(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુનિયાને વધુ ને વધુ મીઠો લાગે છે ટવીટરનો કલબલાટ અને તમને?

 ટવીટરના વધતા ઉપયોગ વિશે તમે સાંભળ્યું તો ઘણું બધું છે પણ એ એક્ઝેક્ટલી શું છે એ તેમાં ઝંપલાવવું કે નહીં એની ગડમથલમાં છો? અથવા એમાં કઈ રીતે એક્ટિવ થઈ શકાય એ વિશે ગૂંચવણો છે? તો આ રહ્યા જવાબ…

આગળ શું વાંચશો?

  • એકાઉન્ટ ખોલાવો
  • ફોલો કરવા જેવા લોકો શોધો
  • સેટિંગ્સ તપાસો
  • ૧૪૦ કેરેકટર્સની મર્યાદામાં લખતા શીખો
  • હેશટેગનો ઉપયોગ શીખો
  • ટવીટર હેન્ડલનો ઉપયોગ કરો
  • આરટી અને એમટી કરો
  • ફેસબુક સાથે કનેક્ટ કરો

ફેસબુક વિશે હવે નાના ટાબરિયાને પૂછો તો એ પણ ફટાફટ કહી દેશે કે ફેસબુક શું છે અને એમાં શું શું થઈ શકે. ટવીટરની વાત આવે ત્યારે એમનો કલબલાટ થોડો ઓછો થાય કેમ કે ‘ટવીટર’ નામ સૌએ સાંભળ્યું છે, ‘ફેસબુક જેવું જ કંઈક છે’ એ પણ બધાને ખબર છે, પણ એક્ઝેક્ટલી એ શું છે અને એમાં શું શું થઈ શકે એ વિશે, ટવીટર પર પ્રમાણમાં સક્રિય લોકોને પણ ઓછી ખબર હોય છે.

તમે પણ આવા લોકોમાં સામેલ હો અને ટીવી પર ટાઇમ્સ નાઉ જેવી ન્યૂઝચેનલ પર #BiggestBetrayal કે કલર્સ જેવી ચેનલમાં કોઈ સિરિયલ દરમિયાન સ્ક્રીન પર એક ખૂણામાં #simar લખાયેલું આવે છે, એના પર તમારું ધ્યાન તો ગયું હોય, પણ એ ખરેખર શું છે એ તમને સમજાતું ન હોય, તો ટવીટર વિશેની આ બધી ગૂંચવણો હવે દૂર થઈ જશે.

ટવીટર પણ એક પ્રકારનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના પર લોકો પોતાના વિચારો લખાણ, ફોટોગ્રાફ, વીડિયો કે કોઈ પણ વેબપેજની લિંક સ્વ‚રુપે રજૂ કરી શકે છે.

માર્ચ ૨૦૦૬માં શ‚રુ થયેલી આ સર્વિસ ગજબની લોકપ્રિય નીવડી છે. એની ખરી મજા એની સરળતામાં છે. તમે ટવીટરની સાઇટ પર જઈને, બીજી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને કે સીધા ફોન પરથી જ ટવીટર પર ટવીટ કરી શકો. શ‚આત કરવા માટે, તમે ટવીટરની સાઇટ પર જઈને એકાઉન્ટ ખોલાવો. વિધિ પૂરી થતાં જ, ટવીટર તમને પૂછશે કે ‘કેમ છો? શું ચાલે છે?’ શરત એટલી કે તમારે જવાબ ફક્ત ૧૪૦ કેરેક્ટરમાં આપવાનો. એ બોક્સમાં તમે જે કંઈ લખો તે ટવીટ કહેવાય. તમે ગુજરાતીમાં પણ ટવીટ કરી શકો. તમે કોઈ પણ સાઇટ પર હો અને તેમાં સોશિયલ શેરિંગી સગવડ હોય તો જે તે લેખ, વિડિયો, ફોટો વિશે ટવીટ કરી શકો, જેમાં એ પેજની લિંક ઉમેરાઈ જાય.

