(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી ગયા છે ફાયરફોક્સ ફોન

તમે હજી ફીચર (એટલે કે સાદા) ફોનનો ઉપયોગ કરતા હો અને સ્માર્ટફોન લેવો કે નહીં એની મૂંઝવણમાં હો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે આ વાંચી રહ્યા હશો ત્યારે સ્પાઇસ કંપનીનો ભારતનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો સ્માર્ટફોન બજારમાં આવી ગયો હશે. આ ફોન સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોન કરતાં પણ સસ્તો છે!

આગળ શું વાંચશો?

  • એપનો જુવાળ ઓસરે છે?
  • તમારા આઈફોન-૫ની બેટરી ખરાબ છે?
  • આવે છે વિન્ડોઝ ૯
  • આઈફોન ૬ના લોન્ચમાં તકલીફ

સ્પાઇસ ફાયર વન એમઆઇ-એફએક્સ ૧ નામનો આ ફોન ફક્ત રુ. ૨,૨૯૯માં ખરીદી શકાય છે. ૩.૫ ઇંચનો કેપેસિટિવ ટચ સ્ક્રીન, ૨ મેગાપિક્સેલનો રીયર કેમેરા અને ૧.૩ મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા ધરાવતા આ ફોનમાં ૧ ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર તેમ જ ડ્યુઅલ સિમની સુવિધા છે. જોકે તેમાં ૩જી કનેક્ટિવિટી નથી.

જે લોકો પોતાના નવા સ્માર્ટફોન પાસેથી બહુ વધુ અપેક્ષા રાખતા નથી અને કોલ, મેસેજ ઉપરાંત ઈ-મેઇલ અને સોશિયલ મીડિયા પર કનેક્ટેડ રહેવા માગે છે એમના માટે આ ફોન પૂરતો છે! આ ફોનમાં હિન્દી, તમિલ અ ને બંગાળી સહિત ઘણી ગુજરાતી ભાષાના ફોન્ટ હશે, પણ ગુજરાતી વિશે સ્પષ્ટ ચોખવટ નથી!આ લખાઈ રહ્યું છે ત્યારે ઇન્ટેક્સ કંપનીનો આથી પણ વધુ સસ્તો ફાયરફોક્સ ફોન બજારમાં આવી જાય તેવી શક્યતા છે.

એપનો જુવાળ ઓસરે છે?

તમારા સ્માર્ટફોનમાં તમે કેટલીક એપ ઇન્સ્ટોલ કરી છે? ફોન કે ટેબલેટ એન્ડ્રોઇડ હોય કે એપલ કે પછી વિન્ડોઝ, જે તે પ્લેટફોર્મના એપ સ્ટોરમાં એપ્સની સંખ્યા લાખોમાં પહોંચી છે, પણ મોટા પ્રમાણમાં લોકો એપ્સનો ખાસ ઉપયોગ કરતા હોય તેવું લાગતું નથી.કોમસ્કોર નામની એક કંપનીના મોબાઇલ એપ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુએસના સ્માર્ટફોનધારકોમાંથી લગભગ ૬૬ ટકા લોકો આખા મહિનામાં કોઈ એપ ડાઉનલોડ કરતા નથી. કોઈ પણ મહિને જેટલી એપ્સ ડાઉનલોડ થાય છે તેમાંથી અડધોઅડધ ફક્ત સાત ટકા લોકોએ જ ડાઉનલોડ કરેલી હોય છે. આનો સીધો અર્થ એવો થયો કે લોકો તેમને ગમતી કેટલીક એપ ડાઉનલોડ કરીને પછી તેનો જ ઉપયોગ કરતા રહે છે.

તમારા આઇફોન-૫ની બેટરી ખરાબ છે?

ફક્ત ચાઇનામેઇડ ઇન્ડિયન સ્માર્ટફોનમાં જ બેટરીના પ્રોબ્લેમ થાય એવું નથી, તમે આઇફોન-૫ લીધો હોય તો તેમાં પણ બેટરીની તકલીફ થતી હોય એવું બની શકે છે. ફેર ફક્ત એટલો છે કે એપલ કંપની આવી બેટરી મફતમાં રીપ્લેસ કરી આપે છે!

આઇફોન-૫માં બેટરી લાઇફ ઘણી ઓછી જોવા મળી છે અને તેના કારણે તેના યુઝર્સે તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. એપલ કહે છે કે બહુ મર્યાદિત પ્રમાણમાં, એક ચોક્કસ સીરીઝ નંબરના આઇફોન-૫ યુનિટમાં આવી તકલીફ છે. આવા ફોન સપ્ટેમ્બર ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૧૩ દરમિયાન વેચાયા હતા. એપલે આ સૌ યુઝર્સની બેટરી બદલી આપવા માટે બેટરી રીપ્લેસમેન્ટ પ્રોગ્રામ શ‚રુ કર્યો છે.

તમારા આઇફોન-૫માં આવા રીપ્લેસમેન્ટની જ‚રુર છે કે નહીં એ જાણવા માટે https://ssl.apple.com/support/phone5-battery/ પર જાઓ અને ત્યાં તમારા ફોનનો સીરિયલ નંબર આપો. ત્યાર પછી તમને એપલના ઓથોરાઇઝ્ડ સર્વિસ પ્રોવાઇડર, એપલ રીટેઇલર સ્ટોર કે એપલ ટેકનિકલ સપોર્ટ દ્વારા નવી બેટરી મળી શકે છે. યુએસ અને ચીનમાં બેટરી બદલી આપવાનું શ‚રુ થઈ ગયું છે અને અન્ય દેશમાં ઓગસ્ટ ૨૯થી શ‚રુ થવાનું હતું.
એપલે ખામીભર્યો  સ્લીપ/વેક બટનને મફતમાં બદલી આપવાનું પણ શ‚રુ કર્યું છે.

એપલ આ રીતે ફ્રીમાં સપોર્ટ આપે છે તે ચોક્કસ આનંદની વાત છે, પણ એપલની પ્રોડક્ટમાં આવી ખામી રહી જાય એ જ નવાઈ અને ચિંતાની વાત છે!

આવે છે વિન્ડોઝ ૯

માઇક્રોસોફ્ટ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમનું તદ્દન નવું વર્ઝન – વિન્ડોઝ ૯ – આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. માઇક્રોસોફ્ટે વિન્ડો ૮ અને પછી ૮.૧ ની મદદથી પીસી, લેપટોપ અને ટેબલેટ વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ણાતોને લાગે છે કે પીસી અને સ્માર્ટફોન/ટેબલેટ માટે એક જ ઓપરેટિંગ સિસ્ટમ પૂરતી થઈ રહે એવા દિવસો હજી ઘણા દૂર છે.

આઇફોન ૬ના લોન્ચમાં તકલીફ

આ મહિનાની શ‚રુઆતમાં જ એપલનો આઇફોન ૬ લોન્ચ થવાની પૂરી સંભાવના છે. આ ફોન ૪.૭ ઇંચ અને ૫.૫ ઇંચના હોવાની શક્યતા છે. પરંતુ તેના સ્ક્રીનમાં કંઈક ખામી સર્જાઈ હોવાથી એપલના સપ્લાયર્સ તાબડતોબ આ ખામી સુધારીને જ‚રુરી સંખ્યામાં સ્ક્રીન તૈયાર કરવાની ચિંતામાં પડ્યા છે. ફોનનું લોન્ચ પાછું ઠેલાય કે લોકોને ઓર્ડર આપ્યા પછી ફોન મોડા મળે એટલું મોટું આ કારણ છે કે નહીં એ હજી જાણી શકાયું નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!