(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વૃક્ષો માટે પણ પ્રેમ હોય તો…

જો તમે ઇન્ટરનેટનાં વેબપેજીસની વારંવાર પ્રિન્ટ લેતા હો તો પયર્વિરણ અને પ્રિન્ટરની ઇંક બંનેના બચાવ માટે વેબપેજમાં જેટલું જ‚રુરી હોય તેટલી જ બાબતોને પીડીએફ તરીકે સેવ કરીને તેની પ્રિન્ટ લઈ શકાય છે. આ રીતે…

આ એક સાવ સાદું સત્ય છે, જે આપણે સૌ જાણીએ છીએ – કાગળ પર્યાવરણનો મોટો દુશ્મન છે. આપણે કાગળનો જેટલો વધુ ઉપયોગ કરીએ એટલું વૃક્ષોનું વધુ નિકંદન નીકળે છે. એ જ કારણે, તમે નોંધ્યું હશે કે આ મુદ્દે સજાગ એવા ઘણા લોકો બીજાને પણ સજાગ કરવા માટે પોતાના ઈ-મેઇલમાં નીચે નોંધ મૂકે છે કે અનિવાર્ય હોય તો જ આ ઈ-મેઇલને કાગળ પર પ્રિન્ટ કરજો.

હવે પ્રિન્ટ લેવી ખરેખર અનિવાર્ય હોય તો? ઈ-મેઇલમાં તો ઠીક છે કે ટેક્સ્ટ પ્રિન્ટ થવાની છે, પણ આપણે કોઈ મુદ્દે ઇન્ટરનેટ પર રિસર્ચ કરતા હોઈએ અને અલગ અલગ ઘણી બધી વેબસાઇટ પરથી કેટકેટલાંય પેજની પ્રિન્ટ લેવાની થાય તો?

તો બે શક્યતા છે, એક તો આપણે જે તે વેબપેજને માત્ર પીડીએફ તરીકે સેવ કરીએ, પણ તેની કાગળ પર પ્રિન્ટ લઈએ નહીં. બીજી શક્યતા એ કે કાગળ પર પ્રિન્ટ લેવી – ફરી – અનિવાર્ય જ હોય તો પ્રિન્ટ એટલા જ મુદ્દાઓની લઈએ, જેની આપણને જરુ‚ર હોય, જેથી કાગળ અને છેવટે વૃક્ષ બચે.

લગભગ બધી જ વેબસાઇટ પર આપણે જોઈએ છીએ તેમ કેટકેટલી સામગ્રીની ભરમાર હોય છે, આપણે કામનું ક્ન્ટેન્ટ માંડ અડધો ભાગ રોકતું હોય અને બાકીના ભાગમાં તેને સંબંધિત બીજા લેખનાં હેડિંગ, તેની ઇમેજીસ, વીડિયોની લિંક સાથેના ફોટોગ્રાફ, જાહેરાતો વગેરે કેટલુંય હોય, જેની આપણને કોઈ જ‚ર નથી. ઇવન, આપણને જે લેખમાં રસ પડ્યો હોય તેમાં પણ બધું આપણને કામનું લાગતું ન હોય.

મતલબ કે મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે નેટ પર કોઈ વેબપેજની પ્રિન્ટ લઈએ ત્યારે આપણે કામની વિગતની સાથોસાથ બિનજ‚રી ઘણું બધું પણ આવી પડે છે, જે કાગળ અને શાહીનો બગાડ તો કરે જ છે, સાથોસાથ પ્રિન્ટ કાઢવા પાછળનો જે મૂળ હેતુ છે – સુવિધાજનક રીતે જરુરી માહિતી વાંચવાનો – તે પણ માર્યો જાય છે.

સામાન્ય રીતે, સારી વેબસાઇટ પરનાં વેબપેજીસ એવી રીતે ડિઝાઇન થયેલાં હોય છે કે તે પ્રિન્ટ કરતી વખતે ઘણા બધા મુદ્દાઓની કાળજી લે અને પ્રિન્ટર ફ્રેન્ડલી બને. જેમ કે કમ્પ્યુટરના સ્ક્રીન પર કોઈ ડાર્ક કલરના બેકગ્રાઉન્ડરમાં વ્હાઇટ અક્ષરે લખાણ લખેલું હોય, પણ તેના પ્રિન્ટર ફ્રેન્ડલી વર્ઝનમાં બેકગ્રાઉન્ડ કલર નીકળી જાય અને અક્ષરો બ્લેક જ જોવા મળે.

