૧૯૭૩માં આજના મોબાઇલની સૌથી નજીકના ગણાય એવા મોબાઇલ ફોનથી ન્યુ યોર્કથી ન્યુ જર્સી ફોન કોલ થયો, એ પહેલાં એવું શું શું બન્યું, જેનાથી જગતને મોબાઇલ ફોનની ભેટ મળી? આવો જાણીએ…
આજે જેના વિના લોકો એક ડગલું માંડતા નથી, એ મોબાઇલ ફોનની શરૂઆત કેવી રીતે થઈ?
હાથમાં ઉપાડ્યો હોય તો ફક્કત કાંડું નહીં, આખો હાથ દુ:ખવા લાગે એવા મોટા ને વજનદાર મોબાઇલ હવે અલ્ટ્રા થીન બની ગયા છે. આ ગેજેટી શરૂઆત ઘણી રસપ્રદ છે. આ લાંબી સફરને છેક તેના પ્રારંભથી તપાસીએ.
સ્વાભાવિક રીતે, મોબાઇલ ફોનનાં મૂળ બેઝિક ટેલિફોમાં રહેલાં છે. એલેક્ઝાન્ડર ગ્રેેહામ બેલે ૧૮૭૬માં પ્રમ વખત ટેલિફોનના પેટન્ટ નોંધાવ્યા હતા. તેમણે ટેલિગ્રાફ માટે તૈયાર કરાયેલા સાધનથી ફોની ટેક્નોલોજી વિક્સાવી હતી. શરૂઆતના ગાળામાં ઓરેટરી મદદી કોલ જોડી શકાતા હતા. ૧૮૯૦માં ચાર્લ્સ સ્ટીવન્સે રેડિયો કમ્યુનિકેશનની શોધ કરી એ સાથે મોબાઇલ ટેલિફોનીના પાયા નંખાયા. રેડિયો કમ્યુનિકેશન મૂળ તો દીવાદાંડી અને જહાજો વચ્ચે સંપર્ક માટે વિક્સાવવામાં આવી હતી. એ પછી ૧૮૯૪માં માર્કોનીએ ૨ માઇલના અંતર સુધી સંકેતો મોકલવાી શરૂઆત કરી, તો ૧૯૦૬માં ફેસન્ડન નામના શોધકે રેડિયો દ્વારા સંગીત રજૂ કર્યું.
આ બધાં જ સંશોધનોના પાયામાં વાયર વિના સંદેશા મોકલવાનો વિચાર હતો, જે મોબાઇલ ટેકનોલોજીની પણ બુનિયાદ છે.
પછી તો રેડિયો ટેલિફોન ટેક્નોલોજીમાં પણ ઘણા ફેરફારો થયા. ૧૯૨૬માં બર્લિનથી હેમ્બર્ગ સુધી દોડતી પ્રથમ વર્ગની મુસાફર ટ્રેનોમાં પણ આ ટેકનોલોજી ઉપયોગમાં લેવાઈ. રેડિયો ટેલિફોનનો ઉપયોગ એર ટ્રાફિક સુરક્ષા તેમ જ પેસેન્જર વિમાનમાં પણ શરૂ થયો. બીજા વિશ્વયુદ્ધમાં જર્મ ટેન્ક્સે સંદેશાની આપલે માટે રેડિયો ટેલિફોનનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો.
બે છેડેથી વાત થઈ શકે તેવો ટુ-વે રેડિયો મોબાઈલ ફોન્સનો પુરોગામી હતો. આ રેડિયો મોબાઈલ રિગ્સ પણ કહેવાતા હતા. શરૂઆતમાં પોલીસ કાર, એમ્બ્યુલન્સ, ટેક્સી વગેરેમાં તેનો ઉપયોગ થતો.
આ રેડિયો ફોન્સના નવા મોડેલ્સમાં સિગારેટ લાઈટર પ્લગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી અને આવા ફોન બેગ ફોન્સ તરીકે જાણીતા બન્યા. ૧૯૪૦માં મોટોરોલાએ આ દિશામાં નવાં સંશોધનો કર્યાં અને વોકીટોકીો જન્મ થયો. મોટા, વજનદાર એ બેટરીથી ચાલતા આ હેન્ડી ફોનનો ઉપયોગ સૌ પ્રથમ યુએસ મિલિટરીમાં થયો હતો.
