આઇટી સ્ટુડન્ટ માટે રોલમોડેલ બની ગયેલા માઇક્રોસોફ્ટ કંપનીના નવા સીઇઓ તેમના પોતાના વિશે, પોતાની કંપની વિશે અને આપણા સૌ વિશે શું વિચારે છે? જાણીએ એમણે માઇક્રોસોફ્ટ કંપનીના તમામ એમ્પ્લોઇને મોકલેલા પહેલા ઈ-મેઇલમાંથી.
આજનો દિવસ મને ૨૨ વર્ષ પહેલાંંનો માઈક્રોસોફ્ટ ખાતેનો મારો પ્રથમ દિવસ યાદ અપાવે છે. હું અહીં આવ્યો કેમ કે હું માનતો હતો કે માઈક્રોસોફ્ટ વિશ્વની સૌથી ઉત્તમ કંપની છે. મેં જોયું કે આપણે અહીં એવી બાબતોનું સર્જન કરીએ છીએ જેનાથી લોકો જાદુઈ કહી શકાય એવી રીતે કામ કરી શકે છે અને એમ કરીને આપણે વિશ્વને બહેતર બનાવી રહ્યા છીએ. હું સમજાયું કે લોકોના જીવનમાં પરિવર્તન લાવવું હોય તો આાનાથી ઉત્તમ બીજી કોઈ કંપની નહીં હોય અને એ જ પ્રેરણા આજે પણ મને મળી રહી છે.
મારા માટે આ એક અદભુત સન્માન છે કે હું આ મહાન કંપનીનું નેતૃત્વ કરીશ અને મારી સેવા આપીશ. સ્ટીવ અને બિલ આ કંપનીને એક વિચારમાંથી વિશ્વની સૌથી પ્રસંશીય કંપની બનાવી શક્યા એ મારું એ સદભાગ્ય હતું કે મેં સ્ટિવ અને બિલ સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે.
હું માનું છું કે જ્યારે આપણે મહાન સફળતા જોઈ હોય ત્યારે કંઈક વધુ કરી બતાવવાની ભૂખ જાગે છે. આપણી ઈન્ડસ્ટ્રીમાં પરપરાને કોઈ સ્થાન નથી – અહીં માત્ર વીતો જ પ્રાધાન્ય મળે છે. આ ઈન્ડસ્ટ્રી અને માઇક્રોસોફ્ટ માટે ખૂબ પડકાર સમય છે. એમાં કોઈ શંકા નથી આપણે હજી ઊંચે પહોંચવાના છીએ, ટેકનોલોજી વિકસતી જાય છે અને આપણે તેની સાથે અને તેથી આગળ વિકસીશું. આપણે મોબાઈલ અને ક્લાઉડ-ફર્સ્ટ વર્લ્ડમાં માઇક્રોસોફ્ટને આગળ ધપાવવાની છે.
હું કોણ છું?
હું ૪૬ વર્ષનો છું. ૨૨ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં એ અમારે ત્રણ બાળકો છે. કોઈ પણ વ્યક્તિની જેમ, હું જે કરું છું કે વિચારું છું એમાંનું ઘણું ખરું મારા પરિવાર અને મારા જીવનના અનુભવોને આભારી છે. મે નજીકથી ઓળખતા લોકો કહે છે કે મારી જિજ્ઞાસા અને સતત નવું શીખવાની ભૂખથી મારું ઘડતર થયું છે. હું વાંચી શકું તેનાથી વધુ પુસ્તકો ખરીદું છું એ જેટલા કોર્સ દ્વારા કરી શકું તેનાથી વધુ કોર્સ માટે ઓનલાઈન અરજી કરું છું. હું દિલથી માનું છું કે જો તમે નવું શીખતા ન રહો તો તમે કશું મહાન અને ઉપયોગી કરી ન શકો.
હું અહીં કેમ છું?
મોટા ભાગના લોકો જે કારણથી માઇક્રોસોફ્ટમાં જોડાય છે, એ જ કારણસર હું પણ અહીં છું – ટેક્નોલોજીથી દુનિયા બદલવા માટે. હું જાણું છું કે આ બહુ મોટી વાત લાગશે, પણ છે હકીકત. આપણે આ કરી બતાવ્યું છે, આજે કરી રહ્યા છીએ અને હજી કરી બતાવીશું.
હું માનું છું કે આવતા એક દાયકામાં કમ્પ્યુટિંગ હજી વધુ સર્વવ્યાપી બનશે. સોફ્ટવેર અને નવા પ્રકારનાં હાર્ડવેર એકમેકના સાથમાં વધુ વિકસશે અને બિઝનેસ, જીવન અને આપણા વિશ્વમાં આપણે જે કંઈ કરીએ છીએ એ બધાંમાં પોતાની ભૂમિકા ભજવશે અને બધું ડિજિટાઇઝ કરશે. સતત વિસ્તરી રહેલા કનેક્ટેડ ડિવાઇસીઝના નેટવર્ક, ક્લાઉડની અસાધારણ કમ્પ્યુટિંગ કેપેસિટી, બિગ ડેટાથી મળતી ઇનસાઇટ્સ અને મશીન લર્નિંગથી વિકસતી ઇન્ટેલિજન્સથી આ શક્ય બનશે.
