ઉનાળાની ઋતુમાં બે જ વાત સામાન્ય રીતે સૌના મનમાં રમતી હોય છે – ગરમી અને કેરી.
ધારો કે અત્યારે તમારે કેરી વિશે વધુ જાણવું હોય તો તમે શું કરો? સિમ્પલ, ગૂગલ પર ત્રાટકો અને દુનિયાભરની કેરીની વિવિધ જાતો વિશે ક્યારેય ખૂટે નહીં એટલાં વેબપેજીસ ફંફોસવા લાગો! પણ તાલાળા-ગીરી વાડીમાંની કેસર કે વલસાડ-રત્નાગીરીના આંબે ઝૂલતી આફૂસ નહીં પણ તમારા હાથમાં રહેલી ને અબઘડી, સાચેસાચું, મીઠુંમધ જેવું બટકું ભરી શકાય એવી કેરી વિશે વધુ જાણવું હોય તો?
આગળ શું વાંચશો?
- સાચોની શરુઆત
- આકિકસ્ટાર્ટર શું છે?
- એ બધું તો ઠીક પણ આ સાયો ખરેખર કામની ચીજ છે?
તો ગૂગલ કામ ન લાગે!
ઇઝરાયેલની ‘ક્ધઝ્યુમર ફિઝિક્સ’ (www.consumerphysic.com) નામની એક કંપની આ શક્ય બનાવી રહી છે.
આ કંપની એક એવું સાધન વિક્સાવી રહી છે, જેનાથી વાસ્તવિક ચીજો વિશે – આપણા શબ્દોમાં કહીએ તો – ગૂગલિંગ કરી શકાશે.
બિલકુલ પેનડ્રાઇવ જેવા આ ટચૂકડા સાધનને આપણે કેરી સામે ધરીએ એટલે એમાંથી પ્રકાશકિરણો નીકળે અને કેરી સ્કેન થાય. એ પછી, ‘સાયો’ તરીકે ઓળખાતું આ સાધન આપણી કેરી વિશે તેને જે કંઈ જાણવા મળ્યું હોય એ બધું એક સ્માર્ટફોનની એપને ટ્રાન્સફર કરે અને આપણે સ્માર્ટફોન પર આપણી કેરીના વિવિધ ઘટકો વિશે વૈજ્ઞાનિક માહિતી મેળવી શકીએ. કેરીની છાલ કાઢ્યા વિના, અંદરથી તે કેટલીક પાકી ગઈ છે તે પણ જાણી શકીએ.
મે મહિનાની શરુઆતમાં દુનિયા-આખીની ટેકનોલોજી વેબસાઇટ્સ પર ચમકેલા આ સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું. કેટલાક નિષ્ણાતો તો આ સાધનને ભાવિ ‘વાસ્તવિક જગતનું ગૂગલ’ ગણવા લાગ્યા છે.
આ શોધ ખરેખર એટલી મહત્ત્વૂર્ણ છે કે નહીં અેની એટલી વ્યાપક અસરવાળી બનશે કે નહીં એ વિષે મતમતાંતર છે. પણ આ શોધ, તેની પાછળ રહેલી ટેકનોલોજી, તેની ખૂલી શકતી નવી દિશાઓ વગેરે ખરેખર જાણવા જેવું છે. અને સાથે, આજના આધુનિક સમયમાં કોઈ નવી શોધને કેવી રીતે આગળ ધપાવી શકાય છે એ સમજવવા માટે પણ આ ‘સાયો’ તરફ જરા ઝીણવટભરી નજર દોડાવવા જેવી છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આ ખાસ સમજવા જેવું છે.
આપણે એકડેએકથી વાતની શરુઆત કરીએ.
‘સાયો’ની શરુઆત
વર્ષ ૨૦૧૧માં ઇઝરાયેલના તેલ અવીવમાં ડ્રોર શેરોન અને ડેમિયન ગોલ્ડરિંગ નામના બે મિત્રોએ સો મળીને એક કંપની સ્થાપી. બંનેએ ઇઝરાયેલના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી, પછી તેમા રસ્તા ફંટાયા અને ડ્રોર શેરોને જુદા જુદા ઉદ્યોગસાહસિકોને આર્થિક ટેકો આપતી એક વેન્ચર કેપિટલ ફર્મમાં નોકરી સ્વીકારી, જ્યારે ડેમિયન ગોલ્ડરિંગે સ્માર્ટફોનના કેમેરાને લગતી ટેકનોલોજી વિક્સાવવાનું કામ ઉાપડ્યું.
