(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અલગ અલગ ક્ષેત્રમાં ઊંચ-નીચ

ગયા મહિને, ચૂંટણી ઉપરાંત મલેશિયાનું પ્લેન ગાયબ થવાનો મુદ્દો અખબારોમાં છવાયેલો રહ્યો. ગૂગલ ન્યૂઝ પર પણ આ સમાચારનો શેરબજારની જેમ ઉપર-નીચે થતો ટ્રેન્ડ જોવા મળ્યો. શરૂઆતના દિવસોમાં દુનિયાભરનાં અખબારોમાં આ સમાચાર છવાયેલા રહ્યા, દિવસો વીતતાં સૌનો રસ ઓછો થયો અને પ્લેન તૂટી પડ્યું હોવાની જાહેરાત સાથે ફરી તેમાં ઉછાળો આવ્યો!

આ ઘટના પછી એક સવાલ સૌ કોઈ પૂછી રહ્યા છે – ટેક્નોલોજી આટલી આગળ વધી ગઈ છે તોય આવડું મોટું પ્લેન આમ, આટલા દિવસ સુધી ગાયબ કેમ રહે? ટેકનોલોજીની મર્યાદા તો આપણે જોઈ, પણ તેની સામે શું શું શક્ય છે એ મુદ્દા પર આ અંકમાં આપણે ફોકસ કર્યું છે.

વેકેશન નજીક આવતાં રેલવેના રિઝર્વેશનની તપાસમાં પણ ઉછાળો આવે છે. આ અંકમાં ઓનલાઇન રિઝર્વેશનમાં ઊંડા ઊતરીને, ખાસ તો તત્કાલ રિઝર્વેશન માટે એક સાથે હજારો લોકો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણા ચાન્સ કેવી રીતે વધારવા તેની વાત કરી છે.

આઇટીમાં કારકિર્દીના મોરચે વેબડિઝાઇનિંગનું ક્ષેત્ર પણ એવું છે જેમાં લોકોના રસમાં શેરબજારની જેમ જ ઊંચ-નીચ ચાલી રહી છે. આ ક્ષેત્રમાં હવે બહુ ભીડ જામી છે એવું માનતા હો તો એ પણ જાણી લો કે આ ક્ષેત્રે હજી પણ તકો સતત વિકસી રહી છે!

આપણી આ સફરમાં મોટા ભાગે આપણું ફોકસ ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી જીવનને બહેતર બનાવવા પર હોય છે, પણ આ અંકમાં, ગુજરાતી બ્લોગર્સમાં જાણીતા જીજ્ઞેષ અધ્યારુએ ઇન્ટરનેટથી અને વાંચનમાં મંદી ને સર્ચમાં તેજીથી  આપણા વાંચન અને વિચારો પર થઈ રહેલી અસર તરફ ધ્યાન દોર્યું છે – જરૂર વાંચશો.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!