(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

 

પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરુ કર્યો.

 

 

દર મહિને ટેક્નોલોજીના વિષય સાથે વાંચકોને રસ પડે તેવું તેમ જ કંઈક નવું જાણવા મળે અને તેનાથી પણ વિશેષ લોકોપયોગી થઈ રહે તેવી ટેકનો-માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની મારી ભાવના રહેલી છે.

– નિનાદ ભટ્ટ, અમદાવાદ 

હું  એક શિક્ષક છું, પણ ઓનલાઇન ગુજરાતી લખતાં નહોતું આવડતું, ‘સાયબરસફરે’ મને એ શીખવાડ્યું!

– પરેશ રાજાણી, માંગરોળ 

‘કળશ’ પૂર્તિમાં તમારી ‘સાયબરસફર’ કોલમ નિયમિત રીતે વાચું છું, પણ કોલમ સિવાય ઇન્ટરનેટ, ટેબલેટ, સ્માર્ટફોન, કમ્પ્યૂટર વગેરેનો જ્ઞાનખજાનો તમે મેગેઝિનમાં આપો છો તેની હવે મને જાણ થઈ અને મેં બે વર્ષનું લાવાજમ પણ ભરી દીધું છે.ખૂબ ખૂબ અભિનંદન!

– શરદ વ્યાસ, કપડવંજ 

‘સાયબરસફર’ મેગેઝિનનું વાર્ષિક લાવાજમ મારા ભત્રીજાને ભેટરુપે બંધાવી આપેલ છે કારણ કે ‘સાયબરસફર’માં જે માહિતી આપવામાં આવે છે એ બહુ ઉપયોગી હોય છે અને ઘણું નવું જાણવા  મળે છે.

– કિશોર ચંદેરિયા, અમરેલી 

ગુજરાતી ભાષામાં કમ્પ્યુટરની આટલી બધી માહિતી વાંચવા મળે એથી વધારે શું જોઈએ? આજ રીતે અમારી જ્ઞાન તરસ છીપાવતા રહેજો.


– વિશાલ, રાધનપુર 

આમ તો ‘સાયબરસફર’માં આજના સમયમાં સમજવી જરુરી બધી ટેક્નલોજીની વાત રસપ્રદ રીતે આવરી લેવામાં આવે છે, તેમ છતાં ક્યારેક ઇન્ટરનેટ પરથી જાણવા મળતી બીજી ઉપયોગી માહિતીને પણ સરળ ગુજરાતીમાં આપતા રહેશો તો મેગેઝિન વધુ રસપ્રદ અને ઉપયોગી બનશે.

– ગિરિશ ભટ્ટ, વડોદરા

છેલ્લા થોડા અંકોથી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ વિભાગ અનિયમિત થઈ ગયો છે. ઇંગ્લિશ ઓછું ફાવતું હોય એવા લોકો માટે એ બહુ કામનો વિભાગ છે. સહેલાઈથી ઇંગ્લિશ શીખી શકાય એવી વેબસાઇટની માહિતી નિયમિત રીતે આપશો.

– સુરેશ જાદવ, ગારિયાધાર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!