ઘર ઘરમાં જોવા મળતી મજાની ચકલી મોબાઇલ સિગ્નલ્સના પાપે હવે ગૂમ થઈ ગઈ છે, પણ ધ નેધરલેન્ડ્સના એક પેઇન્ટર અને પેપરક્રાફ્ટ આર્ટિસ્ટ જોહાન શેફ્ટ પોતાની રીતે ચકલીની યાદ જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. બાજુમાં દેખાય છે એ બધાં જ પંખી કાગળમાંથી બનાવેલાં ૩ડી મોડેલ છે.
જોહાન પ્લેઇન પેપર પર આ દરેક પંખીનાં ટેમ્પલેટ બનાવીને તેમાંથી ૩ડી મોડેલ બનાવે છે, એટલે કે દરેક પ્રકારના પંખીના તેઓ ધારે તેટલાં, એક સરખાં મોડેલ બનાવી શકે છે. (http://www.johanscherft.com/papercraft.html)



જોહાનની વેબસાઇટ પરથી તમે ફાયરક્રેસ્ટ (એક પ્રકારની ચકલી) કે કિંગફિશરનું પેપર મોડેલ બનાવવાનું ટેમ્પલેટ તથા તેનું મુદ્દાસર માર્ગદર્શન પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. બાજુના પાને આપેલ ટેમ્પલેટની ઇમેજ ડાઉનલોડ કરી, તમે પણ આવું પંખી બનાવવાનો પ્રયાસ કરી શકો છોા. આ મોડેલ તેમણે કેવી રીતે ડિઝાઇન કર્યું તેનો વીડિયો યુટ્યૂબ પર અહીં જોઈ શકાશે : http://youtu.be/o5wr3c0xHWY
જોહાન કાગળમાંથી બીજાં પણ ઘણાં અવનવાં મોડેલ બનાવે છે. જોહાન આ મોડેલ ઓર્ડર મુજબ બનાવી પણ આપે છે, કિંમત હોય છે ૫૦૦થી ૧૦૦૦ યુરો સુધીની (લગભગ રૂ. ૩૫,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦)!

