(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોટો સ્ક્રીન અને પાવરપેક્ડ પરફોર્મન્સ તમારી પસંદ હોય, પણ બજેટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ જેટલું મોટું ન હોય તો તમારા માટે ઝોલો ક્યુ૨૦૦૦ સારી ચોઈસ બની શકે છે.

આગળ શું વાંચશો?

  • બજેટ સ્માર્ટફોન
  • વિન્ડોઝ ફોન
  • હાઈએન્ડ એન્ડ્રોઈડ
  • ઝોલો વિરુધ્ધ નેકસસ

આ ફેબલેટ ૫.૫ ઇંચનો આઇપીએસ ડિસ્પ્લે ધરાવે છે. તેમાં ૧૩ મેગાપિક્સેલનો ઓટોફોકસ કેમેરા છે. આ ફોન ફૂલ-એચડી વીડિયો રેકોર્ડ કરી શકે છે. તેમાં ક્વાડકોર પ્રોસેસર હોવાથી મલ્ટિટાસ્કિંગ કે હેવી ગેમિંગમાં પણ સરળતા રહે છે. એન્ડ્રોઇડ ૪.૨.૧ વર્ઝન ધરાવતા આ ફોનમાં ૧ જીબી રેમ અને ૮ જીબીની ઇન્ટર્નલ સ્ટોરેજ છે. તેની બેટરી પણ કલાક-દોઢ કલાકનું કોલિંગ તથા સરેરાશ સર્ફિંગ અને ઓડિયો-વીડિયો પ્લેઇંગ સાથે લગભગ આખો એક દિવસ ચાલી શકે છે. પ્રમાણમાં નબળો સ્ક્રીન અને ટચ સેન્સિટિવીટી તેનાં ઉધાર પાસાં છે. કિંમત છે ‚રુ. ૧૪,૯૯૯/-.

બજેટ સ્માર્ટફોન

બજેટ એન્ડ્રોઇડ ફોન લેવાનો વિચાર કરી રહ્યા હો તો લાવા કંપનીએ ૩જી ૪૦૨+ નામે એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લગભગ સાડા છ હજાર જેટલી કિંમતે મળતા આ ડ્યુઅલ સીમ અને ૪ ઇંચના ફોનમાં એન્ડ્રોઇડનું ૪.૨.૨ વર્ઝન છે, પરંતુ સ્ક્રીન રેઝોલ્યુશન, રેમ અને કેમેરાની ક્ષમતા પ્રમાણમાં ઓછી છે.

વિન્ડોઝ ફોન

એન્ડ્રોઇડના વિકલ્પ તરીકે તમે વિન્ડોઝ ફોન લેવાનો વિચાર કરી રહ્યા હો તો આ મહિનાની શ‚આતમાં જ નોકિયાનો લુમિયા ૫૨૫ લોન્ચ થવાની શક્યતા છે, જેની કિંમત ‚ા. ૧૦,૦૦૦ની આસપાસ રહેવાની ધારણા છે. ૪ ઇંચનો આઇપીએસ એલસીડી સ્ક્રીન ધરાવતા આ ફોનમાં ૧ ગીગાહર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર, ૧ જીબી રેમ છે. તેમાં ૮ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ છે અને તમે ૬૪ જીબી સુધી એક્સાન્ડ કરી શકો છો, અલગ કાર્ડથી. ફોનમાં ૫ મેગાપિક્સેલનો કેમેરા છે, પણ ફ્લેશ નથી.

હાઇએન્ડ એન્ડ્રોઇડ

બજેટની કોઈ મયર્દિા ન હોય, પણ તમે સેમસંગ કે સોની સિવાય કોઈ કંપનીનો ફોન અજમાવી જોવાનું વિચારી રહ્યા હો તો જીઓનીનો વિકલ્પ તપાસી શકો છો. આ ચાઇનીઝ હેન્ડસેટ મેકર થોડા સમયમાં ભારતમાં પણ મોટા પાયે પોતાની હાજરી નોંધાવે એવી શક્યતા છે. જીઓની આ મહિનાની મધ્યમાં ઇલાઇફ ઇ૭ નામે ‚ા. ૨૬,૯૯૯ અને ‚ા. ૨૯,૯૯૯ની કિંમતનાં બે વર્ઝનવાળો સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ ફોનમાં ૫.૫ ઇંચનો ફૂલ-એચડી, કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૫ પ્રોટેક્શન સાથેનો આઇપીએસ ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં ૧૬ મેગાપિક્સેલનો એલઇડી ફ્લેશ સાથેનો રીયર કેમેરા અને ૮ મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. ૨૭ હજારના ફોનમાં ૨ જીબી રેમ, ૧૬ જીબી સ્ટોરેજ અને ક્વાડકોર પ્રોસેસર છે. ૩૦ હજારના ફોનમાં ૩ જીબી રેમ, ૩૨ જીબી સ્ટોરેજ અને વધુ પાવરફુલ પ્રોસેસર છે.

ઝોલો વિરુદ્ધ નેક્સસ

જો તમે ૭ ઇંચની સ્ક્રીન સાઇઝમાં પ્રમાણમાં સારું ટેબલેટ લેવાનું વિચારી રહ્યા હો અને બજેટ વીસેક હજાર રુ‚પિયા સુધીનું જ હોય તો તમારી પાસે મુખ્યત્વે બે ચોઈસ રહે છે : એક, ગૂગલ નેક્સસ ૭, જેની કિંમત રુ. ૨૦,૯૯૯ છે અને બીજું છે ઝોલો પ્લે ટેગ્રા નોટ, જેની કિંમત છે ‚ા. ૧૭,૯૯૯. કિંમતની રીતે બંનેમાં નજીવો તફાવત છે અને બંને પરફોર્મન્સની રીતે પાવરહાઉસ જેવાં ગણાય છે! ડિસ્પ્લે જોઈએ તો નેક્સસ ૭માં ફૂલ એચડી ડિસ્પ્લે છે, જે ઝોલોના આઇપીએસ ડિસ્પ્લે કરતાં ચઢિયાતો છે. પ્રોસેસરની રીતે જોઈએ તો ઝોલો આગળ રહે છે. ઓપરેટિંગ સિસ્ટમમાં, ઝોલોમાં એન્ડ્રોઇડ ૪.૨ જેલી બિન છે, જ્યારે નેક્સસમાં ૪.૩ છે, મેમરીની વાત કરીએ તો ઝોલોમાં ૧ જીબી રેમ અને ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી છે, જેને ૩૨ જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. નેક્સસમાં ૨ જીબી રેમ અને ૧૬/૩૨ જીબીની ઇન્ટર્નલ સ્ટોરેજ સ્પેસ છે. રીયર કેમેરા બંનેમાં સરખા છે, ફ્રન્ટ કેમેરા નેક્સસ ૭માં ચઢિયાતો છે. બેટલી બંનેમાં લગભગ સરખી છે, પણ ઝોલો ફરી જરા આગળ રહે છે. હવે નિર્ણય તમારો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!