કામના બોજા વચ્ચે રીલેક્સ થવાનો એક સરસ ઉપાય છે મનગમતી તસવીરો. તમે તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપ કે સ્માર્ટફોના સ્ક્રીન પર પસંદગીની તસવીરોનો ઓટોમેટિક સ્લાઇડશો ગોઠવી શકો છો, સહેલાઈથી.
તમે ક્યારેક મોબાઇલ, ટીવી કે રેફ્રિજરેટર વગેેરે ખરીદવા ગયા હો ત્યારે સ્ટોરમાં મળતી ડિજિટલ ફોટો ફ્રેમ જોઈને મન ચોક્કસ લલચાયું હશે. ઓફિસમાં કે ઘરમાં ટેબલના પર એક ખૂણામાં આવી ડિજિટલ ફોટો ફ્રેમ મૂકી હોય તો તેમાં વારંવાર બદલાતા રહેતા ફોટોગ્રાફ તમને યાદોની મસ્ત સફર પર લઈ જઈ શકે.
પરંતુ આ માટે અલગ ખર્ચ કરવો હોય તો તમે તમારા પીસી કે લેપટોપના સ્ક્રીન કે પછી છેવટે સ્માર્ટફોનના સ્ક્રીનને પણ ડિજિટલ ફોટોફ્રેમમાં ફેરવી શકો છો.
કમ્પ્યુટરમાં ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં આપણે ગમતા ફોટોગ્રાફ્સનો સ્લાઇડશો ચલાવવા માટે શું કરવું અને આપણે સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ. આપણે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખીને વાત કરીશું.
પહેલાં સૌથી સહેલો રસ્તો જોઈએ. તમે જ્યારે પણ કમ્પ્યુટરના ડેસ્કટોપ સ્ક્રીન પર જાવ ત્યારે તમારે જે ફોટોગ્રાફ્સ જોવા માગતા હો તે ફોટોગ્રાફ્સ ધરાવતા ફોલ્ડરમાં પહોંચો. જો બધા જ ફોટોગ્રાફ સ્લાઇડશો તરીકે જોવા હોય તો કોઈ પણ એક ફોટોગ્રાફ સિલેક્ટ કરીને કંટ્રોલ એ કી પ્રેસ કરશો એટલે તમામ ફોટોગ્રાફસ સિલેક્ટ થશે. હવે માઉસની રાઇટ ક્લિક કરીને ‘સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ’નો વિકલ્પ પસંદ કરી લો. ફોલ્ડરમાં ફોટોગ્રાફ સિવાય વીડિયો કે બીજું ક્ન્ટેન્ટ હશે તો તેે સિસ્ટમ ધ્યાને લેશે નહીં. હવે જો તમે ફોલ્ડરમાંના અમુક ફોટોગ્રાફ્સ જ સ્લાઇડશોમાં જોવા માગતા હો તો એક ફોટો સિલેક્ટ કરી, કંટ્રોલ કી પ્રેસ કરી રાખીને તમારી પસંદગીના બીજા ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરતા જાઓ.
પછી કોઈ એક સિલેક્ટેડ ફોટો પર ફરી રાઇટ ક્લિક કરીને ‘સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડનો વિકલ્પ પસંદ કરી લો. જો કમ્પ્યુટરમાં બીજી ઘણી વિન્ડો ખૂલ્લી હોય તો તરત ડેસ્કટોપમાં જવા માટે સ્ક્રીનમાં નીચે બિલકુલ જમણા ખૂણે, ક્લોક પછી આપેલા નાના લંબચોરસ પર ક્લિક કરતાં તરત ડેસ્કટોપ ખૂલશે.
અહીં તમે જોશો તેમ સ્લાઇડશોને આગળ વધતાં ઘણી વાર લાગે કે ફોટોગ્રાફ્સ સ્ક્રીન પર યોગ્ય રીતે જોવા ન મળે એવું બની શકે છે. આ માટે આપણે સ્લાઇડશોનાં યોગ્ય સેટિંગ કરવાં પડશે.
આ પહેલા કરતાં જરા લાંબો રસ્તો છે, પણ આ રીતે આપણે ફોટોગ્રાફ્સની પસંદગી વત્તા યોગ્ય સેટિંગ બધું એક સાથે કરી શકીએ છીએ.
સૌથી પહેલાં, કમ્પ્યુટરના ડેસ્કટોપમાં ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરો અને જે મેનુ ઓપન થાય
તેમાં ‘પર્સનલાઇઝ’ ક્લિક કરો.
હવે જે વિન્ડો ખૂલે તેમાં આપણે કમ્પ્યુટર વિઝ્યુઅલ અને સાઉન્ડ્સે લગતાં સેટિંગ્સ કરી શકીએ છીએ. અત્યારે આપણે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ સ્લાઇડશોની વાત કરવી છે એટલે સીધું તેમાં જ ઝંપલાવીએ. તે માટે, નીચે આપેલા ‘ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ સ્લાઇડશો’ પર ક્લિક કરો.
