(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબના વીડિયો ઓફલાઇન જોઈ શકાશે?

એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન્સ સો ગૂગલે યુટ્યૂબા વીડિયો ઓફલાઇન પણ જોઈ શકાય એવી સુવિધા ટૂંક સમયમાં શરુ‚ કરવાની જાહેરાત કરી છે.

ભારતમાં યુટ્યૂબનો વપરાશ સતત વધી રહ્યો છે. ભારતમાં દર મહિને ૩.૭ અબજ ઓનલાઇન વીડિયો જોવાય છે. તેની સાથોસાથ મોબાઇલમાં વીડિયો જોવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આપણે ભલે રજનીકાંતની જેમ હવામાં ઉડતા સુપરઝૂલુ કે બુલેટ ટ્રેનની ઝડપે ડાઉનલોડની લાઇન પૂરી થતાં બતાડતી જાહેરાતો જોઈને હરખાઈએ, ભારતમાં હજી પણ ૩જી નેટવર્કનું કવરેજ સંતોષકારક નથી. આપણે ૩જી પર પણ સાઇટ ઓપન થવાની કે વીડિયો સ્ટ્રીમ થવાની કે વારંવાર બફરિંગને કારણે રાહ જોતા રહેવાની ટેવ પાડવી પડે છે. આ બધાને કારણે અને ભારતીયોના યુટ્યૂબ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને ગૂગલે મોબાઇલમાં ઓફલાઇન વીડિયો જોઈ શકાય તેવી સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે.

અલબત્ત, ગૂગલની આ જાહેરાત ધ્યાનથી સમજવા જેવી છે. પહેલી વાત એ છે કે આ સુવિધા માત્ર મોબાઇલમાં મળવાની છે અને લગભગ માત્ર એન્ડ્રોઇડમાં અને માત્ર યુટ્યૂબની એપની અંદર. સુવિ

ધા એવી રહેશે કે આપણે ઘર કે ઓફિસમાં વાઇફાઇથી (ઓફિસના સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર મોબાઇલમાં યુટ્યૂબની એક્સેસ કેમ બ્લોક કરશે?) વીડિયો ડાઉનલોડ કરી લઈએ અને પછી રસ્તામાં કે મરજી પડે ત્યારે પોતાના મોબાઇલનો ડેટા પ્લાન વાપર્યા વિના એ વીડિયો ફરી જોઈ શકીશું. અલબત્ત યુટ્યૂબના વીડિયો ક્રિએટર્સ માટેના ઓફિશિયલ બ્લોગમાં ગૂગલે લખ્યું છે કે લોકો નેટ કનેક્શન વિના ‘શોર્ટ પીરિયડ’ સુધી વીડિયો જોઈ શકશે. ગૂગલ આ કરામત કેવી રીતે કરે છે અને વીડિયો શરૂ થતાં પહેલાં અને આજુબાજુમાં અઢળક જાહેરાત બતાવવાથી થતી અઢળક કમાણી એ કેવી રીતે જાળવી રાખે છે એ જોવાનું રસપ્રદ બનશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!