(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સારી નોકરી શોધતા હો તો આટલું જાણી લો…

હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે.

આગળ શું વાંચશો?

  • જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ
  • જોબ કેન્ડીડેટ લાયક ન લાગવાનાં કારણ

તમે તમારા મનગમતા ફિલ્ડમાં જોરદાર માર્ક્સ સાથે ડીગ્રી મેળવો, પછી જુદી જુદી કંપનીમાં નોકરી માટે એપ્લાય કરો, ઇન્ટરવ્યૂ માટે તનતોડ તૈયારીઓ કરો, ઇન્ટરવ્યૂમાં પણ તમારા વિષય અને બીજા સવાલોના પૂરા આત્મવિશ્વાસ સાથે સરસ જવાબ આપો, છતાં તમને નોકરી ન મળે તો? તમને એ નોકરી ન મળવાનું દેખીતું કોઈ જ કારણ ન મળે, પણ એ કારણ, ઇન્ટરનેટ પર કોઈ સોશિયલ વેબસાઇટ પર ક્યારેક ઝાઝું વિચાર્યા વિના તમે મૂકેલી કોઈ પોસ્ટમાં છૂપાયેલું પડ્યું હોય એવું બની શકે છે.

હા, હવે નોકરી આપનાર એપ્લોયર્સ માત્ર માર્ક, ડીગ્રી કે ઇન્ટરવ્યૂમાં પરફોર્મન્સ જોઈને નોકરી આપતા નથી. વધુ ને વધુ એપ્લોયર્સ તેમના સંભવિત ઉમેદવારો ખરેખર કેટલા પાણીમાં છે તે તપાસવા માટે ઇન્ટરનેટ પરની તેમની સોશિયલ લાઇફમાં પણ ઊંડા ઊતરે છે અને પછી કંઈ પણ વાંધાજનક મળે તો એ ઉમેદવારના નામ પર ચોકડી મૂકે છે.

જુદા જુદા દેશોની મોટી મોટી કંપનીઓને ટેલેન્ટેડ એમ્પ્લોઈ શોધવામાં મદદ કરતી, કરિયરબિલ્ડર નામની એક કંપનીએ હમણાં કરેલા એક સર્વેક્ષણમાં આ વાત વધુ ભારપૂર્વક સામે આવી છે. આ કંપની અમેરિકા, દક્ષિણ અમેરિકા યુરોપ, કેનેડા અને એશિયામાં કાર્યરત છે. આ કંપનીએ કરાવેલું સર્વેક્ષણ અમેરિકા પૂરતું સીમિત હતું, પણ તેનાં તારણો દરેક દેશના યુવાનોને કામ લાગે તેવાં છે. આ સર્વેક્ષણમાં કંપનીઓ માટે લાયક ઉમેદવાર શોધવાનું કામ કરતા હાયરિંગ મેનેજર્સ અને હ્યુમન રીસોર્સિઝ પ્રોફેશનલ્સ તેમ જ નોકરીમાં કાર્યરત હોય તેવા લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

આ સર્વેક્ષણનું સૌથી નોંધપાત્ર પાસું એ હતું કે તેમાં ઉમેદવારોની કુંડળી તપાસવા માટે સોશિયલ મીડિયા પર રીસર્ચ કરનારા ૫૧ ટકા એમ્પ્લોયર્સે કહ્યું કે તેમને  જે તે ઉમેદવાર વિશે સોશિયલ મીડિયા પર એવું ક્ધટેન્ટ મળ્યું હતું, જેને કારણે તેમણે તે વ્યક્તિને નોકરીને ન રાખવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે આ પ્રમાણ ૪૩ ટકા હતું અને એની પહેલાંના વર્ષે એટલે કે ૨૦૧૨માં આ પ્રમાણ ૩૪ ટકા હતું. આનો સીધો મતલબ એ થયો કે એમ્પ્લોયર્સ હવે જોબ કેન્ડીડેટ્સ માટે સોશિયલ મીડિયામાં વધુ ખાંખાખોળા કરતા થયા છે.

જોકે સોશિયલ મીડિયાની બીજી બાજુ પણ ચોક્કસ જાણવા જેવી છે. સર્વેક્ષણમાં સામેલ અને પોતાના કેન્ડીડેટ માટે સોશિયલ મીડિયા રીસર્ચ કરનારા ૩૩ ટકા એમ્પ્લોયર્સે કહ્યું કે તેમને સોશિયલ સાઇટ્સ પર તેમના સંભવિત ઉમેદવારો માટે એવું ક્ધટેન્ટ મળ્યું હતું જેન કારણે એ ઉમેદવાર ખરેખર સારો હોવાનો તેમનો વિશ્વાસ વધી ગયો હતો. ૨૩ ટકા એમ્પ્લોયર્સે તો કહ્યું કે તેમને એવું ક્ધટેન્ટ મળ્યું હતું જેને કારણે તેમણે તરત એ ઉમેદવારને નોકરી આપી દેવાનો નિર્ણય કર્યો હતો.

જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ…

  • ૪૩ ટકા એમ્પ્લોયર્સને લાગ્યું કે તેમનો જોબ કેન્ડીડેટની પ્રોફાઇલ એ વ્યક્તિ પ્રોફેશનલ હોવાનું દર્શાવતી હતી
  • ૪૦ ટકા એમ્પ્લોયર્સને લાગ્યું કે તેમનો જોબ કેન્ડીટેડ ઘણા બધા વિષયમાં જાણકાર હતો અને તેને જુદી જુદી ઘણી બાબતોમાં રસ હતો
  • ૪૦ ટકા એમ્પ્લોયર્સને લાગ્યું કે તેમનો જોબ કેન્ડીટેડ સારી કમ્યુનિકેશન સ્કીલ્સ ધરાવતો હતો
  • ૩૬ ટકા એમ્પ્લોયર્સને લાગ્યું કે તેમનો જોબ કેન્ડીટેડ સર્જનાત્મક પ્રતિભા ધરાવે છે
  • ૩૧ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના જોબ કેન્ડીટેડે વિવિધ એવોર્ડ્સ મેળવેલા છે
  • ૩૦ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના જોબ કેન્ડીટેડ વિશે અન્ય ઘણા લોકોએ પણ સારા પ્રતિભાવ લખ્યા છે
  • ૨૪ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના જોબ કેન્ડીટેડે એમ્પ્લોયર્સની કંપનીના સોશિયલ એકાઉન્ટમાં પણ સારી રીતે ઇન્ટરેક્શન કર્યું હતું
  • ૧૪ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના જોબ કેન્ડીડેટ સોશિયલ નેટવર્ક પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે.

જોબ કેન્ડીડેટ લાયક  લાગવાનાં કારણ…

  • ૪૬ ટકા એમ્પ્લોયર્સને તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમના કેન્ડીડેટે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક કે વાંધાજનક ફોટોગ્રાફ્સ કે ઇન્ફર્મેશન પોસ્ટ કર્યાં હતાં
  • ૪૧ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના કેન્ડીડેટે પોતે ડ્રિંક્સ કે ડ્રગ્સ લેતા હોવાનું સોશિયલ મીડિયા પર લખ્યું હતું
  • ૩૬ ટકા એમ્પ્લોયર્સે કહ્યું કે તેમના જોબ કેન્ડીડેટે પોતાની અગાઉની કંપની કે સાથી કર્મચારીઓની સોશિયલ મીડિયા પર વગોવણી કરી હતી
  • ૩૨ ટકા એમ્પ્લોયર્સે કહ્યું કે તેમના સ્પષ્ટ રીતે ખ્યાલ આવ્યો કે તેમના જોબ કેન્ડીડેટને સારી રીતે કમ્યુનિકેટ કરતાં જ આવડતું નથી
  • ૨૮ ટકા એમ્પ્લોયર્સે કહ્યું કે તેમના જોબ કેન્ડીડેટે વંશ, જાતિ, ધર્મ વગેરે સંબંધિત વાંધાજનક ટીકાઓ કરી હતી
  • ૨૫ ટકા એમ્પ્લોયર્સને ખ્યાલ આવ્યો કે તેમના જોબ કેન્ડીડેટે પોતાના ક્વોલિફિકેશન્સ વિશે ખોટી માહિતી આપી હતી
  • ૨૪ ટકા એમ્પ્લોયર્સે જોયું કે તેમના કેન્ડીડેટે પોતાની અગાઉની કંપનીની ખાનગી વાતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી
  • ૨૨ ટકા એમ્પ્લોયર્સે જોયું કે તેમના કેન્ડીડેટ ગુનાહિત વર્તણૂક ધરાવતા હતા
  • ૨૧ ટકા એમ્પ્લોયર્સને લાગ્યું કે તેમના કેન્ડીડેટે સોશિયલ સાઇટ્સ પર પોતાના માટે પસંદ કરેલાં નામ તદ્દન અનપ્રોફેશનલ હતાં
  • ૧૩ ટકા એમ્પ્લોયર્સને જાણવા મળ્યું કે તેમના કેન્ડીડેટે પોતે ઓફિસમાં ખોટું કારણ આપીને ગાપચી મારી હોવાની સોશિયલ મીડિયા પર ડંફાશ મારી હતી

કેટલાક એમ્પ્લોયર્સે કહ્યું હતું તેમણે પોતાના સંશોધન દરમિયાન જોયું હતું કે તેમના એક કેન્ડીડેટે સોશિયલ મીડિયા સાઇટ પર એક ભૂંડને પોતાનું બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યું હતું તો કોઈએ પોતે વારંવાર ડ્રિંક લઈને ડ્રાઇવિંગ કર્યું હોવા છતાં ક્યારેય પકડાયો ન હોવાની બડાઈ મારી હતી.

ટૂંકમાં, સોશિયલ મીડિયા પરની તમારી પોસ્ટ્સ, અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ, તમારા વિશે બીજા લોકોએ લખેલી કમેન્ટ્સ વગેરે ઘણું બધું તમારી કારકિર્દી અને લાંબા ગાળાના ભાવિ પર સીધી અસર કરે છે. તમને નોકરીએ રાખનારા લોકોને શું ગમે છે અને શું ગમતું નથી એ બંને વાતો તમારી નજર સમક્ષ છે, હવે તમે નક્કી કરો કે તમે કઈ બાજુ જવા માગો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!