(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કશુંક નવું વિચારી શકીએ તો કંઈક નવો આકાર આપી શકાય. બે ભેજાબાજ લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે કંઈક નવું વિચાર્યું અને એે સાકાર પણ કરી બતાવ્યું!

“જરૂરિયાત સંશોધનની જનની જન્મદાતા છે એ કહેવત અમથી જ નહીં પડી હોય.

ગોર્ડન એલન સ્ટીવર્ટ નામના એક વીડિયોગ્રાફર દસેક વર્ષ પહેલાં એમનાં પત્ની સાથે ‘વર્કિંગ વેકેશન’ માણવા માટે હવાઇ ટાપુઓની મુલાકાતે ગયા. વર્કિંગ વેકેશન એટલા માટે કે એમણે હવાઇ ટાપુઓ વિશે એક ટુરિઝમ વીડિયો બનાવવાનો હતો અને એ માટે તેમણે દરેકેદરેક હવાઈ ટાપુ પર ફરવાનું હતું. રોજેરોજ શૂટિંગ કર્યું પછી એનાં રીઝલ્ટ જોવા અને રફ વીડિયોઝનું એડિટિંગ કરવા માટે એમને લેપટોપનો સ્ક્રીન નાનો પડે એટલે એમણે સાથે એક્સ્ટ્રા મોનિટર્સનો ભાર ઊંચકીને બધી હોટલમાં ફરવું પડે.

 

એક દિવસ એમને વિચાર આવ્યો કે એમની જેમ દુનિયાભરના કેટલાય ફિલ્મમેકર્સ, ફોટોગ્રાફર્સ, વીડિયો અને ગ્રાફિક ડિઝાઇનર કે સીએડી એન્જિનીયર્સને આવી તકલીફ પડતી હશે. આનો કંઈક ઉપાય હોવો જોઈએ. એમને થયું કે જેમ પીસીમાં એક સાથે બે મોનિટર જોડીને કામ કરી શકાય છે તેમ લેપટોપમાં પણ એવી સગવડ હોવી જોઈએ, પણ શરત એ કે બધું અલગ અલગ ઊંચકવું પડે એવું ન થવું જોઈએ. હવાઈ ટાપુઓમાં શૂટિંગ કરતાં કરતાં અને લેપટોપ, એક્સ્ટ્રા મોનિટર્સને આમતેમ ફેરવતાં ફેરવતાં આ વિચાર એમના મનમાં ઘૂમરાતો રહ્યો. એક દિવસ, મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંમાં પેપર નેપકિન પર તેમણે ડ્યુઅલ-સ્ક્રીનવાળા લેપટોપનું ચિત્ર બનાવ્યું.

એ વાતને એક દસકો વીતી ગયો છે, ગોર્ડન સ્ટીવર્ટે ત્યાર પછી જીસ્ક્રીન કમ્પ્યુટર નામની એક કંપની સ્થાપી, આ અનોખું લેપટોપ ૨૦૧૧માં બજારમાં આવ્યું હતું અને ખોવાઈ ગયું. હવે ગોર્ડન જુદી જુદી પીસી કંપનીઝ સાથે પોતાની સ્પેસબુકનું કો-બ્રાન્ડિંગ કરવા ચર્ચા ચલાવી રહ્યા છે અને એમને આશા છે કે ટૂંક સમયમાં તેમને કોઈ પાર્ટનર મળી જશે તો આ જ વર્ષમાં ફરી એમની સ્પેસબુક માર્કેટમાં આવી જશે. આ સ્પેસબુક કેવી છે એ બાજુનાં ચિત્રોમાં જોઈ લો!

આ લેપટોપનાં સ્પેસિફિકેશન્સ આકર્ષક છે : થર્ડ જનરેશનનું ઇન્ટેલ કોર પ્રોસેસર, ૮ જીબી મેમરી, ૫૦૦થી ૧૦૦૦ જીબીની હાર્ડડિસ્ક અને બધામાં શિરમોર, ૧૭ ઇંચના બે એચડી ડિસ્પ્લે!

અલબત્ત આ અગાઉ ૨૦૦૮માં લિનોવો જેવી કંપનીએ પણ ડ્યુઅલ સ્ક્રીન ધરાવતાં લેપટોપ બજારમાં મૂક્યાં હતાં, જેને સારો પ્રતિસાદ મળ્યો નહોતો. એ લેપટોપમાં ૧૭ ઇંચનો મુખ્ય ડિસ્પ્લે અને તેના ઉપરાંત જમણી બાજુ અનફોલ્ડ કરી શકાય તેવો ૧૦.૫ ઇંચનો બીજો ડિસ્પ્લે હતો. જાપાનની કોજિન્શા નામની કંપનીએ પણ ૨૦૦૯માં ૧૦.૧ ઇંચના બે ડ્યુઅલ ડિસ્પ્લે ધરાવતાં લેપટોપ રજૂ કર્યાં હતાં.

અનફોલ્ડ તો આઇડિયા!

 

આજકાલ તો આપણને સાડા ત્રણ ઇંચના મોબાઈલ પર પણ ફટાફટ ટાઇપ કરવાની ફાવટ આવી ગઈ છે પણ યેંગ યોંગચેન્ગ નામના એક ડિઝાઇનરને લાગ્યું કે લેપટોપમાં સ્ક્રીન ભલે નાનો હોય, કી-બોર્ડ તો મોટું જ હોવું જોઈએ. આ આઇડિયાએ કેવો આકાર લીધો એ ઉપર જોઈ લો, આ કી-બોર્ડ આટલું મોટું બન્યું હોવા છતાં તેમાં ન્યુમરિક કી તો નથી જ, જે હવે ઘણાં સામાન્ય લેપટોપના કી-બોર્ડમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!