બંને મિત્રો એક વાર ભેગા થઈ ગયા એ વાતવાતમાં શેરોને ઘણા વખતી મનમાં રમતી વાત પોતાના મિત્રને કહી : વાસ્તવિક જગતમાં જુદી જુદી ચીજવસ્તુની માહિતી મેળવવા માટે ગૂગલ જેવી કોઈ સગવડ નથી. એવું કોઈક સાધન હોઈ શકે ખરું? જેમ કે, સુપર માર્કેટમાં તમે ચીઝનું પેકટ ખરીદતા હો ત્યારે તેમાં ખરેખર કેટલી કેલરી અને પ્રોટીન છે એ કોઈ રીતે તપાસી શકાય તો? આવા સાધા એવા તો બીજા ઘણા ઉપયોગ હોઈ શકે.
સ્માર્ટફોન કેમેરામાં આવેલી ક્રાંતિને કારણે ઓપ્ટિક્સ (પ્રકાશવિજ્ઞાન)ને લગતી ટેક્નોલોજીથી શક્ય એટલી નાની જગ્યામાં સમાવી લેવાની દિશામાં ખાસ્સી પ્રગતિ થઈ હતી. ડેમિયન ગોલ્ડરિંગ તો એમાં જ ગળાડૂબ હતા. બંનેને લાગ્યું કે ચીજવસ્તુઓને તપાસવા માટે દુનિયાભરની પ્રયોગશાળાઓમાં જે સ્પેકટ્રોસ્કોપી તરીકે ઓળખાતી ટેક્નોલોજી વપરાય છે તેનું નાનામાં નાનું વર્ઝન તૈયાર કરવું જોઈએ.
બંને મિત્રો જીવનના એવા તબક્કે હતા કે કારકિર્દી જામી રહી હતી, બાળકો નાના હતાં, પણ બંનેએ પોતપોતાની સારી નોકરી છોડી અને ‘ક્ન્ઝ્યુમર ફિઝિક્સ’ નામની કંપની સ્થાપી.
તેમણે જુદા જુદા ફિઝિસિસ્ટ્સ, એન્જિીયર્સ, ડેટા સાયન્ટિસ્ટ્સ, ફૂડ ટેક્નોલોજિસ્ટ્સ, ઓપ્ટિકલ ડિઝાઇન સ્પેશિયલિસ્ટસ વગેરેનો સાથ મેળવ્યો.
સામાન્ય રીતે ખેતી, દવા, તબીબી નિદાન વગેરે ક્ષેત્રે જુદી જુદી ચીજવસ્તુના રાસાયણિક બંધારણને તપાસવા માટે નીયર-ઇન્ફ્રારેડ સ્પેકટ્રોસ્કોપી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, જે ખાસ્સી જૂની છે. આ ટેક્નોલોજી છેક ૧૯૫૦ના દાયકાની ઉપયોગમાં છે. આવી ટેક્નોલોજી આધારિત સાધન લગભગ લેપટોપના કદનું હોય છે અને તેની કિંમત હજારો ડોલરમાં થતી હોય છે. ક્ન્ઝ્યુમર ફિઝિક્સ કંપનીએ આ જ ટેકનોલોજી પર આધારિત પણ કદમાં અત્યંત નાનું પેન ડ્રાઇવ જેવડું – અને કિંમતમાં પણ લગભગ એટલું જ સસ્તું સાધન બનાવવાનું બીડું ઝડપ્યું હતું.
કંપનીએ પ્રોજેક્ટ અને તેની પ્રોડક્ટને નામ આપ્યું ‘સાયો’ – આ મૂળ લેટિન શબ્દનો અર્થ થાય છે જાણવું, સમજવું, જાણકારી મેળવવી કે કોઈ કામમાં પ્રવીણ બનવું!
કંપનીને યુએસની એ મૂળ ભારતીય વિનોદ ખોસલાએ શરુ કરેલી ખોસલા વેન્ચર્સ કંપની તરફથી આર્થિક ટેકો મળ્યો હતો. જેની મદદી કંપનીએ પોતાની ટેક્નોલોજી અને પ્રોડક્ટના વિવિધ પ્રોટોટાઇપ નમૂના તૈયાર કર્યા. કંપનીને વિઝન વધુ મોટું હતું.
