૧૯૯૪માં જ્યારે યાહૂની શરૂઆત થઈ ત્યારે તેનું નામ હતું ‘જેરી એન્ડ ડેવિડ્ઝ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’.
પછી તેનું નામ થયું, ‘યટ અનધર હાયરાર્કિકલ ઓફિસિયસ ઓરેકલ’ જેનું શોર્ટફોર્મ એટલે યાહૂ! યાહૂની શરૂઆત એક પ્રકારની વેબ ડિરેક્ટરી તરીકે થઈ હતી. જોકે હવે ઇન્ટરનેટ એટલું વિશાળ બન્યું છે કે આવી વ્યક્તિગત રીતે તૈયાર થયેલી ડિરેક્ટરી બિલકુલ પહોંચી વળી શકે નહીં. આથી છેવટે ૩૧ ડિસેમ્બરથી યાહૂની ઓરિજિનલ વેબ ડિરેક્ટરી કાયમ માટે બંધ થઈ જશે.
