(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબના વીડિયોમાંથી ફક્ત ગીતો ડાઉનલોડ થઈ શકે?

સવાલ લખી મોકલનાર- વિનાયક મજમુદાર, સુરત

હા અને ના. ટેકનિકલી જોઈએ તો હા અને લિગલી જોઈએ તો કોપીરાઇટવાળા આખેઆખા વીડિયો કે ફ્ક્ત તેના સાઉન્ડને ડાઉનલોડ કરવાની કાયદેસર ના હોય છે!

 વાત ૨૦૧૪ની સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘જય હો’ના ‘તેરે નૈના માર હી ડાલેંગે…’ ગીતની હોય કે ૬૦ વર્ષ પહેલાંની ૧૯૫૪ની શર્ત ફિલ્મની ‘શર્ત’ ફિલ્મના ‘ન યે ચાંદ હોગા…’ ગીતની હોય, યુટ્યૂબ ગીતોનો ખજાનો છે. શોધવા બેસો તો લગભગ ધારો તે ગીતનો વીડિયો યુટ્યૂબ પર મળી રહેવાની પૂરી શક્યતા.

આ ગીતોને એમપી૩ ફોર્મેટમાં ડાઉનલોડ કરવાં હોય તો? જેથી તમે એન્જિનીયરિંગનું ડ્રોઇંગ કરતાં કરતાં કે રસોઈ કરતાં કરતાં પણ આરામથી આ ગીતોને માણી શકો! ટૂંકમાં યુટ્યૂબ પર વીડિયો જોવા-સાંભળવાને બદલે તમે તેને તમારા મોબાઇલમાં સ્ટોર કરીને ફક્ત સાંભળવા માગતા હો તો તમારા માટે કામની સાઇટ છે : www.listentoyoutube.com/

તમારે ફક્ત આટલું કરવાનું છે, યુટ્યૂબમાં ગમતું ગીત પસંદ કરી, તેના વીડિયોનું યુઆરએલ સિલેક્ટ કરીને કોપી કરી લો. હવે આ લિસન ટુ યુટ્યૂબ સાઇટ પર જઈને તેના હોમપેજ પર આપેલા યુટ્યૂબ યુઆરએલ એન્ટર કરવાના બોક્સમાં પેસ્ટ કરી, ગો બટન ક્લિક કરી દો. આ સાઇટ પેલા વીડિયોમાંથી ફક્ત ઓડિયો અલગ તારવીને તેને એમપી૩ ફોર્મેટમાં સેવ કરી, તેની ડાઉનલોડ લિંક આપણને આપશે. ગીત ડાઉનલોડ કરો અને ચાહો ત્યાં સેવ કરો અને પછી મોબાઇલમાં ટ્રાન્સફર કરી દો!

અલબત્ત, પહેલાં જ લખ્યું તેમ, આ સાઇટ પણ સ્પષ્ટતા કરે છે તેમ આ એક ફક્ત ફન પ્રોજેક્ટ છે, અને તેનો હેતુ માત્ર કોપીરાઇટ વગરના ક્ધટેન્ટને ઓડિયોમાં કન્વર્ટ કરવા પૂરતો જ છે. એટલે કે કોપીરાઇટવાળા ઓડિયોને ડાઉનલોડ કરવા માટે આ સાઇટનો ઉપયોગ કરવો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!