મોબાઇલ ફોન્સ માટે બેઝ સ્ટેશન અસ્તિત્ત્વમાં આવ્યા અને તેના દ્વારા મોબાઇલ ફોનના સિગ્નલ્સની આપલે શરૂ થઈ એ સાથે મોબાઇલ ફોનના ઇતિહાસમાં મોટો વળાંક આવ્યો.
૧૯૫૬માં એરિકસ કંપનીએ એમટીએ નામની સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત સેલ્યુલર ફોન સિસ્ટમ રજૂ કરી. આ ફોન ઓટોમેટિકલી કામ કરતો હતો, પણ તે વજનદાર હોવાથી તેમાં લોકોને બહુ સમય સુધી રસ ન રહ્યો. એમાં નવાઈ પણ નહોતી, એ મોબાઇલ ફોન પૂરા ૪૦ કિલો વજનનો હતો! જોકે ત્યાર બાદ ૧૯૬૫માં આ જ ફોનનું નવું વર્ઝન આવ્યું જે વજનમાં હળવું હતું. તે એમટીબી તરીકે જાણીતું થયું.
૧૯૫૭માં મોસ્કોના એક સંશોધક લિયોનીડ કુપ્રિયાનોવિચે પહેરી શકાય એવા મોબાઇલ ફોનનું પ્રાયોગિક મોડેલ બનાવ્યું. તેે બેઝ સ્ટેશનની મદદથી ચલાવી શકાતો હતો. આ મોબાઇલ ફોનની બેટરી ૨૦-૩૦ કલાક ચાલતી હતી, તેુનું વજન ૩ કિલો હતું અને તેને બેઝ સ્ટેશી ૨૦-૩૦ કિમી દૂર સુધી ઉપયોગમાં લઈ શકાતો હતો. ત્યાર બાદ તેણે મોબાઈલ ફોનની પેટન્ટ કરાવી એ એ જ વર્ષે અડધો કિલો વજનના પકેટ મોબાઈલ ફોનની રજૂઆત તેણે કરી.
૧૯૬૬માં બલ્ગેરિયામાં ઓટોમેટિક પોકેટ મોબાઇલ ફોનું નવું સંશોધન થયું. ૧૯૬૭માં સેલ્યુલર ફોન્સમાં નવા સંશોધનો થતાં રહ્યા. ૧૯૭૦માં અન્ય એક એન્જિનિયરે કોલ હેન્ડઓફ તરીકે ઓળખાતી ટેક્નોલોજીની શોધ કરી.
આ સિસ્ટમના કારણે મોબાઈલ ફોન્સમાં એવી સુવિધા મળી કે વાતચીતમાં કોઈ ‘રુકાવટના ખેદ વિના’ સેલ એરિયામાં ફોન કોલ કરી શકાતો હતો.
૧૯૭૧માં એટીએન્ડટી કંપનીએ મોબાઈલ ફો સર્વિસ રજૂ કરી. એ અરસામાં ફિનલેન્ડમાં પણ આ દિશામાં ખાસ્સી પ્રગતિ થઈ.જોકે આજે આપણા હાથમાં જે મોબાઇલ જોવા મળે છે, લગભગ તેના જેવા જ મોબાઇલ ફોનની શોધ મોટોરોલા કંપનીના કર્મચારી એ સંશોધક માર્ટિન કૂપરે કરી. તેમણે ૧૯૭૩માં મોટોરોલા ડાયનાટેક નામનો મોબાઈલ ફોન વિકસાવ્યો.
૧૯૭૩માં, ત્રીજી એપ્રિલના દિવસે માર્ટિન કૂપરે ન્યૂ યોર્ક શહેરમાં ૯૦૦ મેગાહર્ટ્ઝના બેઝ સ્ટેશનની નજીક રસ્તે ઊભા રહીને પોતાના ફોનથી ૮૦ કિલોમીટર દૂર ન્યૂ જર્સી શહેરમાંના બેલ લેબ્સના મુખ્ય મથકમાં ફોન જોડ્યો. જગતનો એ પહેલો, આજના જેવો જ મોબાઇલ કોલ હતો!
