (આ જ કારણસર એટીએમમાં હેલમેટ, મોટી કેપ વગેરે પહેરીને અંદર જવાની મનાઈ હોય છે). હવે ચોરે ફક્ત પોતાનાં એટીએમ સ્કીમર્સ એટીએમ મશીન પર ફીટ કરવાનાં હોય છે.


એટીએમ સ્કીમરના મુખ્ય બે ભાગ હોય છે. એક ભાગ તરીકે, એક નાનકડું સાધન હોય છે જે એટીએમના કાર્ડ સ્લોટની ઉપર ફીટ કરવામાં આવે છે. આપણે જ્યારે પોતાનું કાર્ડ આ સ્લોટમાં નાખીએ ત્યારે કાર્ડ પહેલાં આ સ્કીમરમાંથી પસાર થાય છે અને પછી અસલી સ્લોટમાં પહોંચે છે. એટલી વારમાં પેલું સ્કીમર આપણા કાર્ડ પરની મેગ્નેટિક પટ્ટીમાંનો ડેટા કોપી કરી લે છે.

પરંતુ ફક્ત કાર્ડનો ડેટા ચોરવો પૂરતો નથી. એની મદદથી, બીજા એટીએમમાંથી રુ‚પિયા ઉપાડવા માટે આપણા પિનની પણ જરુર હોય છે. આ કામ એટીએમ સ્કીમરનું બીજું સાધન – એટલે કે કેમેરા – કરે છે. ચોર એટીએમના પ્રકાર (કી-પેડ કે ટચસ્ક્રીન) મુજબ ઉકૂળ જગ્યાએ એક બિલકુલ નાનો કેમેરા બેસાડે છે. આપણે બેધ્યાનપણે પિન એન્ટર કરીએ એ બધું જ આ કેમેરા કેપ્ચર કરે છે.

ચોર આપણા કાર્ડના ડેટાનો ઉપયોગ કરીને નવી મેગ્નેટિક સ્ટ્રીપવાળું બોગસ એટીએમ કાર્ડ બનાવી શકે છે. આપણો પિન પણ તેની પાસે છે જ, તેણે ફક્ત કોઈ પણ એટીએમમાં સામાન્ય એકાઉન્ટધારક તરીકે એન્ટ્રી જ કરવાની છે અને રુ‚પિયા ઉપાડવાના છે અવા કોઈ સ્ટોરમાં જઈે કાર્ડ દ્વારા, પિન એન્ટર કરીને ખરીદી કરવાની છે!

પોલીસ માટે માથાનો દુ:ખાવો એ છે કે આ સાધનો વધુ ને વધુ આધુનિક બની રહ્યા છે અને છડેચોક ઇન્ટરનેટ પર વેચાઈ પણ રહ્યાં છે. આખેઆખું કાર્ડ સ્લોટ અસલી સ્લોટ પર બેસાડવાના બદલે બિલકુલ નાનું અને નજરમાંય  ન આવે એવું એક સાધન અસલી સ્લોટની અંદર ફીટ કરી શકાય છે. કેમેરાને બદલે અસલી કીપેડની ઉપર બેસાડી શકાય એવું નકલી કીપેડ પણ મળે છે.

આપણે પિન એન્ટર કરીએ ત્યારે આ નકલી કીપેડ મારફત અસલી કી પ્રેસ થાય છે. કેમેરામાં તો આપણે પોતે આડા આવીએ કે પિન એન્ટર કરતી વખતે આડો હાથ રાખવા જેવી સાવધાની રાખવામાં આવે તો કેમેરામાં કશું પકડાય નહીં. જ્યારે નકલી કીપેડ તો અચૂકપણે આપણો પિન નોંધી શકે છે.
ભારતમાં એ વિદેશોમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા તાં કે ઓલાઇ કરવામાં આવતાં ટ્રાન્ઝેક્શે સલામત બાવવા સતત પ્રયાસ થાય છે, રંતુ તેની સામે ચોર પણ વધુ આધુનિક સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ સંજોગમાં જાણકારી એ સાવધાની આપણા સૌની મોટા સાથી છે.