તમારી જેમ દુનિયાભરના અનેક લોકો સતત અનેકવિધ વિષય પર ટવીટ કરતા રહે છે. તમે એમાંથી જેને ઇચ્છો તેને ફોલો કરી શકો, એટલે કે તેમના ટવીટ તમારા ટવીટરા હોમપેજ પર છલકાતા રહે. એ રીતે, બીજા લોકો તમને ફોલો કરતા હોય તો તમે જે કંઈ ટવીટ કરો તે તેમના હોમપેજ પર દેખાય.

આ આખી વાતમાં ખરેખર મજા ‘ઇન્સ્ટન્ટ થોટ’ની છે. ‘શું લખું’ એવું તમે વિચારવા બેસો અને પછી કંઈક લખો એના કરતાં મનમાં જે આવ્યું તે ધડાક દઈને લખી નાખો તો સૌને તમારો ખરો પરિચય થાય (જો એવું તમે કરવા માગતા હો તો!).

જેમ કે અમદાવાદમાં રોડ પર ડિવાઇડર બની ગયા પછી, રોંગસાઇડમાં શોર્ટકટ લેતા લોકોને જોઇને તમને ત્રાસ થતો જ હશે. તમે ટવીટર પર જઈને જુઓ તો સમજાય કે ‘અચ્છા આપણી જેમ આ વાત અમિતાભ બચ્ચનને પણ ત્રાસજનક લાગે છે’ કારણ કે તેઓ આવી ઝીણી ઝીણી વાતો વિશેની અકળામણ ઘણી વાર ટવીટર પર ઠાલવતા રહે છે.

અમિતાભ બચ્ચનનું નામ વાંચીને ટવીટરમાં વધુ રસ પડ્યો હોય, તો જાણી લો કે એમના જેવી અનેક, અલગ અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઝની નજીકની ઓળખ ટવીટર પર મળે. સેલિબ્રિટીઝના મામલે આવી સોશિયલ સાઇટ્સ પર એક સૌથી મોટી મૂંઝવણ એ રહેતી હતી કે અમિતાભ બચ્ચનનાં નામે જે એકાઉન્ટ જોવા મળે એ ખરેખર એમનું જ છે કે બીજા કોઈએ એમના નામે ખોલી નાંખેલું એકાઉન્ટ છે, એની ખાતરી કઈ રીતે કરવી? ટવીટરે આવી ખાતરી કરીને, વિવિધ સેલિબ્રિટીના એકાઉન્ટને વેરીફાય કરીને તેમના એકાઉન્ટમાં ખરી ઓળખ રુપે એક બ્લુ એરો મૂકવાની શરુ‚આત કરી જુએ પછી ફેસબુક સહિત બીજી સાઇટ્સને પણ અનુકરણ કર્યું.

હવે વાતમાં ખરેખર રસ પડ્યો હોય તો તમે ટવીટર ર કેવી રીતે સક્રિય બની શકો એવી વાત કરીએ :


એકાઉન્ટ ખોલાવો

twitter.com પર જાઓ,  વિગતો આપીને તમારું સ્ક્રીનનેમ પસંદ કરો. તમે તમારું પોતાનું નામ રાખી શકો અથવા તમારી કંપની કે બ્રાન્ડનું નામ પણ રાખી શકો. તમારા નવા ટવીટર નામની આગળ એટ (@) ચિહ્ન ઉમેરાશે. જેમ કે આ લખનારનું ટવીટરનેમ છે @cybersafar. આ નામને તમે તમારી ઈ-મેઇલ સિગ્નેચરમાં ઉમેરી શકો છો, જેથી લોકોને ખબર પડે કે ટવીટર પર તમને કેવી રીતે શોધવા.

ફોલો કરવા જેવા લોકો શોધો

તમને જે વિષયો અને જે પ્રકારના લોકોના વિચારો જાણવામાં રસ હોય તેમને ટવીટર પર
શોધો. તમને દુનિયાભરના સમાચારો જાણવામાં રસ હોય તો @bbc સર્ચ કરશો એટલે બીબીસી તરફથી વર્લ્ડન્યૂઝ કે ટેક્નોલોજીના ન્યૂઝના અલગ અલગ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હશે તો તે જોવા મળશે. તમને જે વિષયમાં રસ હોય તે એકાઉન્ટ પર ક્લિક કરતાં, ટવીટર પર તેનું હોમપેજ ખૂલશે અને તેમાં આપેલી ફોલોની લિંક ક્લિક કરતાં, તમને તે એકાઉન્ટના ટવીટ્સ મળવાનું ચાલુ થશે.