સારા વેબડિઝાઇનરે પ્રિન્ટ-ફ્રેન્ડલી પેજીસ તૈયાર કરતી વખતે બધા જ કલરને બ્લેક એન્ડ વ્હાઇટમાં ફેરવવા, કાગળ પર વાંચવામાં સુગમ હોય એવા ફોન્ટનો ઉપયોગ કરવો, ફોન્ટ સાઇઝ યોગ્ય કરવી, તમામ લિંકને અન્ડરલાઇન કરવી (જેથી ઓફલાઇન વાંચતી વખતે ખ્યાલ આવે કે અહીંથી વધુ વિગતો મળી શકશે), લેખ માટે જ‚રી ન હોય એવી ઇમેજીસ દૂર કરવી, નેવિગેશનની બાબતો દૂર કરવી, પેજ પરની બધી જ જાહેરાતો દૂર કરવી, જાવાસ્ક્રીપ્ટ, ફ્લેશ કે એનિમેશન જેવી માત્ર વેબ પર ઉપયોગી એવી સામગ્રી દૂર કરવી, મૂળ લેખનો સ્રોત જાણી શકાય એ માટે તેનું આખું યુઆરએલ લખવું વગેરે બધી બાબતોની કાળજી લેવી જોઈએ (જુઓ ઉપરનું ઉદાહરણ).

પરંતુ બને છે એવું કે દરેક સાઇટ પર આવી કાળજી જોવામાં આવતી નથી. પરિણામે આપણને વેબપેજ સ્ક્રીન પર જેવું દેખાય એવી જ પ્રિન્ટ નીકળે છે.

આનો ઉપાય પણ છે. તમે પોકેટ (getpocket.com) જેવી કોઈ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્ક્રીન પર પણ ક્લટર વગર વેબ કન્ટેન્ટ વાંચવાની સગવડ મળે છે (અગાઉ આપણે આવી બીજી કેટલીક સર્વિસની પણ વાત કરી ગયા છીએ), પરંતુ તેમાં આપણને જોઈતાં વેબપેજીસ પોકેટ જેવી સર્વિસમાં નાખ્યા પછી આ સવલત મળે છે, જો આપણે કોઈ પણ વેબપેજ પર હોઈએ ત્યારે ને ત્યારે જ તેની પ્રિન્ટ ફ્રેન્ડલી પ્રિન્ટ કાઢવી હોય તો તેવી સવલત આપતી ઘણી સર્વિસ પણ ઇન્ટરનેટ પર મળી આવશે.


આવી એક નોંધપાત્ર સર્વિસ છે પ્રિન્ટફ્રેન્ડલી.કોમ (printfriendly.com). આ સાઇટ પર તમે તમને જોઈતા વેબપેજનું યુઆરએલ કોપી-પેસ્ટ કરો એટલે એ આપણને જોઈએ તેવો ક્લટર વિનાનો પ્રિન્ટ પ્રિવ્યૂ આપે છે, તેને પ્રિન્ટ કરી લો!

આ જ સર્વિસનું ગૂગલ ક્રોમ એક્સટેન્શન પણ છે અને ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેમાં આ સર્વિસની બુકમાર્કલેટ ઉમેરવાની સગવડ છે.

આ સર્વિસનો મોટો ફાયદો કસ્ટમાઇઝેશનનો છે. જેમ કે, ક્રોમમાં તેનું એક્સટેન્શન ઉમેરી લીધા પછી, કોઈ પેજનું પ્રિન્ટર ફ્રેન્ડલી વર્ઝન પ્રિન્ટ કરવું હોય તો આ એક્સટેન્શન પર ક્લિક કરતાં તે આપણા વેબપેજનું પ્રિન્ટ-ફ્રેન્ડલી વર્ઝન બતાવે છે અને તે પછી પણ કહે છે કે ‘હજી આમાંથી તમારે ન જોઈતું હોય એવું બધું તમે ડિલીટ કરી શકો છો!’

આપણે જે ઇમેજ કે જે પેરેગ્રાફ ન જોઈતા હોય તેને ડિલીટ કરી શકીએ અને પછી એ પેજને પીડીએફ તરીકે સેવ કરી શકીએ અથવા પ્રિન્ટ લઈ શકીએ કે એ જ સ્વ‚રુપમાં બીજાને (કે પોતાને!) મેઇલ પણ કરી શકીએ. દરેક પેજનું આખું યુઆરએલ તો સેવ થાય જ છે, એટલે મૂળ વેબપેજ ‘ખોવાઈ’ જવાની ચિંતા નથી.

ઇન્ટરનેટનો રિસર્ચ માગે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ કે ઓફિસના કામકાજ માટે વારંવાર વેબપેજીસની પ્રિન્ટ લેતા લોકો માટે આ બહુ ઉપયોગી સુવિધા છે, પયર્વિરણ માટે થોડો પ્રેમ હોય તો તો ખાસ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!