માર્ટીન કૂપરે વિક્સાવેલા ફોનની પહોળાઈ ૫ાંચ ઈંચ અને લંબાઈ ૯ ઈંચ હતી, તેમ જ ૨.૫ પાઉન્ડ વજન અને તેની અંદર ૩૦ સર્કિટ બોર્ડ રહેતા હતા. ૧૦ કલાકનો રિચાર્જ ટાઈમ અને ૩૫ મિનિટનો ટોક ટાઈમ ધરાવતો આ ફોન યુઝર્સ માટે આરામદાયક વાતચીતનું સાધન બન્યો હતો. તેમાં કોઈ પણ વ્યક્તિ સાંભળી શકે, ડાયલ કરી શકે અને વાતચીત કરી શકે એવી સુવિધા હતી, પણ જે વાતની ખામી હતી તે હતી ડિસ્પ્લે સ્ક્રીનની.

જોકે એ ફોનને અસંખ્ય લોકો સુધી પહોંચતાં એક દશક જેટલો સમય વીતી ગયો અને દુનિયામાં લેન્ડલાઇન કરતાં મોબાઇલ ફોનની સંખ્યા બધી જાય એ સમય તો પૂરાં ૨૦ વર્ષ દૂર હતો!
મોબાઇલ કમ્યુકિેશન્સ માટે ગ્લોબલ સિસ્ટમ વિકસ્યા પછી રેડિયો સ્પેક્ટ્રમનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બન્યો. એ ટેક્નોલોજીને કારણે ઉત્તમ વોઈસ ક્વોલિટી, ઈન્ટરેશલ રોમિંગ વગેરે સુવિધા મળી.
એ સાથે આઇએસડીએ અને જીએસએમ જેવી સિસ્ટમ વિકસી. જ્યાં આ કોઈ સિસ્ટમ કામ ન લાગે ત્યાં સંપર્કમાં રહેવા માટે સેટેલાઇટ ફોનની ટેક્નોલોજી વિકસી, પરિણામે આજે પૃથ્વી પર એક પણ સ્થળ એવું નથી કે જ્યાં મોબાઈલ ફોનથી વિશ્વના બીજા ખૂણા સુધી સંપર્કમાં રહી ન શકાય!
શરૂઆતની પહેલો૧૮૭૬ઃ
પ્રથમ વખત ટેલિફોનની પેટન્ટ કરાવવામાં આવી.૧૮૯૦ઃમોબાઈલ ટેલિફોનનો પાયો, રેડિયો કમ્યુનિકેશનની શોધ કરાર ચાર્લ્સ સ્ટીવન્સનેનાખ્યો.૧૮૯૪ઃ૨ માઇલના અંતર સુધી માર્કોનીએ સંકેતો મોકલવાની શરુઆત કરી.
૧૯૦૬ઃરેડિયો દ્વારા સંગીત રજૂ કરવાની ક્ષમતા ફેસેન્ડને રજૂ કરી.૧૯૨૬ઃ બર્લિનથી હેમ્બર્ગ સુધી દોડતી પ્રથમ વર્ગની મુસાફર ટ્રેનોમાં સંપર્ક માટે રેડિયો ટેલિફોનનો ઉપયોગ શરૂ થયો.
૧૯૪૦ઃ મોટોરોલાએ મોબાઈલ ફોન્સમાં નવા સંશોધનો સાથે પ્રવેશ કર્યો.૧૯૪૭ઃ બેલી લેબમાં કાર્યરત એન્જિયિરોએ બેઝ સ્ટેશન વિકસાવ્યાં.૧૯૫૬ઃ એરિકસ કંપનીએ સ્વિડનમાં એમટીએ નામની સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત સેલ્યુલર ફોન સિસ્ટમ રજૂ કરી, વજન હતું ૪૦ કિલો!૧૯૬૫ઃ આ જ ફોનનું નવું વર્ઝન આવ્યું જે વજનમાં હળવું હતું.૧૯૫૭ઃ લિયોનીડ કુપ્રિયાોવિચે મોસ્કોમાં પહેરી શકાય એવા મોબાઈલ ફોનનો પ્રાયોગિક મોડેલ બનાવ્યું.
૧૯૬૬ઃબલ્ગેરિયામાં ઓટોમેટિક પોકેટ મોબાઈલ ફોનનું નવું સંશોધન થયું૧૯૭૦ઃ એન્જિનિયર થઈ. જોએલે હેન્ડઓફ ટેક્નોલોજીની શોધ કરી.૧૯૭૧ઃ એટીએન્ડટી દ્વારા મોબાઈલ ફોન સર્વિસ શરૂ કરવામાં આવી.૧૯૭૩ઃમોટોરોલા ડાયનાટેક નામનો મોબાઈલ ફોન વિકસ્યો, જે આજના મોબાઇલ ફોનની સૌથી નજીકનો ફોન ગણાય છે.

