‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે.
– મુકુંદ કંટારિયા, ભાવનગર
મને તમારો પ્રયાસ ગમ્યો. તમે યુએસએમાં હાર્ડ કોપી મોકલો છો ખરા? જો મોકલતા હો તો મને ખરેખર ગમશે કેમ કે મારાં પેરેન્ટસ અહીં યુએસએમાં છે અને એમને તમારું મેગેઝિન ખૂબ ગમે છે, પણ એમને ઓનલાઇનને બદલે હાથમાં લઈને વાંચવું ગમશે!
– સિદ્ધાર્થ શાહ, યુએસએ
‘સાયબરસફર’ મારું ગમતું સામયિક છે. દર મહિનાની પહેલી તારીખ નજીક આવે એટલે ‘સાયબરસફર’ની રાહ જોવાનું મનોમન શરુ થઈ જાય – આ ક્રમ શરુઆતના અંકથી આજેય જળવાઈ રહ્યો છે.
– ભરતભાઈ, થાનગઢ
સુંદર ‘સાયબરસફર’.
– મહમ્મદ આર મલેક, વારાહી
જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં ‘વર્ડસ્પાર્ક’ વિભાગ મને ખાસ ગમ્યો. હું ખરેખર આવા જ કોઈ લખાણની શોધમાં હતો અને મને જોઈતું હતું એવા જ સ્વરૂપમાં મને એ મળી ગયું!
– જયરાજ વશિષ્ઠ
‘સ્માર્ટવર્કિંગ’માં સમજાવેલી એક્સેલની ફોર્મ્યુલા મને બહુ ઉપયોગી નીવડશે. રાજેશભાઈ ભોકિંયાનો આભાર માનું એટલો ઓછો છે. હું શીખવા બાબતે ખૂબ જ જિજ્ઞાસુ છું અને નવું નવું જાણવાનો ખૂબ જ શોખ છે. હૃદયપૂર્વક આભાર.
– કૌશિક નાયક, મુંબઈ
મેં આજે જ્યારે ‘સાયબરસફર’નો અંક હાથમાં લઇને જોયું તો એફએક્યુ નામનો વિભાગ હતો. મારાં અમુક સૂચનો છે, શક્ય હોય તો સુધારો કરશો : બને તો એક સાથે થોડા વધારે પ્રશ્નોના જવાબ આપવા વિનંતિ, દરેક પ્રશ્નનો ટૂંકમાં પરંતુ પૂરો સંતોષ થાય એવો જવાબ આપશો, દરેક પ્રશ્નની સાથે મોકલનારનું નામ પણ આપવું. મારાં સૂચનો માત્ર સૂચનો છે, ‘સાયબરસફર’ની મરજી હોય તો જ અમલમાં મુકશો.
– પ્રતિક નારોલા, ભાવનગર
(‘સાયબરસફર’માં વાચકોની મરજી ચોક્કસ શિરોમાન્ય છે! આ અંકથી જ અમલ શરુ થઈ ગયો છે. – સંપાદક)

