(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કારકિર્દી આયોજન : સૂચનો અને ચોકસાઈ

આ કોલમમાં આપણે આઇ.ટી. ક્ષેત્રે રહેલી વિવિધ તકોની વાત કરતા આવ્યા છીએ. આજે એ ફલક થોડું વિસ્તારીને, આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા અને સારી રીતે આગળ વધવા માટે શું શું જાણી લેવું અને કેવી તૈયારીઓ કરવી એ તપાસીએ. આ ક્ષેત્રોમાં તકો વધી છે તેમ હરીફાઈ પણ વધી જ છે!

આગળ શું વાંચશો?

  • આ ઉપરાંત કારકિર્દીના આયોજન માટે મદદ કરી શકે?
  • બહુરાષ્ટ્રીય કંપનીઓ કે ખૂબ મોટી કંપનીઓમાં જવાય?

૧૯૯૭માં માઇક્રોસોફટે ભારતીય મૂળના સબીર ભાટિયાને હોટમેલ.કોમ માટે ૪૦ કરોડ ડોલર ગણી આપ્યા ત્યારે સૌની આંખો ફાટી ગઈ હતી. ૧૭ વર્ષ પછી ૨૦૧૪માં ફેસબુકે વોટ્સએપ માટે ૧૯ અબજ ડોલર ખર્ચ્યા છે ત્યારે ફરી સૌ ચર્ચા કરી રહ્યા છે. આ બેં આંકડા વચ્ચેનો તફાવત દોઢ દાયકામાં ICT (Information and Communications Technology) ના ક્ષેત્રે કેટલો વિકાસ કર્યો છે એનું ઉદાહરણ છે (આ તફાવત ૪૭.૫ ગણો છે). આ ક્ષેત્ર હજી વિકસી રહ્યું છે અને આપણા સૌના માટે તેમાં પુષ્કળ તકો છે.

આપણે અગાઉના ઘણા અંકોમાં આઇ.ટી., કમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે રહેલી વિવિધ કારકિર્દીઓ અને તકો વિશે ચર્ચા કરી છે અને જાન્યુઆરી-૨૦૧૪ના લેખમાં કેટલાંક સૂચનો કર્યાં હતાં. આ સૌનો નિષ્કર્ષ નીચે મુજબ છે:

