ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ બદલાઈ છે.
આ બધાને કારણે ગૂગલે જીમેઇલમાં મોટાં પરિવર્તન કરવાને બદલે ‘ગૂગલ ઇનબોક્સ’ નામે એક નવી જ સર્વિસ શરૂ કરી છે, જે આપણા જીમેઇલને આધાર તરીકે લઈને કામ કરશે. ગૂગલના મતે હવે ઈ-મેઇલ એટલે માત્ર પત્રોની આપલે એવું રહ્યું નથી. હવે લગભગ દરેક મેઇલ પર કંઈક એક્શન લેવાનું હોય છે. એ ધ્યાને રાખીને ઇનબોક્સમાં સમગ્ર ઈ-મેઇલના ક્ધસેપ્ટમાં જ ધરમૂળથી પરિવર્તન કરાયાં છે.
આ નવી એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાય છે અને પીસીમાં ક્રોમમાં એક્સેસ કરી શકાય છે. અત્યારે જીમેઇલની જેમ શરૂઆતમાં માત્ર આમંત્રણથી લોકો ઇનબોક્સનો લાભ લઈ શકે છે.‘સાયબરસફર’ મર્યિદિત સંખ્યામાં વાચકોને ઇનબોક્સનું આમંત્રણ આપી શકે તેમ છે. રસ હોય તો editor@duplics.cybersafar.in પર ઇ-મેઇલ મોકલશો. સૌને ઇનબોક્સ મળવા લાગે તે પછી આપણે તેની મુદ્દાસર માહિતી મેળવીશું.
નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટાટા ટેલિસર્વિસીઝ કંપનીએ દિલ્હીના પ્રતિષ્ઠિત કોનોટ પ્લેસમાં ભારતના સૌથી મોટા વિસ્તાર (સાડા ચાર ચોરસ કિલોમીટર)માં ફ્રી પબ્લિક વાઇ-ફાઇની શરૂઆત કરી છે. યુઝર્સ પહેલી ૨૦ મિનિટ મફત એક્સેસ મેળવશે, પછી એક્સેસ ચાર્જેબલ રહેશે.
બેંગલોરનું સિટી રેલવે સ્ટેશન દેશનું પહેલું ફ્રી વાઇ-ફાઇ સુવિધાવાળું રેલવે સ્ટેશન બન્યું છે, અહીં પહેલી ૩૦ મિનિટ મફત નેટ એક્સેસ મળશે.
કેનન કંપનીએ જૂનાં પ્રિન્ટર્સ, કોપિયર્સ અને કાર્ટેજને રીસાઇકલ કરીને તેમાંથી કેલ્ક્યુલેટર્સ બનાવ્યાં છે. કિંમત છે લગભગ દોઢ હજાર રૂપિયા!
કોઈ વ્યક્તિ ટવીટર પર સતત નિરાશાજનક વાતો ટવીટ કરતી હોય તો તે વ્યક્તિ હતાશ હોવાની કે આત્મહત્યા કરે તેવી શક્યતા હોવાની ચેતવણી તેના મિત્રોને મળી જાય એવી એક નવી એપ લોન્ચ થઈ છે! વધુ માહિતી માટે જુઓ : samritans Rada app
ઓફિસ ૩૬૫ના સબસ્ક્રાઇબર્સને માઇક્રોસોફ્ટ કંપનીએ વનડ્રાઇવ પર બિલકુલ ફ્રી સ્ટોરેજ આપવાનું શરુ કર્યું છે., એ પણ અનલિમિટેડ!
એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સના જીવન પર આધારિત હોલિવૂડમાં એક ફિલ્મ બની રહી છે, પણ હવે સોની પિક્ચર્સ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતાં ફિલ્મનું ભાવિ ડગમગી ગયું છે.

