(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક સાથે એકથી વધુ લોકોને ઈ-મેઇલ કેવી રીતે કરાય?

સવાલ લખી મોકલનાર – અમિત પટેલ, વીસનગર

સાદો જવાબ સૌ ખબર છે – તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં કમ્પોઝ બટન પર ક્લિક કરો, ‘ટુના ખાનામાં તમારે જે લોકોને એક સરખો ઈ-મેઇલ મોકલવાનો છે તેમાં ઈ-મેઇલ એડ્રેસ લખો, વિષય લખી મેઇલ કમ્પોઝ કરી સેન્ડ પર ક્લિક કરો. પરંતુ, આ પ્રશ્નના ભાવાર્થ કંઈક જુદો હતો. સવાલ ખરેખર વારંવાર એક જ ગ્રૂપમાં લોકોને, એક સરખો ઈ-મેઇલ કેવી રીતે સહેલાઈથી મોકલવો એ હતો. એક લોકો વારંવાર આ રીતે લાંબાલચક લિસ્ટ સાથે ઘણા બધા લોકોને આ રીતે ઈ-મેઇલ મોકલતા હોય છે.

હકીકતે આનો ઉપાય બિલકુલ સરળ છે. મોટા ભાગના લોકોની જેમ તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો તેા સેટિંગ્સમાં આવો ગ્રૂપ મેઇલિંગનો કોઈ શોર્ટકટ મળશે નહીં, એ માટે જવું પડશે જીમેઇલના કોન્ટેક્ટ્સ સેક્શનમાં (મજાની વાત એ છે કે આણે રોજ એનો ઉપયોગ કરતા હોવા છતાં, ઘણા લોકોે જીમેઇલમાં આવું કોઈ અલગ સેક્શન હોવાની જાણ હોતી નથી). જીમેઇલના લોગો નીચે, મેઇલ શબ્દની બાજુમાં આલેલા ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરતાં, મેઇલ, કોન્ટેક્ટ્સ અને ટાસ્ક્સના ત્રણ વિકલ્પ જોવા મળશે. તેમાં ક્લિક કરીને કોન્ટેક્ટ્સમાં જાઓ (તમે જીમેઈલમાં લોગ-ઇન હો તો contacts.google.com પર જઈને પણ સાઇનઇન થઈ શકો છો). અહીં તમે જે તે લોકોે એક ગ્રુપમાં સામેલ કરવા માગતા હો તેમાં નામ સર્ચ કરો અથવા ન્યૂ કોન્ટેક્ટ રર ક્લિક કરી, નવા મિત્રનું નામ અને વિગતો ઉમેરો. અને સાથે, ઉપર જોશો તો ગ્રુપની એક નિશાની દેખાશે. અહીં તમે મિત્રો, સંબંધીઓ કે સહકાર્યકરોમાં જુદાં જુદાં ગ્રુપ બનાવી શકો છો. એક નામે એકી વધુ ગ્રુપમાં રાખી શકાય.

સામાન્ય રીતે આણા કોન્ટેક્ટ લિસ્ટમાંના બધાં નામ ‘માય કોન્ટેક્ટ્સ’માં જમા થતાં હોય છે. આપણે જેમ જેમ નવાં ગ્રુપ બનાવતા જઈએ તેમ તેમ ડાબી તરફથી પેનલમાં એ ગ્રુુપનું નામ અને તેમાં રહેલાં નામની સંખ્યા ઉમેરાતી જશે.

હવે જ્યારે પણ કોઈ ચોક્કસ ગ્રુપના લોકોે એક સરખો મેઇલ કરવો હોય ત્યારે જીમેઇલના કમ્પોઝ બોક્સમાં જાઓ અને બીસીસીમાં તમારા ગ્રુપનું નામ લખશો એટલે એ ગ્રુપમાંના તમામ લોકોના ઈ-મેઇલ એડ્રેસ એક સાથે તેમાં ઉમેરાઈ જશે.

અહીં ધ્યાન ખાસ એ વાતનું રાખવાનું કે તમે જે લોકોે એક સાથે મેઈલ મોકલી રહ્યા છો અને સૌ એકમેકથી પરિચિત હોય તો તેમાં ઈ-મેઇલ એડ્રેસ ‘ટુ’ના ખાનામાં લખવાને બદલે બીસીસીમાં લખવાી, એ સૌ પોતાનાં મેઇલમાં એકબીજાનાં ઈ-મેઇલ એડ્રેસ જોઈ શકશે હીં!

ટુ તો સમજાય છે, સીસી એ બીસીસી શું છે એવો સવાલ થયો હોય તો જાણી લો : ટુ એટલે (ડિલિવર) ટુ, સીસી એટલે કાર્બન કોપી એ બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!