  • આઇ.ટી., કમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે ફક્ત પ્રોગ્રામિંગ જ નહીં, પણ અનેક પ્રકારની અન્ય તકો ઉપલબ્ધ છે. (હાલમાં પણ) આવનારા સમયમાં આઇ.ટી. અને સોફ્ટવેર ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પેદા કરતાં ક્ષેત્રોમાંનું એક હશે.
  • આ ફિલ્ડમાં ફક્ત કોઈ એક પરીક્ષા આપીને (તલાટી, સી.એ. વગેરે), કે કોઈ ડિગ્રી (MBA, Dentist) લઈને કે ખૂબ ઊંચા ટકા લાવીને સારી કારકિર્દી નથી બનાવી શકાતી. આ ફિલ્ડમાં શ્રેષ્ટ કારકિર્દી માટે અનેક ક્ષમતાઓ વિક્સાવવી પડે છે.
  • ઔપચારિક શિક્ષણ કે તાલીમ વગર પણ આ ક્ષેત્રમાં આવી શકાય છે. દા.ત. પાઇલટ કે મેડિકલ સર્જન ઔપચારિક શિક્ષણ કે અને સઘન તાલીમ વિના બની ના શકાય, વળી એ માટેનાં સાધનો પણ ઘર મેળે ઉપલબ્ધ ન હોય. આની સામે આઇ.ટી. અને સોફ્ટવેર ક્ષેત્રે જાત મહેનતથી અને સામાન્ય સાધનો વડે ઘણું શીખી શકાય છે. આનો મતલબ એવો ક્યારેય ન કરવો કે નહિ ભણીએ તો ચાલશે અથવા કંઈક ને કંઈક લાઈન તો મળી જ રહેશે. સારું શિક્ષણ અનિવાર્ય છે!
  • કોઈ એક ક્ષેત્ર કે ટેક્નોલોજી પાછળ દોડવાને બદલે થોડું સંશોધન કરીને નવા ઉભરી રહેલા ક્ષેત્ર કે ટેક્નોલોજીમાં જાવ તો વધુ સારું પરિણામ મળી શકે.
  • આ ક્ષેત્રની એક મોટી ખૂબી એ છે કે તેમાં ૧૦મા પછી, ૧૨મા પછી, ઇઅ/ઇઈજ્ઞળ/ઇજભ પછી કે કોઈ પરંપરાગત ક્ષેત્રમાં ૫-૧૦ વર્ષ કામ કયર્િ પછી પણ પ્રવેશી શકાય છે.
  • ધોરણ ૧૦ પછી ડિપ્લોમા આઇ.ટી. કે કમ્પ્યુટર (પણ બને ત્યાં સુધી આગળ ભણવું અને કમ સે કમ ગ્રેજ્યુએટ થવાનો આગ્રહ રાખવો!) કરી શકાય.
  • ધોરણ ૧૨ પછી  સાયન્સ લીધું હોય તો BTech (IT/Computers), BSc (IT/Computer)  અથવા BCA કોમર્સ લીધું હોય તો ઇઈઅ કરી શકાય.BCA/BBA/BA/BCom/BSc પછી MCA, MSc-IT અથવા PGDCA કરી શકાય. આ સૌમાં MCA સૌથી શ્રેષ્ઠ શાખા છે. આ સૌ કોર્સમાં એડ્મિશન લેવા માટે CMET કહેવાતી પરીક્ષા આપવી પડે છે, જેની આગોતરી તૈયારી કરવાથી સારું પરિણામ મળી શકે છે.
  • ૫-૧૦ વર્ષના અનુભવ પછી  Bcom/MCom કરીને એકાઉન્ટ અને ફાયનાન્સનો અનુભવ હોય, મિકેનિકલ/ઇન્ડસ્ટ્રિયલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ વગેરે પરંપરાગત એન્જિનીયરિંગ શાખાઓનો અનુભવ હોય, ફાર્મસી અને મેડિસિનનો અનુભવ હોય તો બિઝનેસ એનાલિસ્ટ, ફંક્શનલ ક્ધસલ્ટન્ટ કે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ તરીકે તક મળી શકે. ERPમાં ફંક્શનલ ક્ન્સલ્ટન્ટ શું હોય એની ચર્ચા આપણે સપ્ટેમ્બર-૧૩ના અંકમાં કરી છે. બનશે તો બિઝનેસ એનાલિસ્ટ, ફંક્શનલ ક્ન્સલ્ટન્ટ અને સબ્જેક્ટ મેટર એક્સપર્ટ કેવી રીતે એક બીજાથી અલગ પડે એ વિશે સ્વતંત્ર લેખ કરીશું.

આ ઉપરાંત કારકિર્દીના આયોજન માટે નીચે પ્રમાણેની બાબતો મદદ કરી શકે :

