વિશેષમાં લખવાનું કે અત્યારે અમારા સરકારી કર્મચારીઓ માટે જીટીયુ, ગાંધીનગર સીસીસીની પરીક્ષાઓ પૂરબહારમાં લેવાઈ રહી છે અને અમારા જેવા શિક્ષકો માટે સીસીસી પાસ કરવું ઘણું મુશ્કેલ બને છે.
ગયા અઠવાડિયે હું ખુદ સીસીસી એક્ઝામ આપવા ગયેલો. થિયરીમાં ભલભલા કર્મચારીઓ રોઈ પડ્યા કે ખૂબ અઘરી થિયરી પૂછે છે.
પણ હું પરીક્ષા દેવા ગયો… થેન્કસ ટુ ‘સાયબરસફર’! ૮૦ ટકા પ્રશ્નો ઇન્ટરનેટને લગતા અને મારા નિયમિત ‘સાયબરસફર’ના વાંચનને લીધે મને જરા પણ અઘરું ના લાગ્યું! થેન્કસ ટુ‘સાયબરસફર’ના તંત્રી અને ટીમને.
હવે મારું એક સૂચન છે તમને. ખાસ કર્મચારીઓ માટે સીસીસી હેન્ડબુક બહાર પાડો કારણ કે બજારમાં મળતી સીસીસીની બુક ભાષામાં અઘરી તથા સચોટ નથી હોતી. તો તમે સીસીસી માટે એક હેન્ડબુક પ્રકાશિત ના કરો? ફરીથી ‘સાયબરસફર’ને ખૂબ ખૂબ આભાર, જે સીસીસીમાં ખૂબ મદદગાર રહ્યું.
-જોષી મહેન્દ્રકુમાર આર.કોઢ કન્યા શાળા, ધ્રાંગધ્રા
ખૂબ ખૂબ ઉપયોગી મેગેઝિન છે. ખાસ કરીને સાયબર સેફ્ટી, સ્માર્ટ સર્ફિંગ, નોલેજ પાવર, એરાઉન્ડ ધ વેબ, મોબાઇલ વર્લ્ડ, ક્વિક અપડેટ્સ જેવા વિભાગોમાં ઇન્ટરનેટ અને મોબાઇલને લગતી માહિતી ઘણી ઉપયોગી થાય છે. ‘સાયબરસફર’ નિયમિત વાચું છું અને આપેલી માહિતી પ્રમાણે ઘણું કરું છું.
– નરેશ મકવાણા, મહુવા
હું ‘સાયબરસફર’ ઘણા સમયથી વાચું છે. મારે ઓફિસના કામમાં માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઇન્ટ આ ત્રણેય સોફ્ટવેરનો વધારે ઉપયોગ થતો હોય છે. ઇન્ટરનેટને લગતી માહિતી પણ ઉપયોગી થાય છે પણ વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ વધુ માહિતી આપવા વિનંતી.
– આશિષ નાયક, ભરૂચ
કરિયર સેન્ટ્રલ વિભાગમાં જે અલગ અલગ કરિયર વિશેની રોશન રાવલ દ્વારા માહિતી પીરસવામાં આવે છે તે ઘણી કામ લાગે છે અને બીજા વિભાગોમાં પણ એજ્યુકેશનને લગતી માહિતી ઉપયોગી નીવડે છે.
– વિશાલ પરમાર, સુરત
‘સાયબરસફર’ ખરેખર ઇન્ટરનેટનો દરિયો ઉલેચી આપવાનું કામ કરે છે. લગભગ દરેક લેખ સાથે તેને સંબંધિત વેબસાઇટનાં એડ્રેસ હોય છે એટલે વાંચવાનું ક્યારેય ખૂટતું નથી.
– સુરેશ બાપોદરા, પોરબંદર

