(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાસવર્ડ ક્રેકિંગથી કેમ બચશો?

મજબૂત પાસવર્ડનું મહત્ત્વ આપણે સૌ જાણતા હોવા છતાં તેના તરફ પૂરતું ધ્યાન આપતા નથી. આવો જાણીએ કે લોકો આપણો પાસવર્ડ કઈ રીતે તોડી કે ચોરી શકે છે અને બચાવના ઉપાય શા છે?

આગળ શું વાંચશો?

પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેકનિક વિશે જાણીએ

પાસવર્ડ સિક્યોરિટી વિશે આમ તો આપણે ઘણું જાણતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં હોવી જોઈએ એટલી જરૂરી સિક્યોરીટી રહેતી નથી અને વારંવાર પાસવર્ડ ચોરી અને હેકિંગની ઘટનાઓ બનતી રહે છે. સિગારેટ કે ગુટકાના પેકેટ પર જેમ મોટા મોટા અક્ષરે ચેતવણી આપી હોવા છતાં તેને અવગણવામાં આવે છે તેમ પાસવર્ડ સિક્યોરીટી માટે પણ જે તે વેબસાઈટ કે સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપાતી સૂચનાઓને અવગણવામાં આવે છે.આ અંકમાં આપણે જાણીશું કે આપણા પાસવર્ડ બીજા લોકો કઈ રીતે ક્રેક કરી શકે છે અને તેમની આ ક્રેકિંગ ટેક્નિકથી કઈ રીતે બચી શકાય!

આપણો પાસવર્ડ બે પ્રકારના લોકો જાણી શકે છે, એક આપણને નજીકથી ઓળખતા લોકો, જે અડસટ્ટા લગાવીને કે આપણી નજર ચૂકાવીને આપણો પાસવર્ડ જાણી લે છે. બીજા પ્રકારના લોકો, આપણને બિલકુલ જાણતા ન હોય તેવા હોય છે, જે વિવિધ એપ્લિકેશનની મદદથી આપણો પાસવર્ડ ક્રેક કરી શકે છે.

પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેક્નિક વિશે જાણીએ!

Password Guessing: કોઈ પણ કમ્પ્યુટરમાં સેટ કરેલો પાસવર્ડ તોડવા માટે અંદાજો લગાવીને અલગ અલગ પાસવર્ડ ટ્રાય કરવાની સામાન્ય ટેક્નિક છે. મોટા ભાગના સોશિયલ એન્જિનીયરિંગ એક્સપર્ટ આ ટેક્નિક વડે પાસવર્ડ તોડી નાખતા હોય છે. આમાં કોઈ મોટી વાત નથી. જો તમે જે તે યુઝરને સારી રીતે ઓળખતા હોય અને તેની પસંદ કે આદતો વિશે જાણકારી હોય તો તમે તેની સિસ્ટમનો પાસવર્ડ ક્રેક કરી શકો.ઘણા બધા લોકો તેમની મનપસંદ ફિલ્મનું નામ, કોઈ કારનું નામ, કોઈ વાર તો પોતાનું નામ, ફોન નંબર, પોતાના પ્રિય પાત્રનું નામ અથવા તો જય માતાજી, જય શ્રીકૃષ્ણ આવા સહેલાઈથી ધારી શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. આવા પાસવર્ડ આપણને નજીકથી ઓળખતા લોકો સહેલાઈથી ધારી શકે છે.

Dictionary Attack ઘણા લોકો પાસવર્ડ તરીકે ડિક્શનરીના શબ્દોનો જ ઉપયોગ કરે છે. જેમ કે “Catch me if u can “Password”, All is well, “Hello” “Apple” વગેરે! પાસવર્ડ ક્રેકિંગ માટેની અમુક એપ્લિકેશન્સમાં અલગ અલગ ભાષાઓની ડિક્શનરી લોડ કરેલી હોય છે, જેને જે તે ફાઈલ પર એપ્લાય કરવાથી જો તે પાસવર્ડ ડિક્શનરીમાંથી હશે તો તૂટી જશે. વધુમાં આવી એપ્લિકેશનમાં ફોરેન લેન્ગવેજ ડિક્શનરી પણ ઉમેરવાની સુવિધા હોય છે જેને લીધે પાસવર્ડ તરીકે ચાઇનીઝ કે સ્પેનીશ શબ્દ પણ રાખ્યો હોય તો તે પણ ક્રેક થવાની શક્યતા છે.