  • કારકિર્દી પસંદ કરવાનું સોનેરી સૂત્ર : અન્યોના પ્રભાવ કે ગમા-અણગમાને બદલે આપણને પોતાને જે ગમતું અને ફાવતું હોય એ કરવું!
  • ૧૦-૧૨ ધોરણ અને કોલેજમાં બને એટલા વધુ ટકા લાવો. વધુ નહીં તો કમ સે કામ ૬૦% તો લાવો જ. બહુરાષ્ટ્રીય કંપનીઓ કે સારી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપવા માટે સરેરાશ ૬૦% હોવા અનિવાર્ય છે. ટકાવારી જાળવી રાખ્યા બાદ બીજું એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ભણીએ એ ફક્ત ગોખવાને બદલે સમજીએ અને જે સમજીએ એને પ્રોજેક્ટ્સ કરીને વધુ પ્રેક્ટિકલી સમજીએ.
  • કાર ચલાવવાનો શોખ હોય અથવા તેના મિકેઝિમમાં રસ પડતો હોય અને ઓટોમોબાઇલ એન્જિનીયર બનવું એ બે ભિન્ન બાબતો છે. આજ વાત લાગુ પડે છે આઇ.ટી. અને સોફ્ટવેર ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં. કમ્પ્યુટર -ઇન્ટરનેટ વાપરવામાં મજા પડતી હોય અને સારું એવું ફાવતું હોય એનો મતલબ એ નથી આપણે તેમાં ઝંપલાવી દેવું. કોઈ પણ કોર્સમાં એડ્મિશન લેતા પહેલા વેકેશનમાં શક્ય હોય તો C/C++/Web Design જેવા ટૂંકા ગાળાના કોર્સ કરી લેવા. આમ કરવાથી આપણને કેટલો રસ પડે છે, કેટલું આવડે છે એ ખ્યાલ આવે અને ૩-૪ વર્ષના કોર્સમાં પ્રવેશ લેવો કે નહીં તે ખબર પડે. જોકે આવા કોર્સનું ભયસ્થાન એ છે કે બરાબર શીખવાડે નહીં તો આપણને આત્મવિશ્વાસ ન આવે અને પરિણામે કદાચ ખોટો નિર્ણય લઈ બેસીએ.
  • ઘણા એન્જિનીયરિંગ અને MCAના વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે કેમ્પસ સિલેક્શનમાં ટેકનિકલ બાબતો કરતાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂનું ઘણું વધુ મહત્ત્વ હોય છે. આ ખબર ન હોય એટલે તૈયારી પણ ના કરી હોય જેને લીધે તક ચૂકી જવાય.
  • ‘એન્જિનીયરિંગ, MCA, MScમાં ભણીએ છીએ એટલે આપણને નોકરી આપવાની જવાબદારી કોલેજની છે’ કે ‘આપણને તો નોકરી મળી જ જશે’ અથવા ‘સરકારે આપણા માટે તકો ઊભી કરવી જોઈએ’ વગેરે ભ્રમ કાઢી નાખવાની જરૂર છે. આપણે જો યોગ્ય દિશામાં પૂરતી મહેનત કરીશું તો સારી નોકરીઓ આપણને શોધતી આવશે. લેખની શરૂઆતમાં આપણે જોયું એમ જો તમે કોઈ સારી એપ, સોફ્ટવેર કે પ્રોડક્ટ બનાવશો તો લાખ્ખો કે કરોડો ડોલર પણ મળી શકે…
  • જે કારકિર્દી કે ટેક્નોલોજી પસંદ કરો એમાં બને એટલા ઊંડા ઊતરો. તમે કઈ ટેક્નોલોજીમાં છો એના કરતાં તેમાં કેટલા એક્સપર્ટ છો એ વધુ મહત્ત્વનું હોય છે.ઇન્ટરનેટ, મોબાઇલ, સોશિયલ મીડિયા, વોટ્સએપ વગેરેને લીધે સરળતા વધી છે અને નવી તકો ઊભી થઈ છે, પણ સામે પક્ષે આના લીધે હરીફાઈ પણ વધી છે. આ સૌ સાધનોનો સ્વ-વિકાસ માટે ઉપયોગ કરતાં શીખવું જોઈએ.
  • આ મુદ્દો ફરી ફરીને આવે છે : કમ્યુનિકેશન સુધારો! કમ્યુનિકેશનના અનેક પ્રકાર છે. લેખિત, મૌખિક, બોડી લેંગ્વેજ વગેરે… ફાંકડું અંગ્રેજી એટલે કમ્યુનિકેશન સારું એવી એક ખોટી માન્યતા છે. હાલના સમયમાં સરળ અને અસરકારક કમ્યુનિકેશનનું ચલણ  વધુ છે.

બહુરાષ્ટ્રીય કંપનીઓ કે ખૂબ મોટી કંપનીઓમાં જવાય?

