(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગીના આઇટી પ્રોફેશનલ્સને જ આ સિસ્ટમ તપાસવાની તક મળશે.

ગયા મહિને, માઇક્રોસોફ્ટે આ નવી સિસ્ટમની જાહેરાત કરતી વખતે તેની થોડી વિગતો આપી. આજના સમયની જરૂરિયાત મુજબ, આ ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત પીસી કે લેપટોપ પૂરતી સીમિત ન રહેતાં ટેબલેટ, ફોન અને ગેમિંગ કોન્સોલને તો આવરી જ લેશે, તેની સાથોસાથ નેટ સાથે કનેક્ટેડ બીજાં સાધનોને પણ આવરી લેશે – કઈ રીતે તે હજી સ્પષ્ટ નથી. મતલબ કે ૩-૪ ઇંચનો સ્માર્ટફોન હોય કે ૮૦ ઇંચનું ટીવી, દરેક ડિવાઇસ પર વિન્ડોઝનો હવે એક સરખો અનુભવ મળી શકશે.

જે લોકો વિન્ડોઝ એક્સપીને ભૂલીને વિન્ડોઝ ૭ કે ૮ તરફ આગળ વધી ગયા છે એમને આ નવી સિસ્ટમ, તેની વધુ સગવડો સાથે ઉપયોગમાં સહેલી બનશે, કેમ કે હવે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ ટચ સ્ક્રીન કે મોબાઇલ એક્સેસને અનુરૂપ બની ગઈ છે, પણ વિન્ડોઝ એક્સપીમાંથી સીધો ૧૦ પર કૂદકો લગાવનારને શરૂઆતમાં ઘણી મુશ્કેલ પડે એવું બની શકે છે.

જેમ વિન્ડોઝ ૮ વખતે તેમાં સ્ટાર્ટ બટન જોવા ન મળતાં લોકો ગૂંચવાયા હતા, તેવું આ વખતે નહીં બને કેમ કે વિન્ડોઝ ૧૦માં સ્ટાર્ટ બટનને વિધિવત એન્ટ્રી મળી છે અને  તેમાં જૂનો ને જાણીતો ટાસ્કબાર પણ ફરી મળશે. સ્ટાર્ટ મેનુમાં આપણને ગમતી એપ્સ ઉમેરવાની સગવડ છે અને મોબાઇલના નોટિફિકેશન્સની જેમ અહીં પણ નવા અપડેટ્સ ફટાફટ મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!