આ સોફ્ટવેર પાવર્ડ વિશ્વ છે. અને આપણને મિત્રો અને પરિવારો સાથે વધુ સારી રીતે સાંકળશે અને અગાઉ ક્યારેય શક્ય નહોતું એ રીતે દુનિયાને જોવાની, વ્યક્ત કરવાની અને શેર કરવાી તક આશે. આનાથી જુદા જુદા બિઝનેસ પણ પોતાના કસ્ટમર્સને અનેક અર્થપૂર્ણ રીતે તેમની સાથે સાંકળી શકશે.
હું અહીં છું, કેમ કે આપણી પાસે ધારી અસર કરવાની અજોડ ક્ષમતા છે.
આપણે સૌ અહીં કેમ છીએ?
આપણે ઇતિહાસ તપાસીએ તો આણું એ સમયનું અભિયાન દરેક ટેબલ અને ઘરમાં પીસી હોંચાડવાનું હતું. આ લક્ષ્ય વિકસિત દેશોમાં આજે આપણે મહદ્અંશે પાર પાડ્યું છે એમ કહી શકાય. હવે આપણે ડિવાઇસીઝની બહોળી રેન્જ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ડીલ હજી પૂરી થઈ નથી, પણ આપણે નોકિયા ડિવાઇસીઝ અને તેની સાથે આવતી મોબાઇલ કેપેબિલિટીઝને આપણે આપણા પરિવારમાં આવકારીશું.
માત્ર આપણે જ એક એવી કંપની છીએ જે સોફ્ટવેરની શક્તિનો ઉપયોગ કરીને, વિવિધ સાધનો અને સેવાઓ દ્વારા સોફ્ટવેરની ક્ષમતા દરેક વ્યક્તિ અને દરેક સંસ્થાન સુધી પહોંચાડી શકશે. આપણી એક માત્ર કંપની એવી છે જે અનેક નવી તક ઊભી કરી શકે તેવાં પ્લેટફોર્મ્સ અને ઇકોસિસ્ટમ્સ વિક્સાવવાનો ઇતિહાસ ધરાવે છે અને તેને આગળ ધપાવી રહી છે.
હમણાં એક મીટિંગમાં માઇક્રોસોફ્ટ વિશે કહેવામાં આવ્યું કે આપણી કંપની અજોડ રીતે લોકોને ‘વધુ કરવાની શક્તિ’ આપે છે. આપણે જે કામ કરીએ છીએ, તેનાથી લોકો પોતાનાં કામ પૂરાં કરી શકે છે, આનંદ માણી શકે છે, કમ્પ્યુનિકેટ કરી શકે છે અને બીજું ઘણું કરી શકે છે. આ આપણી ઓળખ છે અને આપણા કામનું હાર્દ છે, વાત ક્લાઉડની હોય કે ડિવાઇસ એક્સ્પિરીયન્સીઝની હોય, આપણે આ જ હેતુથી અહીં છીએ.
આપણે હવે શું કરીશું?
ઓસ્કર વાઇલ્ડને ટાંકીને કહું તો – આપણે અશક્ય શક્ય હોવાનો વિશ્વાસ રાખવાનો છે અને અસંભવને ભૂલી જવાનું છે.
આપણે આપણા હેતુની સ્પષ્ટતાથી શરૂઆત કરવાની છે અને એક મિશનની ભાવનાથી કામ કરીને અશક્યની કલ્પના કરી, તેને સાકાર કરવાનું છે. લોકો અને સંસ્થાનોને ‘વધુ કરવાની શક્તિ’ આપવાના આપણા મૂળ હેતુને યાદ રાખીને આપણે નવીન પગલાં લેવાનાં છે. દરેક નવી સર્વિસ અને ડિવાઇસના લૉન્ચ સાથે આપણે વધુ નવીનતા લાવવાની છે.
આ માટે આપણે આપણા કાર્યનો અર્થ શોધવાનો છે. ઉત્કૃષ્ટ કાર્ય ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેે માત્ર કાર્ય સમજીએ પણ લોકોા જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ સમજીએ. આ એવી તક છે જે આ કંપનીમાં દરેકે પ્રેરિત કરે છે.
એક કંપનીઓ દુનિયા બદલી નાખવા ઈચ્છે છે, પણ તેમાંથી બહુ ઓછી પાસે એ માટે આવશ્યક બાબતો જેમ કે પ્રતિભા, સંસાધનો એ મક્કમતા હોય છે. માઈક્રોસોફ્ટ પાસે આ ત્રણેય બાબતો છે. એક નવા સીઇઓ તરીકે, હું આથી વધુ અપેક્ષા શું રાખી શકું?
આવો, આપણે આ બુનિયાદ પર ઊંચે જઈએ.
સત્યા.