એટીએમ સ્કીમિંગો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી

પહેલો દેખીતો ઉપાય છે કે એટીએમનો  ઉપયોગ જ શક્ય એટલો ટાળવો. અત્યારે બધી જ બેન્કો તેમા નકામું ભારણ ઘટાડવા માટે એટીએમ દ્વારા લેવડ-દેવડને પ્રોત્સાહન આપી રહી છે, પણ રોજિંદી જ‚રુરિયાત માટે બેન્કમાં જઈને નાણાં ઉપાડી શકાય.

બને ત્યાં સુધી આપણી પોતાની બેન્કના અને આપણાપોતાના જાણીતા એટીએમમાંથી નાંણાં ઉપાડવાની ટેવ રાખવી.

અજાણ્યા વિસ્તાર કે શહેરમાં એટીએમો ઉયોગ કરવો પડે તો વધુ ભીડ એ અવરજવરવાળા વિસ્તારમાંના એટીએમનો ઉપયોગ કરવો. ચોર સામાન્ય રીતે નિર્જન વિસ્તારના એટીએમ પર પોતાની કળા અજમાવવાનું પસંદ કરે છે.એટીએમનો દરવાજે કાર્ડ સ્વાઇપ કર્યા પછી જ દરવાજો ખૂલે તેવું લોક હોય તો એ એ લોકને ધ્યાનથી તપાસવું, કશુંક પણ અજુગતું લાગે કે લોક હોવા છતાં દરવાજો એમને એમ ખોલી શકાતો હોય તો એ એટીએમનો ઉપયોગ ટાળવો. આનો સીધો અર્થ છે કે બેન્ક પોતાના એટીએમની સલામતી વિશે બેધ્યાન છે.એટીમએમ કેબિનમાં ફક્ત એક એટીએમ હોય તો અંદર બીજી વ્યક્તિની હાજરી બિલકુલ ચલાવી  ન લેવી. ગરમીના દિવસોમાં ઘણા એટીએમના ચોકીદાર એટીએમના એસીનો લાભ લેતા હોય છે, પરંતુ આપણે એટીએમનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તેમને બહાર જવાનું કહી જ શકાય.

તમને પોતાને એટીએમો ઉપયોગ ફાવતો  ન હોય તો ઉપયોગ ન જ  કરો, બીજી કોઈ વ્યક્તિની મદદ  લો કે કોઈ સામેની મદદ કરે તો ચલાવી  ન લો.

એટીએમમાં કોઈ વ્યક્તિને હેલમેટ પહેરેલી હાલતમાં અંદર જતાં કે બહાર આવતાં જુઓ તો વોચમેનનું તરત ધ્યાન દોરો. આવા એટીએમનો ઉપયોગ ટાળો. ‘પણ વધુ પડતી સાવધાની’ જેવું કશું જ હોતું નથી, મહેનતાનાં નાણાંની વાત હોય ત્યારે તમામ પ્રકારની સાવધાની અનિવાર્ય છે.

એટીએમમાં કાર્ડ નાખવાના સ્લોટ  અને કીપેડને ધ્યાનથી તપાસો. કંઈ અયોગ્ય લાગે છે? કાર્ડસ્લોટ પોતાની  જગ્યાએ હલે છે? ચોરોનાં સાધનો આધુનિક બન્યાં હોવા છતાં તેમણે પોતાનું નકલી કાર્ડ સ્લોટ ફીટ કરવા માટે મોટા ભાગે ટુ-વે ટેપનો જ ઉપયોગ કરવો પડે છે.

જો કાર્ડસ્લોટ તપાસવા જતાં એ હાથમાં આવી પડે તો તરત એટીએમમાં જ આપેલા નંબર્સ પર બેન્કો સંપર્ક કરો. કીપેડ પણ તપાસો. કશું પણ અસાધારણ કે પોતાની યોગ્ય જગ્યાએ બરાબર બંધબેસતું  હોય એવું લાગે છે?