સેટિંગ્સ તપાસો

મથાળે આપેલી વિવિધ લિંક્સમાં જમણી તરફ સેટિંગ્સનું બટન છે, તેમાં તમારા પ્રોફાઇલમાં જઈને તમારી થોડી વિગતો આપો. અહીંથી તમે તમારો પાસવર્ડ બદલી શકો છો, તમને ટવીટર તરફથી ઈ-મેઇલ નોટિફિકેશન મળવા જોઈ

 

એ કે નહીં તે એ તમારા હોમપેજની ડિઝાઇન વગેરે સેટ કરી શકો છો. અહીંથી તમારી પોતાની ઇમેજ મૂકવાનું ભૂલશો નહીં કેમ કે એ તમારી દરેક ટવીટ સાથે સૌને દેખાશે.

૧૪૦ કેરેક્ટર્સની મર્યાદામાં લખતાં શીખો

આગળ કહ્યું તેમ ટવીટર પર ધડાધડ

અને ટૂંકમાં પોતાના વિચારો વ્યક્ત કરવા એ એક કલા છે (કેટલાક લોકો આ કલામાં એટલા માહેર થઈ ગયા હોય છે કે એમણે શું લખ્યું છે એ ટવીટરના અઠંગ ખેલાડીઓ જ સમજી શકે!). તમે આવી રીતે લખતાં શીખી શકો ‘says’ માટે ‘sez’,  ‘two’‘ ને બદલે ‘2’‘, ‘with’‘ લખવું હોય તો ‘’w//’ કે ‘and’‘ લખવા માટે ‘+‘!

હેશટેગનો ઉપયોગ શીખો

ટવીટરની એક આગવી વિશેષતા છે હેશટેગ (#), જે પછીથી બીજી સોશિયલ સાઇટ્સમાં પણ ઉમેરાઈ. તમે જે મુદ્દા અંગે ટવીટ કરી રહ્યા હો તે વિશે બીજા અનેક લોકો પણ ટવીટ કરી રહ્યા હોય કે તેના વિશેની ટવીટ્સ શોધી રહ્યા હોય એવું બને. જેમ કે તમે ‘કૌન બનેગા કરોડપતિ’ શો વિશે કંઈક ટવીટ કરો તો તેમાં શરુ‚આતમાં #kbc લખો તો આ મુદ્દા પરની ટવીટ શોધતા બીજા લોકો સુધી પણ તમારી ટવીટ પહોંચશે (એ લોકો તમને ફોલો ન કરતા હોય તો પણ!) તમે નવી ટવીટ લખવાનું શ‚ કર્યો ત્યારે સિસ્ટમ જ તમને સૂચવશે કે #kbc ઉપરાંત, #kbc2014 હેશટેગનો પણ બીજા લોકો ઉપયોગ કરે છે, તમારે એ હેશટેગ રાખવો છે?

ટવીટર હેન્ડલનો ઉપયોગ કરો

તમે ટવીટર પર કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે ટવીટ કરો ત્યારે તેમાં એનો ઉલ્લેખ કરો આ રીતે : @cyberdafar. જેથી એ વ્યક્તિ કે સંસ્થાને તેની જાણ થાય અને તેઓ તમારી ટવીટને બીજા લોકો સુધી મોકલી પણ શકે.

આરટી અને એમટી કરો

આરટી એટલે રીટવીટ. બીજા કોઈની ટવીટ તમને મજેદાર લાગી અને તમે તમને ફોલો કરતા લોકોને એ પહોંચાડવા માગતા હો તો તેને રીટવીટ કરો. બીજાની ટવીટમાં કંઇક ઉમેરો કરીને આગળ મોકલો તો તેને મોડીફાઇડ ટવીટ કર્યું કહેવાય!

