એન્ડ્રોઇડનાં વર્ઝનનાં નામ મોંમાં પાણી લાવે તેવાં હોય છે એ તો આપણે જાણીએ જ છીએ.
કિટકેટ પછીના એન્ડ્રોઇડના વર્ઝનને હાલ પૂરતું ‘એન્ડ્રોઇડ એલ’ એવું કોડનેમ અપાયું છે. આ વર્ઝનનું નામ લોલીપોપ રહે તેવી પૂરી શક્યતા છે! અત્યાર સુધી લોકો એલથી શરૂ થતી જુદી જુદી સ્વીટ્સનાં નામ શોધી શોધીને થાક્યા હતા, પણ ગૂગલે ચૂપકીદી જાળવી રાખી હતી. હમણાં ગૂગલે તેનો ૧૬મો બર્થડે ઉજવ્યો ત્યારે એક એનિમેટેડ જીફ પોસ્ટ કરી અને તેમાં કેક પર વિવિધ લોલીપોપ ગોઠવેલી હતી, આટલા પરથી લોકોએ ધારી લીધું છે કે હવે આવે એન્ડ્રોઇડ લોલીપોપ. પણ ક્યારે? કદાચ ઓક્ટોબરમાં જ અથવા નવેમ્બરમાં. આઇસ્ક્રીમ સેન્ડવીચ, કિટકેટ અને હવે…