(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’થી ટેકનોલોજીનું જ્ઞાન આપવા બદલ આપનો આભાર માનું છું. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું અને મે જાતે મારી શાળાના બ્લોગનું નિમર્ણિ કરેલું છે અને તે પણ ત્રણ વર્ષ પહેલાં. નિયમિત બ્લોગને અપડેટ પણ કરું છું. વિશેષમાં દર ત્રણ માસે મારી શાળાનું મુખપત્ર ‘દર્પણ’ના નામથી પ્રકાશિત કરું છું.

‘સાયબરસફર’ના આગામી અંકમાં ન્યૂઝલેટરને બહેતર કેવી રીતે બનાવી શકાય અને તેમાં ફોટોને કેવી રીતે સેટ કરાય તે વિશે લખશો તો શિક્ષણની પ્રક્રિયામાં આપના દ્વારા વેગ મળશે.

– મેહુલકુમાર સુતરિયા, અમદાવાદ (www.pragnashalakesharadi.blogspot.in

 

ઓગસ્ટના અંકમાં ગૂગલ કોન્ટેક્ટ વિશેની માહિતી ઘણી રસપ્રદ રહી. પ્રશ્ન એ છે કે જીમેઇલના મોબાઇલ વર્ઝનમાં કોન્ટેક્ટ જોવા માટે શું કરવું?

– રજનીકાંત શિંગાળા, ઉપલેટા 

હું કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરમાં મેથેમેટિક્સમાં એમ.એસસી. કરું છું અને મારું લક્ષ્ય મેથેમેટિક્સના પ્રોફેસર બનવાનું છે. જોકે મારું ખરું પેશન ટેક્નોલોજીની મદદથી મેથેમેટિક્સ શીખવવાની ટેકનિક્સ વિક્સાવવાનું છે. હું મેટલેબ પ્રોગ્રામિંગમાં પણ થોડું કામ કરી રહ્યો છું, કેમ કે કે રીસર્ચ ફિલ્ડમાં ઘણું ઉપયોગી છે.

હું ઘણા સમયથી ‘સાયબરસફર’ વાંચું છું એ તેનાથી મને મારી ડિજિટલ લાઇફ વિક્સાવવામાં ઘણી મદદ મળે છે. હમણાં આપે ટ્યુટોરિયલ પોઇન્ટ્સ વેબસાઇટ વિશે લખ્યું હતું તે ઘણી ઉપયોગી છે. હું ખાન એકેડેમીની સાઇટનો નિયમિત ઉપયોગ કરું છું, એ પ્રકારની મેથેમેટિક્સને સંબંધિત બીજી કોઈ પણ ઉપયોગ સાઇટ હોય તો જ‚રુર શેર કરશો.

– મિલન પટેલ, ગાંધીનગર 

‘સાયબરસફર’ વેબસાઇટનું નવું સ્વ‚રુપ ઘણું ગમ્યું. હું અવારનવાર સૂચવું છું તેમ લવાજમ ભરવા માટે મની ટ્રાન્સફરની વ્યવસ્થા પણ ગોઠવો.

– દિલીપ સિયારિયા, ભચાઉ


(થેંક્યુ દિલીપભાઈ, નવી સાઇટમાં એ વિશેની માહિતી પણ આવરી લીધી છે).

વર્ડ સ્પાર્કને બાદ કરતા ઓગસ્ટ ૨૦૧૪નો અંક માહિતીપ્રદ તેમ જ રસપ્રદ રહ્યો. ટેકનોલોજીના મેગેઝિનમાં કવિતાનું શું કામ છે? એના કરતાં એટલી જગ્યામાં ટેકનોલોજીને લગતી માહિતી આપી શકાય. ગૂગલ ડ્રાઈવ, સ્કાય ડ્રાઈવ અને ડ્રોપબોક્ષને પીસી તથા સ્માર્ટફોન સાથે સિન્ક કરવાની માહિતી આપશો.

– ફૈયાઝ શેખ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!