ઓનલાઇન સેલિંગમાં અત્યારે ઝિયોમી કંપનીનો રેડએમઆઇ વનએસ ફોન જબરી ધમાલ મચાવી રહ્યો છે. માત્ર ફ્લિપકાર્ટ પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા છી જ મળતા આ ફોન માટે પહેલી વાર સેલ કાઉન્ટ ઓપન થયું ત્યારે ફક્ત ૪.૨ સેકન્ડમાં ૪૦,૦૦૦ ફોન વેચાયા અને ફોન ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ ગયો. બીજી વાર સેલ ઓપન થયું ત્યારે ૪.૫ સેક્ન્ડમાં ૪૦,૦૦૦ ફોનનો સ્ટોક પૂરો થઈ ગયો અને ત્રીજી વારના સેલમાં ૩.૪ સેક્ન્ડમાં સ્ટોક પૂરો થયો!
ફક્ત રૂ. ૫,૯૯૯ની કિંમતના આ ફોનમાં ૧.૬ ગીગાહર્ટ્ઝનું ક્વોલકોમ સ્નેપડ્રેગન ૪૦૦ પ્રોસેસર, ૧ જીબી રેજ એ ૮ જીબીની ઇન્ટરલ સ્ટોરેજ, ૮ મેગાપિક્સેલના કેમેરા અને ૪.૭ ઇંચનો, ૭૨૦X૧૨૮૦ રેઝોલ્યુશનનો, ૩૧૨ પીપીઆઈનો જબરજસ્ત ડિસ્પ્લે છે, જે ખાસ પ્રકારના ગ્લાસથી પ્રોટેક્ટેડ છે. નબળાં પાસાંમાં, સ્ક્રીનને જરા ત્રાંસમાંથી જોતાં કે તેજ સૂર્યપ્રકાશમાં જોવામાં તકલીફ પડે તેમ છે. ફ્રન્ટ કેમેરા ફક્ત ૧.૬ મેગાપિક્સેલનો છે એ ડ્યુઅલ સિમમાંથી ફક્ત એક ૩જી નેટવર્ક પર ચાલી શકે છે. એન્ડ્રોઇડનું વર્ઝન ૪.૩ છે.
આ ફોન ખરીદવો હોય તો પડાપડી એટલી છે કે ખિસ્સું નહીં પણ નસીબ જોર કરે તે જરૂરી છે!