કપનીના સ્થાપક ડ્રોર શેરોનના કહેવા મુજબ આ સાયો એક ‘લર્નિંગ ડિવાઇસ’ છે. એટલે કે આપણે તેનો જેમ વધુ ઉપયોગ કરતા જઈએ એમ એમ એ આપણા જગત વિશે વધુ માહિતી મેળવતું જાય અને વધુ ને વધુ સ્માર્ટ બનતું જાય! ક્ન્ઝ્યુમર ફિઝિક્સ કંપની જગતઆખાની અગણિત ચીજવસ્તુઓની માહિતીનો અપાર ડેટાબેઝ એકઠો કરવા માગે છે, જેના આધાર પર સાયો વધુ ને વધુ માહિતી આપી શકશે.
આટલે સુધી હોંચવા માટે કંપનીએ ‘કિકસ્ટાર્ટર કેમ્પેઈન શરુ કર્યું
આ કિકસ્ટાર્ટર શું છે?
કોઈ પણ નવા વિચાર, નવા સાહસ, નવા પ્રોજેક્ટે આગળ ધપાવવા એ તેા અંતિમ લક્ષ્ય સુધી હોંચાડવા માટે અઢળક નાણાંની જરુર પડતી હોય છે.
અમેરિકાની એક કંપનીએ ઇન્ટરનેટના માધ્યમથી આવા પ્રોજેક્ટને જોઈતાં નાણાં મળી રહે એવો એક વિચાર ‘કિકસ્ટાર્ટર’ નામે અમલમાં મૂક્યો. કિકસ્ટાર્ટર સાઇટ પર કોઈ વ્યક્તિ (લેખક, નાટ્યકાર, ચિત્રકાર, સંગીતકાર વગેરે કોઈ પણ) કે કંપની પોતાના આઇડિયાને લોકો સમક્ષ રજૂ કરે છે.
લોકોને લાગે કે આ આઇડિયાનો ટેકો આપવા જેવો છે તો તેઓ ફક્ત એક ડોલરી શરુ કરીને ચાહે તેટલી આર્થિક મદદ કરે! કિકસ્ટાર્ટર કંપની પોતાના ખર્ચે પહોંચી વળવા માટે, પ્રોજેક્ટ રજૂ કરાનાર પાસેથી પાંચ ટકા જેટલી ફી લે. વર્ષ ૨૦૦૯માં શરુ થયેલી કિકસ્ટાર્ટર સાઇટની મદદથી અત્યાર સુધીમાં કુલ ૬૧,૦૦૦ જેટલા ક્રિએટિવ પ્રોજેક્ટે ૬૨ લાખ જેટલા લોકોએ કુલ ૧ અબજ ડોલર જેટલો ટેકો આપ્યો છે!
કન્ઝ્યુમર ફિઝિક્સ કંપનીએ કિકસ્ટાર્ટર પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો, ત્યારે તેણે બે લાખ ડોલર મેળવવાની આશા રાખી હતી. પરંતુ આ લક્ષ્ય પહેલા ૨૪ કલાકમાં જ પૂૂરું થઈ ગયું અને આ લખાય છે ત્યારે તેે ૧૮.૭૫ લાખ ડોલર જેટલું ભંડોળ મળવાનું પાકું થઈ ગયું છે! બદલામાં આ કંપની તેનો મદદ કરાર સૌ લોકોને નવેમ્બર ૨૦૧૪ સુધીમાં સાયો સાધન મોકલવાનું શરુ કરી દેશે.
આ કિકસ્ટાર્ટર કેમ્પેઈન શરુ થતાં, તેના ભાગરુપે કંપનીએ જગત આખાની મીડિયા કંપનીઓ પોતાના પ્રોજેક્ટ વિશે માહિતી મોકલી અને એ રીતે આ સમાચાર દુનિયાભરમાં છવાઈ ગયા!
એ બધું તો ઠીક, પણ આ ‘સાયો’ ખરેખર કામની ચીજ છે?