Bruteforce Attack:  આ પ્રકારની ટેકનિકમાં જે તે એપ્લિકેશન ટાર્ગેટ ફાઈલ પર A થી Z, ૦થી ૯ અને બીજા બધા સ્પેશિયલ કેરેક્ટરના અલગ અલગ કોમ્બિનેશન ટ્રાય કરે છે. આ પ્રોસેસમાં તે એપ્લિકેશન એક સેકન્ડમાં ૩૦૦થી ૫૦૦ અલગ અલગ પાસવર્ડ ટ્રાય કરે છે.

દા.ત. કોઈ ફાઈલનો પાસવર્ડ છે Milap તો તેને ક્રેક કરવાની એપ્લિકેશન છેક શ‚રુઆતથી Aaa, A123,A000,Abc, 1234 આ રીતે દરેક શક્ય કોમ્બિનેશન લગાવશે અને જ્યારે તે M  સુધી પહોંચશે ત્યારે તે પાસવર્ડનો માત્ર  ૨૦% ભાગ ક્રેક થયો હશે. એટલે જ Brute Force Attack પાસવર્ડ ક્રેકિંગમાં ઘણો સમય લાગે છે, પણ જો આપણે જેટલો સહેલો પાસવર્ડ રાખીશું તેટલો તે જલ્દી તૂટશે!

Hybrid Attack: મોટા ભાગની પાસવર્ડ ક્રેકિંગ એપ્લિકેશન Hybrid Attack  ટેકનિક અજમાવે છે. આ પ્રકારના એટેકમાં Bruteforceઅને Dictionary એમ બંને પ્રકારના એટેક કરવાની સુવિધા હોય છે. જોકે આ પ્રકારના એટેકમાં પણ સમય ઘણો લાગે છે. કોઈ કોઈ વાર સાવ સામાન્ય પાસવર્ડને ક્રેક કરતાં ૩-૪ કલાક લાગે છે તો કોઈ વાર પાસવર્ડ જો મોટો અને અટપટો હોય તો ૨-૩ દિવસ લાગી શકે છે.

Rule Based Attack: ઘણી વાર એવું બની શકે કે એટેક કરનારને પાસવર્ડ વિશે અડધી પડધી જાણકારી હોય. જેમ કે કોઈ યુઝરે પોતાનો ફોન નંબર પાસવર્ડ તરીકે રાખ્યો છે અથવા તો એટલી જાણકારી હોય કે પાસવર્ડ ટાઈપ કરતી વખતે તે છેલ્લે ૧૨૩ લખે છે તો આટલી માહિતી પણ પાસવર્ડ ક્રેકિંગમાં મદદ‚પ થાય છે. એટલી માહિતી તમે જે તે એપ્લિકેશનમાં આપો એટલે તેને પાસવર્ડ ક્રેકિંગમાં સારી એવી મદદ મળી જાય છે. પછી તો જેમ CIDમાં એક પુરાવો મળી જતાં આખો કેસ ઉકેલાઈ જાય તેમ આમાં પણ ઓછા સમયમાં પાસવર્ડ ક્રેક થઈ શકે છે!


Shoulder Surfing: મારાં લેક્ચર્સમાં હું વિદ્યાર્થીઓને ઘણી વાર કહેતો હોઉં છું કે તમારો પાસવર્ડ ૮-૧૦ કેરેક્ટરનો હોવો જોઈએ અને આ ૮-૧૦ કેરેક્ટરને તમારે માત્ર ૩ સેક્ધડમાં ટાઈપ કરી શકવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ! શા માટે? બની શકે કોઈ વાર પાસવર્ડ ટાઈપ કરતી વખતે કોઈ અન્ય વ્યક્તિ તમારી બાજુમાં હોઈ શકે અને તે તમારો પાસવર્ડ જોઈ શકે અને પછી ગમે ત્યારે ટ્રાય કરી શકે.