ટચ સ્ક્રીન કે કીપેડ પર આપણે પીન લખીએ ત્યારે એ કેપ્ચર કરી શકે તેવો કોઈ બિલકુલ નાનો કેમેરા આજુબાજુમાં દેખાય છે? ઝીણવટથી તપાસો.

જ્યારે તમે તમારો પીન દાખલ કરો ત્યારે અચૂકણે તમારા બીજા હાથથી કીપેડને ઢાંકી રાખો. કેમેરા આપણી નજરમાં આવ્યો  હોય તો પણ સાવધાની રાખવામાં કશું ખોટું નથી.

જો ટ્રાન્ઝેક્શ સફળ થાય અને તમે માગેલાં નાણાં મળી જાય તો ટ્રાન્ઝેક્શન સ્લીપ લેવા ઊભા રહો એ સ્લીપો ડૂચો વાળીને ત્યાં ને ત્યાં ફેંકશો નહીં (આપણે ત્યાં મોટા ભાગનાં એટીએમ આવી સ્લીપોથી ઉભરાતાં હોય છે). તમારા ખાતામાં કોઈ પણ ખોટી લેવડ-દેવડના કિસ્સામાં આ બધી સ્લીપ પુરાવા તરીકે કામ લાગી શકે છે.

નિયમિત રીતે તમારા બેન્કખાતાના સ્ટેટમેન્ટને ચકાસતા રહો. જે તે એટીએમ ટ્રાન્ઝેક્શનો સ્ટેટમેન્ટ સાથે તાળો મળે તે પછી જ સ્લીપ ફાડીને કચરામાં નાંખો.

રેસ્ટોરાં કે પેટ્રોલ પંપ કે શોપિંગ મોલમાં તમારી નજર સામે જ તમારું કાર્ડ સ્વાઇપ થાય તેનો આગ્રહ રાખો. હવે બધાં કાર્ડમાં પિન નાખવો ફરજિયાત થયો છે, પણ પિન નાખતી વખતે ફરી તમારા બીજા હાથથી કીપેડ ઢાંકી રાખો.

આ ઉપરાંત, બચત ખાતામાં માસિક નિશ્ચિત જ‚રુરિયાતની વધુ રકમ ન રાખો. એ જ રીતે ક્રેડિટ કાર્ડમાં પણ સંભવિત જ‚રુરિયાતથી વધુ ક્રેડિટ ન લિમિટ  રાખો તેમ જ તેના વપરાશી દૈનિક મર્યાદા બાંધવાની સગવડોનો પણ જરુ‚ર લાભ લઈ શકાય. આ બંને મુદ્દા, પર્સનલ ફાઇનાન્સના યોગ્ય મેેનેજમેન્ટની દૃષ્ટિએ પણ ઘણા મહત્ત્વના છે!

એટીએમ સ્કીમિંગનો ભોગ બની જાવ તો શું કરવું?

પહેલો મુદ્દો તો એ છે કે, બધી તકેદારી રાખ્યા પછી પણ આપણે એટીએમ સ્કીમિંગનો ભોગ બનીએ તો તેની જાણ આપણને વહેલી તકે થવી જોઈએ.
એ માટે, અચૂકપણે તમારી બેન્ક પાસેથી એટીએમ કે અન્ય ટ્રાન્ઝેક્શના એસએમએસ મેળવવાનો આગ્રહ રાખો અને આવો એસએમએસ આવે ત્યારે અચૂક તેના પર નજર પણ ફેરવી લો.

કંઈ પણ ખોટું જણાય તો તરત બેન્કનો કયા નંબર પર સંપર્ક કરવો તેની એક નિશ્ચિત જગ્યાએ નોંધ રાખો. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ સાથેનું પર્સ ખોવાય ત્યારે આ નોંધ બહુ કામ લાગશે. હવે ઘણી ખરી બેંક કાર્ડ બ્લોક કરાવ્યાા પહેલાં અને પછીના અમુક દિવસોમાં થતાં ટ્રાન્ઝેક્શન સામે વીમાનું રક્ષણ આપે છે,પણ કાર્ડ બને તેટલું ઝડપી બ્લોક કરાવવું જ‚રી છે.

તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ થયાનું ધ્યાનમાં આવે તો તરત જ તમારી બેન્કનો સંપર્ક કરો, રકમ ભલે ગમે તેટલી નાની હોય. જો ફોન  પર કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હોય તો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનું નામ અનેે તમારી કમ્પ્લેઇન રેફરન્સ નંબર અચૂક મેળવો. લેખિતમાં અરજી કરો તો તેની નકલ પર બેન્કના અધિકારીનો સહી-સિક્કો મેળવો.

સામાન્ય રીતે, આપણે બેન્કને ફરિયાદ કરીએ તે પછી બેન્કને તરત જ આપણું કાર્ડ હોટલિસ્ટ કરવાનું હોય છે. જો ખોટી રીતે નાણાં બીજાં ખાતાંમાં ટ્રાન્સફર થયાનું જાણમાં આવે તો આપણું ખાતું ફ્રીઝ કરવામાં આવે છે તેમજ જે ખાતાંમાં નાણાં ગયાં હોય તેની બેન્કો સંપર્ક સાધીને તેેને પણ ફ્રીઝ કરવામાં આવે છે.

બેન્કમાંના આપણાં નાણાંની સલામતી અને બેન્કની જવાબદારી છે, તેમાં ગરબડ થાય તો બેન્કમાં પૂરી મક્કમતાથી ફરિયાદ કરી શકાય છે. જો બેન્ક તરફથી પૂરતો સહકાર  મળે તો બેન્કિંગ લોકપાલ, એેપેલેટ ઓથોરિટી અને છેવટે અદાલતનો આશરો લઈ શકીએ છીએ. આમાં, અદાલત સિવાય ક્યાંય કોઈ ખર્ચની જરુ‚ર હોતી નથી. અલબત્ત આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલી શકે છે એ આપણે જાણતા હોવાથી, પોતાનાં નાણાંની સલામતી માટે પોતે જ સજાગ રહેવું એ શ્રેષ્ઠ ઉપાય છે!

 રેસ્ટોરોમાં આવી રીતે થઈ શકે છે ફ્રોડ…

યુકેમાં ફાઇનાન્શિયલ ફ્રોડ અટકાવવા માટે કાર્યરત એક સંસ્થાએ, હજી ગયા જ મહિને, લંડનની વિવિધ રેસ્ટોરાંના માલિકોને એક નવા પ્રકારના કૌભાંડ સામે ચેતવ્યા છે. આ કૌભાંડ કંઈક આ રીતે ચાલે છે….

કોઈ રેસ્ટોરાંના સ્ટાફ પર, તેમની બેન્કના ‘કર્મચારી’નો ફોન આવે છે, જે તેમને જાણ કરે છે કે ‘તમારી રેસ્ટોરાંની કાર્ડ પેમેન્ટ સિસ્ટમમાં કંઈક ગરબડ છે એટલે હવે પછી કોઈ પણ કસ્ટમર કાર્ડ દ્વારા પેમેન્ટ કરે ત્યારે પહેલાં તેમની બેન્કના સ્ટાફ સાથે વાત કરાવશો.’ કસ્ટમર સજાગ ન હોય તો રુ‚ટિન ચેકિંગ હશે એમ માનીને ‘બેન્કના કર્મચારી’એ પૂછેલા સવાલોના જવાબ આપેે છે.

કહેવાની જ‚રુર ખરી કે ‘બેન્કનો કર્મચારી’ તેને જોઈતી માહિતી મળી જાય એટલે પેલા કસ્ટમરના ખાતામાંથી નાણાં સેરવી લેવાની પેરવી શરુ‚ કરે છે?