આ વિશે નિષ્ણાતોમાં બે મત છે. કેટલાક લોકોના મતે આ સાધન ‘હવામાં મહેલ’ રચી રહ્યું છે અને અત્યારે તે બિલકુલ કાચી અને પાયાની માહિતી આપી શકે છે. બીજી તરફ કેટલાય લોકો એવા છે જે સ્વીકારે છે કે આ સાધન હજી પ્રાથમિક તબક્કામાં છે, પણ તેની ભાવિ સંભાવનાઓ વિશે તેમને પૂરો વિશ્વાસ છે.
છતાં, આપણને તો એ જ સવાલ થાય કે હાથમાં રહેલી કેરી ચૂસવાની મજા લૂંટવાને બદલે તેનું રાસાયણિક બંધારણ જાણવાનો શો ફાયદો? અને આવી ટેક્નોલોજી આપણા હાથમાં હોય તોય આપણે શા કામની?
એક સાદું ઉદાહરણ લઈએ. ઘણી વ્યક્તિનો અમુક ચોક્કસ ખાદ્યપદાર્થની એલર્જી હોય છે. એલર્જીની તકલીફ તીવ્ર હોય અને ન ખાવાની વસ્તુ ભૂલથી ખવાઈ જાય તો તેનાથી મૃત્યુ થવાનું પણ જોખમ રહે છે. આવી એલર્જી ધરાવતી વ્યક્તિ તેને શંકાસ્પદ લાગતા ખોરાકને ‘સાયો’થી તપાસીને પછી યોગ્ય લાગે તો જ ખાય તો તેનું જીવન બચી શકે છે! હાલના તબક્કે ‘સાયો’ આટલું કરી શકે છે? ક્ન્ઝ્યુમર ફિઝિક્સ કંપની કહે છે કે અત્યારે આ સાધનની કેટલીક મયર્દિાઓ છે.
તે જે તે વસ્તુના રાસાયણિક બંધારણ વિશે તદ્દન સચોટ માહિતી ન પણ આપી શકે. ખાસ કરીને એલર્જિક દર્દીઓને ખાતરીબદ્ધ રીતે મદદરૂપ થવા માટે આ સાધન હજી વધુ સક્ષમ બનવું જોઈએ.
‘સાયો’ અત્યારે ખોરાકની ચીજવસ્તુ, દવાઓ અને વસ્તુઓનું તરત જ વિશ્લેષણ કરીને તેની માહિતી આપણે આપણા સ્માર્ટફોન પર આપે છે. ઘરની બાલ્કનીમાં ફૂલછોડ રાખ્યા હોય તો તે કેટલાક તંદુરસ્ત છે અને તેને પાણીની જરુર છે કે નહીં તે આ સાધન કહી શકે છે.
નિષ્ણાતો કહે છે કે આ ટેક્નોલોજીનો આ બિલકુલ પ્રારંભિક તબક્કો છે, પણ એના આધાર પર જે નવી એપ્લિકેશન્સ ડેવલપ થશે તેની સંભાવનાઓ અપાર છે. આપણે પણ ‘સાયો’ વિશે આટલી વિગતવાર માહિતી આપી તેનું મુખ્ય કારણ એ જ છે.
મિત્રો સાથે પાર્ટીમાં ગયેલી કોલેજીયન યુવતીએ તેના સોફ્ટડ્રિંકમાં બીજું કંઈક ભેળવેલું છે કે નહીં તે જાણવું હોય તો તેે ‘સાયો’ કામ લાગી શકે છે. દર્દીઓ પોતાની દવામાં તેના પેકેટ પર જણાવેલા પદાર્થો જ છે કે નહીં તે તપાસી શકે છે.