આ ટેક્નિકથી પાસવર્ડ તોડવાની પ્રક્રિયાને શોલ્ડર સર્ફિંગ કહે છે. બને તો કોઈ આજુબાજુમાં હોય ત્યારે પાસવર્ડ નાખવાનું ટાળવું અથવા તો ૨-૩ સેક્ન્ડમાં જ આખો પાસવર્ડ ટાઈપ કરી શકો તેવી પ્રેક્ટિસ રાખવી!

Dumpster Diving: ઓફિસમાં કામ કરતા ઘણા લોકોને પાસવર્ડ કાગળની ચબરખીમાં લખી રાખવાની ટેવ હોય છે. આ પાસવર્ડ યાદ ના રહે ત્યાં સુધી તે લખેલો રાખે છે અને પછી તેને ડસ્ટબિનમાં ફેંકી દે છે!  તેની આ ભૂલનો પણ કોઈ ગેરલાભ ઉઠાવી શકે છે.

Reuse for Multiple Site: બધાં તાળા માટે એક જ ચાવી હોય તો?  ઘણા બધા પાસવર્ડ યાદ ન રાખવા પડે તે માટે ઘણા લોકો એક જ પાસવર્ડ બધા એકાઉન્ટ માટે રાખતા હોય છે. આના લીધે જો કોઈ એક પાસવર્ડ ભૂલથી પણ કોઈના હાથમાં આવી ગયો તો તેના બીજા ઘણા બધા એકાઉન્ટ્સ જોખમમાં મૂકી શકે છે.

આ સિવાય સોશિયલ એન્જિનીયરિંગ, ફીશિંગ, કી-લોગર્સ વગેરે  વિશે આપણે અગાઉના લેખોમાં વાત કરી છે.આપણે પાસવર્ડ કઈ રીતે તૂટી કે ચોરાઈ શકે છે એ સમજ્યા પછી, આપણે સાવધાની શી રાખવી તે સમજીએ.સૌથી પહેલાં તો, બને તેટલો લાંબો અને થોડો અટપટો પાસવર્ડ રાખો જેથી કરીને કોઈ પાસવર્ડનું સહેલાઈથી અનુમાન ન લગાવી શકે. તેમાં નંબર, લેટર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સનો પણ સમાવેશ થવો જોઈએ.
પાસવર્ડ સિક્યોરીટી વિશે ઘણી વાર સાવચેતી રાખવા છતાં વારે વારે પાસવર્ડ ચોરી કે એકાઉન્ટ હેકિંગની ઘટનાઓ બનતી રહેતી હોય છે. હેકર કોઈ જાદુગર નથી કે તમારું એકાઉન્ટ ફટ દઈને હેક કરી લે, તમારી સામાન્ય લાગતી ભૂલ પકડીને તેનો ગેરલાભ ઉઠાવીને જ હેકર તમારા પાસવર્ડ સંબંધિત માહિતી શોધી કાઢે છે. કઈ રીતે? એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આપના મેઈલ એકાઉન્ટમાં Security Questionનો ઓપ્શન આવે છે. હવે મોટા ભાગના લોકો એવો પ્રશ્ર્ન સિલેક્ટ કરે છે જેની માહિતી તેના સિવાય પણ અન્ય પાસે હોઈ શકે! જેમ કે આપની સ્કૂલનું નામ, આપના પાલતુ પ્રાણીનું નામ, આપનો પહેલો ફોન નંબર વગેરે. હવે આ પ્રકારની જાણકારી તમારી નજીકના સંબંધી કે મિત્રો પાસે હોય તે સ્વાભાવિક છે. તો તેમની પાસે તમારો પાસવર્ડ ન હોવા છતાં પણ તે તમારું એકાઉન્ટ ખોલી શકે છે.
થોડા સમય પહેલાં મને એક ઈ-મેઇલ મળેલો જેમાં જે તે વિદ્યાર્થીનું જીમેઈલ એકાઉન્ટ હેક થઈ ગયેલું. તેની સાથે ફોન પર થોડી ઘણી વાતચીત કરતાંસમજાઈ ગયું કે આ એકાઉન્ટ હેક કઈ રીતે થયું. હકીકતમાં તે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો અને તેની સાથે રહેતા કોઈ વિદ્યાર્થીએ તેની ગેરહાજરીમાં તેના ફોન દ્વારા સિક્યોરિટી કોડ મેળવીને તેનું એકાઉન્ટ હેક કરી લીધેલું. જોકે થોડી ઘણી મહેનત બાદ એ રીકવર તો થઈ ગયું, પરંતુ આવું ક્યાંક તમારી સાથે પણ ના બને તે ખાસ ધ્યાન રાખવું.