હવે જે વિન્ડો ખૂલે તેમાં આપણે બ્રાઉઝ પર ક્લિક કરી, આપણા પસંદગીના ફોટોગ્રાફ્સ જે ફોલ્ડરમાં હોય તેા લોકેશન સુધી હોંચી શકીએ છીએ. અહીં દરેક ફોટોગ્રાફના ઉપલા ડાબા ખૂણે એક ચોરસ દેખાશે. બ્રાઉઝથી આગળ, ‘સિલેક્ટ ઓલ’ કે ‘ક્લિયર ઓલ’ના બટનનો ઉપયોગ કરો અથવા જેટલા ફોટોગ્રાફ જોઈતા હોય તે દરેક માટે તેના ચોરસમાં ટિક કરી દો.
હવે નીચે પિકચર પોઝિશનના વિકલ્પ આપેલા છે. આપણા ફોટોગ્રાફ સ્કીન રેઝોલ્યુશનને અનુરૃપ હોય નહીં, તેથી તેને માટે ફિલ, ફિટ, સ્ટ્રેચ વગેરે વિવિધ વિકલ્પ આપેલા છે. જો આખો ફોટોગ્રાફ જોવા માગતા હો તો ‘ફિટ’ વિકલ્પ પસંદ કરો (બીજા પણ અજમાવીને તેની અસર જોઈ જુઓ).
ત્યાર પછી તમે કેટલા સમયે ફોટોગ્રાફ આપોઆપ બદલાય તેવું ઇચ્છો છો તેનું સેટિંગ કરી લો. ‘શફલના ચેકબોક્સને ક્લિક કરશો તો તમે પસંદ કરેલા ફોટોગ્રાફ્સ ફોલ્ડરમાંના તેમના ક્રમે બદલે આડાઅવળા ક્રમમાં જોવા મળશે.
બસ, હવે આપણે ફક્ત ‘સેવ ચેન્જીસ’ પર ક્લિક કરવાનું છે એ ફરી ડેસ્કટોપ પર પહોંચવા ક્લોક પાસેના લંબચોરસ પર ક્લિક કરવાનું છે!
કેટલીક વધુ ટીપ – જો તમે તરત પછીનો ફોટોગ્રાફ જોવા માગતા હો તો ફોટો પર માઉસથી રાઇટ ક્લિક કરીને નેક્સ્ટ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ’ પર ક્લિક કરો. જો ફોટોગ્રાફ્સ તમારા દિલની બહુ નજીક હોય એ તમે ડેસ્કટોપના બધા આઇકન દૂર કરવા માગતા હો તો ફરી રાઇટ ક્લિક કરી, વ્યૂમાં ‘શો ડેસ્કટોપ આઈકન્સ’ સામેના ચેકબોક્સને અનટિક કરી દો, પછી મન ભરીને માણો તમે ગમતા ફોટોગ્રાફ અે ખોવાઈ જાઓ યાદોની દુનિયામાં!
એન્ડ્રોઇડમાં ડેડ્રીમની મજાની સગવડ
તમે તમારા ટેબલેટ કે સ્માર્ટફોનને પણ ડિજિટલ ફ્રેમમાં ફેરવી શકો છો. સામાન્ય રીતે સ્માર્ટફોનનો ડિસ્પ્લે તેની બેટરીનો સૌથી મોટો દુશ્મન છે એટલે આપણે ફોન કે ટેબલેટનું કોઈ કામ હોય ત્યારે તેનો ફક્ત ફોટોગ્રાફ જોવા માટે તેનો ડિસ્પ્લે સતત ઓન રાખી શકીએ નહીં, પણ જ્યારે ફોન કે ટેબલેટને ચાર્જિંગમાં મૂકીએ ત્યારે આ લાભ ચોક્કસ લઈ શકીએ છીએ.
એન્ડ્રોઇડ ડિવાઇસમાં એન્ડ્રોઇડના ૪.૨ વર્ઝનથી ‘ડેડ્રીમ’ નામની એક સુવિધા ઉમેરાઈ છે, જેમાં ફોન જ્યારે ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેા સ્ક્રીન પર આપણી પસંદગીની બાબતો સતત ડિસ્પ્લે થતી રહે છે.
તેનો લાભ લેવા માટે, સેટિંગ્સમાં ડિસ્પ્લે વિભાગમાં જાઓ. તેમાં જરા નીચે ડેડ્રીમનો વિકલ્પ જોવા મળશે. તેે ક્લિક કરો. અહીં તમે સામાન્ય રીતે ક્લોક, કલર્સ, ગૂગલ ફોટોઝ, ફોટો ફ્રેમ એ ફોટો ટેબલના વિકલ્પ મળશે. તેમાંથી ફોટો ફ્રેમે ક્લિક કરી, તેનાં સેટિંગ્સમાં જાઓ. અહીં તમે ડિવાઇસના કયા ફોલ્ડરમાંના ફોટોગ્રાફ તમે જોવા માગો છો તે જણાવી દો!
તમે સ્ટમ્બલ અપોન જેવી એપ ઇન્સ્ટોલ કરી હોય તો તેેને પણ ડેડ્રીમમાં ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત પ્લેસ્ટોરમાંથી સંખ્યાબંધ ડેડ્રીમ એપ મળશે. જોકે નેશનલ જ્યોગ્રાફિકના ફોટોઝની એપ ઇન્સ્ટોલ કરો તો તમારું ડેટા કનેકશન બિલ વધી જશે!