આ પ્રશ્નનો હા કે નામાં જવાબ આપવો અઘરો છે. આ પસંદગી એ વ્યક્તિગત નિર્ણય છે. જોકે એ ખરું કે Capgemini, Accenture,Cognizant જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ કે TCS, Infosys, Tech Mahindra જેવી મોટી ભારતીય કંપનીઓમાં જવાના કેટલાક ગેરફાયદા છે. આમાં બે પ્રમુખ ગેરફાયદા છે – એક તો આવી કંપનીઓમાં ફ્રેશર તરીકે જોડાયા પછી ડોમેન કે ટેક્નોલોજીની પસંદગી પર આપણો કોઈ કાબુ રહેતો નથી. કેમ્પસમાં સિલેક્ટ કર્યા બાદ કંપનીઓ તેમને યોગ્ય લાગે એ પ્રમાણે ડોમેન કે ટેક્નોલોજી ફાળવે છે. આ પ્રક્રિયામાં ક્યારેક પસંદ ન હોય એવું કામ અથવા જૂની ટેક્નોલોજી પર પણ કામ મળી શકે જે કદાચ આગળ ઉપર તકલીફ ‚પણ બને. બીજો ગેરફાયદો છે મર્યાદિત જવાબદારી. મોટી કંપનીઓમાં ક્યારેક એક જ પ્રોજેકટમાં ૫૦ કે ૨૦૦ મેમ્બર્સની ટીમ કામ કરતી હોય છે, અપવાદરુપ કિસ્સામાં ૫૦૦ની ટીમ પણ હોઈ શકે. હવે આ સંજોગોમાં દરેકના ભાગે મર્યાદિત કામ આવે અથવા એક ને એક કામ આવે જેના પરિણામે કોઈને ખાસ કશું શીખવાની તક મળે નહિ અને વિકાસ અટકી પડે.

જોકે આની સામે અનેક ફાયદાઓ પણ હોય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ કે ખૂબ મોટી કંપનીઓમાં જે રીતની ટ્રેનિંગ મળતી હોય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે અને ખાસ તો એ વાત કે ખૂબ જટિલ કે ખૂબ મોટા પ્રોજેક્ટ્સ મોટે ભાગે આવી જ કંપનીઓને મળે છે.

આમ જોતાં થોડુંક રિસ્ક લઈને પણ આવી કંપનીમાં તક મળતી હોય તો જવા જેવું ખરું.

કેમ્પસ પ્લેસમેન્ટમાં અનેક પ્રકારની જોબ ઓફર થતી હોય છે, એમાંથી કઈ ઓફર સિલેક્ટ કરવી? સૌથી વધુ પગાર આપતી કંપનીમાં તક મળે તે શું શ્રેષ્ટ પ્લેસમેન્ટ કહેવાય?

કેમ્પસ પ્લેસમેન્ટમાં બને તો એવી કંપની અને જોબને પ્રાધાન્ય આપવું જેમાં શ‚રુઆતનાં વર્ષોમાં ખૂબ શીખવા મળતું હોય. કારકિર્દીનો પાયો શરુઆતનાં ૩-૪ વર્ષના અનુભવ પર રચાય છે. જો શરુ‚આતમાં જ પાયો કાચો રહેશે તો આગળ ઉપર એ સુધારવાની તક મળશે નહીં. આ લખનારના અનુભવ પ્રમાણે મોટી કંપની કરતાં મધ્યમ કદની કંપનીમાં વધુ શીખવા મળે છે. સાવ નાની કંપની પણ બને ત્યાં સુંધી ટાળવી.

કેમ્પસ પ્લેસમેન્ટમાં બને એટલા વધુ પૈસા મળે એવી જોબ મેળવવાની હોડ જામે છે, પણ ફક્ત પૈસાને પ્રાધાન્ય આપવાને બદલે એવી કંપની પસંદ કરો જ્યાં સારું વાતાવરણ હોય, સારું શીખવાની તકો મળે એમ હોય, કામ ગમે એવું હોય અને આગળ વધવાની તક હોય.

સૌથી વધુ પૈસા આપે એ બેસ્ટ એમ્પ્લોયર હોય એ જરુરી નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!