પાસવર્ડ ક્રેકિંગ વિશે ચાલો જાણીએ કે પાસવર્ડને વધુ સિક્યોર કઈ રીતે બનાવી શકાય અને પાસવર્ડ ક્રેકિંગથી કઈ રીતે બચી શકાય.

  1. દરેક ઓનલાઈન એકાઉન્ટ અને યુઝર માટે અલગ અલગ પાસવર્ડ વાપરો.
  2. પાસવર્ડ નાખતી વખતે જાણી લો કે આસપાસ કોઈ જોતું નથીને? અને બને તો ૩ સેક્ધડમાં તમારો ૮-૧૦ કેરેક્ટરનો પાસવર્ડ ટાઈપ કરી શકો તેવી પ્રેક્ટિસ રાખો.
  3. સાયબર કાફે, પબ્લિક પ્લેસ જેમ કે મોલ, એરપોર્ટ ઉપરાંત ઓફિસ અને તમારા પર્સનલ કમ્પ્યુટરમાં પણ હમેશાં લોગ આઉટ કરવાની આદત રાખો.
  4. હમેશાં લેટેસ્ટ અને અપડેટ કરેલો એન્ટિવાઈરસ જ વાપરવો. બને તો ટોટલ સિક્યોરીટીનો આગ્રહ રાખવો જેથી કી-લોગર્સ કે સ્પાયવેરથી સુરક્ષિત રહો.
  5. ઓફિસમાં પોતાના કમ્પ્યુટરની ફિઝિકલ સિક્યોરિટીનો આગ્રહ રાખો. સાથે સાથે લોકનો પણ ઉપયોગ કરો.
  6. પાક્કા ગુજરાતી તરીકે કોઈ વસ્તુ ફ્રીમાં મળે તો ખુશ થવું જોઈએ, પરંતુ ક્યાંક ફ્રી ઠશ -ઋશ જોઈને સીધું જોડાઈ ના જતા. બની શકે તે તમારા સિસ્ટમમાં માલ્વેર ઇન્સ્ટોલ કરવા માટે કે તમારા પાસવર્ડ જાણવા માટે હોઈ શકે. આ જ બાબત લલચામણી નેટબેન્કિંગ ઓફરોમાં પણ લાગુ પડે છે.
  7. પોતાના ગમે તેટલા અંગત મિત્ર સાથે પણ પાસવર્ડ શેર કરવો  નહીં.
  8. માત્ર કેપિટલ લેટર્સ કે સ્મોલ લેટર્સમાં પાસવર્ડ રાખશો નહિ.
  9. MilapOza પાસવર્ડને બદલે Milap0z પાસવર્ડ વધારે સુરક્ષિત છે, જેને તોડવો વધુ મુશ્કેલ છે.
  10. નિયમિત રીતે તમારા પાસવર્ડ બદલતા રહો.

મિત્રો, આ વાક્ય મેં પહેલા પણ જણાવેલું છે, આજે ફરીયાદ કરાવી દઉં. If a Hacker wants to enter your system, you can’t stop him you only can make that difficult for him (હેકર જો તમારી સિસ્ટમમાં ઘુસવાનું ધારશે તો તમે તો તમે તેને રોકી નહિ શકો, તમે બસ તેનો રસ્તો વધુ ને વધુ અઘરો બનાવી શકશો.)

પાસવર્ડ ક્રેકિંગ ખરેખર ખૂબ અઘરો અને વિસ્તૃત વિષય છે જે માત્ર એક લેખમાં પૂરો કરી શકાય તેમ નથી તેમ છતાં આપને આ આર્ટિકલ દ્વારા મોટા ભાગની પાસવર્ડ ક્રેકિંગ ટેકનિક્સનો ખ્યાલ આવી ગયો હશે. તમારા પ્રશ્નો અને આ લેખ અંગેના અભિપ્રાય ઈ-મેઇલ દ્વારા જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!