(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દિમાગની ધાર કાઢતી એપ ગેમ્સ

Guess Word

ફુરસદના સમયમાં જાતે કંઈક મજા પડે એવું રમવું હોય કે પરિવાર સાથે મળીને દિમાગની ધાર તેજ કરવી હોય તો આ ગેમ તમને ગમશે. ગેમમાં જુદાં જુદાં પાંચ આલ્બમ છે, જે એક પ્રકારે લેવલ છે. લેવલ પાર કરતાં પછીનાં લેવલ અનલોક થાય.

ગેમમાં આપણને એકમેક સાથે કંઈક સંબંધ ધરાવતી ચાર તસવીરો બતાવવામાં આવે છે. નીચે જુદા જુદા આલ્ફાબેટ આપેલા છે. તેમાંથી આપણે, ચારેય તસવીરને એકમેક સાથે સાંકળતો શબ્દ બનાવવાનો.

ચાહો તો કોઈ તસવીરને વધુ નજીકથી જોવા તેને ક્લિક કરી ઝૂમ કરો. સાચા જવાબ સાથે પોઈન્ટ વધતાં જશે, જે ક્યારેક એકદમ ગૂંચવી નાખે એવી તસવીરો સામે આવે ત્યારે મદદ મેળવવા માટે કામ લાગશે.

Flow Free: Bridges

જો તમને ડોટ ગેમ્સ ગમતી હોય તો આ પણ ગમશે. કરવાનું ફક્ત એટલું છે કે સ્ક્રીન પરના ગ્રાફમાં, આંગળીના લસરકાથી એક સરખા કલરનાં બે ટપકાંને જોડતી પાઇપલાઇન બનાવવાની છે, પણ યાદ રહે, સ્ક્રીન પરના દરેક કલરનાં ટપકાંની જોડી એકમેક સાથે જોડાઈ જવી જોઈએ અને કોઈ પાઇપલાઇન એકબીજાને કાપીને પસાર થવી જોઈએ નહીં.ફ્લો ફ્રી ગેમમાં આટલે સુધીની રમત હતી, ફ્લો ફ્રી બ્રિજીસમાં વાત વધુ રસપ્રદ બનાવવા પૂલ ઉમેરવામાં આવ્યા છે, જેની ઉપરથી કે નીચેથી પાઇપલાઇનને પસાર કરી શકાય છે. ગ્રાફ બોર્ડ જેમ મોટું થતું હશે અને ટપકાંની સંખ્યા ને ગોઠવણ મુશ્કેલ બનતી જશે તેમ ગેમ એકદમ મુશ્કેલ બનતી જશે.

Tangram

ક્યારેક રમત જેટલી રસપ્રદ હોય છે તેના કરતાં તેનો ઇતિહાસ વધુ રસપ્રદ હોય છે. આવી એક રમત છે ટેન્ગ્રામ. અલગ અલગ આકારના સાત ટુકડાઓને એકમેક સાથે જોડીને નવો આકાર બનાવવાની આ રમત ચીનમાં વર્ષો પહેલાં શોધાઈ. ચીની વેપારીઓ આ રમત યુરોપમાં લઈ ગયા અને પછી પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન આ રમત યુરોપમાં વધુ લોકપ્રિય બની! હવે આ ગેમ આપણે મોબાઇલના સ્ક્રીન પર પણ રમી શકીએ છીએ. સ્ક્રીન પર જુદા જુદા ટુકડા જોવા મળશે અને આપણે જરુર પડ્યે તેમને રોટેડ કરીને ચોક્કસ આકારમાં ગોઠવી બતાવવાના.
શરુઆતમાં સહેલી લાગતી આ ગેમ આગળ વધતાં કલાકો સુધી મથામણ કરાવે એવું બની શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!