ફેસબુક સાથે કનેક્ટ કરો

તમે ટવીટર અને ફેસબુકને એકમેક સાથે જોડી શકો છો, જેથી ટવીટર પર તમે કંઈ પણ પોસ્ટ કરો એ ફેસબુક પર પણ ઓટોમેટિક ઉમેરાય. આ માટે તમારે ટવીટરના સેટિંગ્સમાં જવું પડશે (ફેસબુકના સેટિંગ્સમાં જઈને આથી ઊંધું સેટિંગ પણ કરી શકાય).

આ સિવાય ટવીટરમાં સમજવા જેવું કે ઉપયોગમાં લેવા જેવું બીજું ઘણું બધું છે. આ બધું તમને ગૂંચવણભર્યું લાગતું હોય તો જાણી લો કે ઇન્ટરનેટ પરનો એક બહુ મોટો વર્ગ ટવીટર પર અત્યંત સક્રિય છે અને તમારે બદલાતી દુનિયા સાથે તાલ મીલાવવો હોય તો આ બધું જાણવું-સમજવું રહ્યું!


આઠ પગલાંમાં ટવીટરની ઓળખ

હોમ : આ તમારું ટવીટરનું હોમપેજ છે. અહીં તમે જે તે લોકોને ફોલો કરી રહ્યા હો તેમની ટવીટ્સ સતત ઉમેરાતી જોઈ શકાશે. એ ઉપરાંત, તમારે જેમને ફોલો કરવા જોઈએ એવા લોકો, સંસ્થા કે સંસ્થાની લિંક (આમાં કેટલીક લિંક પ્રમોટેડ હોય છે, એટલે કિંમત ચૂકવીને અહીં ઉમેરવામાં આવી હોય છે), તમે કરેલી ટવીટ્સની સંખ્યા, તમે જેમે ફોલો કરી રહ્યા હો તેમની સંખ્યા…

નોટિફિકેશન્સ : અહીં ટવીટર પર સક્રિય લોકો શું કરી રહ્યા છે એ જાણી શકાય છે. કોણ નવું ટવીટરમાં જોડાયું, કોણે કોને ફોલો કર્યું વગેરે માહિતી. ‘ઓલ’ ટેબમાં ટવીટર પરના તમામ લોકોી માહિતી મળે છે, જ્યારે ‘પીપલ યુ ફોલો’ ટેબમાં આપણે જેમે ફોલો કરી રહ્યા હોઈએ તેમની માહિતી મળે છે.

ડિસ્કવર : આ વિભાગ હોમપેજના એક્સટેન્શન જેવો છે પણ અહીં આપણા રસના  વિષયો મુજબ જુદી જુદી ટવીટ્સ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત, એક્ટિવિટી, ફોલો કરવા જેવા લોકો, મિત્રોને શોધવા, લોકપ્રિય એકાઉન્ટ્સ જાણવા વગેરે અહીંથી શક્ય બને છે.

મી : આ તમારુંપોતાનું પેજ છે. અહીં તમે પોતે લખેલી કે રીટવીટ કરેલી ટવીટ્સ જોઈ શકાય છે. અહીં તમારા વિશે, તમે આપી હોય એટલી વધુ માહિતી પણ બીજા લોકો વાંચી શકે છે.

સર્ચ : સ્ષ્ટ છે, અહીંથી આખા ટવીટરમાં સર્ચ કરી શકાય છે. તમે કોઈ વ્યક્તિ કે સંસ્થા શોધી રહ્યા હો તો આગળ  ચિહ્ન મૂકો, કોઈ ચોક્કસ મુદ્દા રીટવીટ શોધી રહ્યા હો તો આગળ  ચિહ્ન મૂકો.

ડાઇરેક્ટ મેસેજ : અહીંથી તમે ટવીટર પર તમે જે લોકો ફોલો કરી રહ્યા હોય તેમાંથી કોઈપણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકો છો.

સેટિંગ્સ : અહીંથી તમારા એકાઉન્ટ સંંબંધિત સેટિંગ્સ થઈ શકે છે.

કમ્પોઝ યોર ટવીટ : આ આખી કવાયત જેે માટે છે તે! અહીંથી તમે તમારી નવી ટવીટ ટાઇ કરી શકો છો અને તેમાં ફોટોગ્રાફ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!