ક્રેડિટ કાર્ડ જો નજર સામે સ્વાઇપ ન થાય તો…

સંખ્યાબંધ અમેરિક્ધસની જેમ ફ્લોરિડામાં રહેતા રિચર્ડ નોરિસ લગભગ રોજ સવારે નજીકના મેકડોનલ્ડ્સમાં ડ્રાઇવ-થ્રૂમાં પહોંચી, કારમાં બેઠાં બેઠાં પોતાનો ઓર્ડર નોંધાવતા અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હતા. એક દિવસ એમનું ધ્યાન ગયું કે તેમનાં ત્રણેય ક્રેડિટ કાર્ડમાં તેમણે કર્યાં ન હોય એવાં ટ્રાન્ઝેક્શન્સ દેખાયાં. જોગાનુજોમ તેમણે પોતાનાં ત્રણેય કાર્ડ અવારનવાર વાપર્યાં હોય એવું એક જ સ્થળ હતું – મેકડોનલ્ડ્સ. તેમણે ખરીદીની તારીખ અને સમય બતાવતી  ક્રેડિટ કાર્ડની રિસિપ્ટ્સ પોલીસને સોંપી.

પોલીસે મેકડોનલ્ડ્સના સર્વેલન્સ કેમેરાનું ફૂટેજ તપાસ્યું ત્યારે ખબર પડી કે કાઉન્ટર પરનો હસમુખો એટેન્ડન્ટ, જે રોજ સવારે રિચર્ડ નોરિસને મજાના સ્માઇલ સાથે ‘હલો સર’, ‘ગુડ ડે, સર’ કહેતો હતો, એ રેસ્ટોરાંના કાર્ડ મશીનની સાથોસાથ કારમાં બેઠેલા કસ્ટમરની નજર ન પહોંચે એ રીતે બીજું એક મશીન પર મૂકી રાખતો હતો. દરેક કસ્ટમરનાં કાર્ડ એ બંને મશીનમાં સ્વાઇપ કરતો હતો. એ બીજું મશીન દરેક કાર્ડની વિગતો કોપી કરતું હતું! કોર્ટમાં એ એટેન્ડન્ટે પોતાનો ગુનો કબૂલી લીધા પછી તેને બે વર્ષની જેલ થઈ છે.

 

વિદેશ કાર્ડ્સનો ઉપયોગ કોલકતામાં

પાંચેક વર્ષ પહેલાં, કોલકતામાં એક મોટી પ્રાઇવેટ બેન્કના ઇલેક્ટ્રોનિક ડેટા કેપ્ચરિંગ મશીન્સમાંથી, વિદેશી બેન્ક્સનાં ક્રેડિટ કાર્ડની મદદથી મોટી રકમ ઉપાડવામાં આવી.

એક પછી એક આવું ૧૨ વાર બન્યું અને દરેક વખતે વિદેશી બેન્કનાં ક્રેડિટ કાર્ડ હોવાથી બેન્કના અધિકારીઓને શંકા ગઈ. નિયમો મુજબ આ રીતે મોટી રકમ ઉપાડતી વખતે ઓળખનો પુરાવો આપવો જ‚રી હોય છે. આ દરેક વખતે ડ્રાઇવિંગ લાઇસન્સનો પુરાવો રજુ કરાયો હતો, પણ કાર્ડના માલિકો પરદેશ હતા અને તપાસ દરમિયાન બહાર આવ્યું કે એ સમય દરમિયાન તેઓ ભારત આવ્યા જ નહોતા.

કોલકતા પોલીસે તપાસ હાથ ધરી અને બે વ્યક્તિની ધરપકડ કરી, જેની મારફત પોલીસ આ સ્કેમના માસ્ટરમાઇન્ડ એક નાઇજિરીયન વ્યક્તિ સુધી પહોંચી. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગનો વધુ એક નાઇજિરીયન સભ્ય પરદેશમાં રહીને જુદા જુદા લોકોનાં ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરતો હતો, કોલકતામાં તેના આધારે બનાવટી ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવતાં હતાં  અને તેની મદદથી બેન્ક એકાઉન્ટસમાંથી નાણાં ઉપાડવામાં આવતાં હતાં. ભારતમાં એટીએમ ફ્રોડની પ્રવૃત્તિ માટે કોલકતા મોટું કેન્દ્ર હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!