અત્યારે જ આપણે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીની સાથોસાથ હૃદયના ધબકારાનું ધ્યાન રાખતી સ્માર્ટવોચ કે ઓફિસેથી ઘેર પાછાં ફરતાં કારમાં બેઠાં બેઠાં ઘરના એસીને ઓન કરી શકાય તેવા સ્માર્ટ એસી કે જરુરિયાત મુજબ ટેમ્પરેચર અપ-ડાઉન કરતા સ્માર્ટ રેફ્રિજરેટરની જાહેરાતો જોવા લાગ્યા છીએ. આવાં ઇન્ટરનેટ સાથે જોડાયેલાં સાધનોમાં ‘સાયો’ જેવી ટેક્નોલોજી આવી જશે તે પછી સ્માર્ટ રેફ્રિજરેટર એ પણ આપણને કહી શકશે કે તમે એક ખૂણામાં ત્રણ દિવસથી સંઘરી રાખેલાં બટેટાંવડાં હવે ખાવા જેવાં નથી! દવાની બોટલ એવી સ્માર્ટ બની શકશે કે તેમાં મૂકેલી ટેબલેટ્સનું બંધારણ જાણીને એ આપણને ચેતવી શકશે કે આ તો નકલી દવા છે (નકલી દવાઓનો પ્રશ્નવિશ્વમાં ગંભીર બની રહ્યો છે અને તેનો ઉપાય દવા ખાનાર વ્યક્તિ પોતે તેને તપાસી શકે એ જ છે). ભવિષ્યમાં એવા કાર પાર્કિંગ પ્લોટ્સ પણ ડેવલપ થશે જ્યાં ગોઠવેલાં સેન્સરથી, આપણે કાર સ્ટાર્ટ કરીએ ત્યારે કારમાં જ વોર્નિંગ મળશે કે ફલાણા ટાયરમાં હવા ઓછી છે, વહેલાસર ભરાવી લેજો.
ભવિષ્યમાં ‘સાયો’ની મદદી લિપસ્ટિકમાં કોઈ હાનિકારક તત્ત્વ છે કે નહીં ત્યાંથી માંડીને કપડાં, જમીન, હીરા-માણેક, લેધર, રબર, ઓઇલ, પ્લાસ્ટિક્સ વગેરેની જાણકારી પણ મેળવી શકાશે. ડ્રોર શેરોન કહે છે કે આ દિશામાં સંભાવનાઓ એટલી બધી છે કે ટૂંક સમયમાં તેમના જેવી બીજી ઘણી કંપનીઓ આ ટેક્નોલોજીના વિવિધ ઉપયોગ શોધી કાઢવામાં અગ્રેસર બનશે.
જોકે તમામ લોકો એટલા આશાવાદી પણ નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે આ શોધ જેટલી ગાજી છે એટલી વાસ્તવમાં ઉપયોગી નહીં થાય. જેમ ગૂગલ તે જેટલું જાણે છે એ જ બધું આપણને જણાવી શકે છે એમ આ ટેક્નોલોજી પણ અંતે તો તે જેટલું સ્કેન કરી શકશે એટલી જ વધુ માહિતી આપી શકશે અને આ બધી માહિતીનો એક વિશ્વવ્યાપી ડેટાબેઝ ઊભો થાય તો તે વધુ કામમાં આવશે.
ખરેખર શું થશે એ આપણે નથી જાણતા, પણ એટલું જરૂર જાણીએ છીએ કે દૂર રહેલી બે વ્યક્તિ વાત કરી શકે, દૂરનાં જીવંત દૃશ્યો જોઈ શકાય કે આખી દુનિયાની માહિતી આંગળીના ઇશારે મળે એ બધું પણ એક સમયે કલ્પના બહારનું હતું. અશક્ય કદાચ કશું જ નથી હોતું!
જે લોકોએ અત્યારથી ‘સાયો’ સ્કેર મેળવવા માટે ઓર્ડર આપ્યા છે તેમને નવેમ્બર ૨૦૧૪ સુધીમાં તેની ડિલિવરી મળવા લાગશે. પોતાના આ નવા ડિવાઇસની મદદથી તેઓ…
- સલાડ, સોસ, ફળ, ચીઝ એ તેા જેવા બીજા ઘણા ખાદ્યપદાર્થોમાંના પોષક તત્વોની માહિતી જાણી શકશે.
- ફળની છાલ છોલ્યા વિના એ કેટલું પાકી ગયું છે એ જાણી શકશે.
- રસોઈના તેલી ગુણવત્તા જાણી શકશે.
- ફૂલછોડ કેટલા તંદુરસ્ત છે તે જાણી શકશે.
- માટીના રસકસ તપાસી શકશે.
- દવાઓ યોગ્ય હોવાની ખાતરી કરી શકશે.
- પોતાની જાત સહિત દુનિયાની કોઈ પણ ચીજે સ્કેન કરીને તેે લગતી માહિતી કંપનીના ડેટાબેઝમાં અપલોડ કરી શકશે.


